દેશી વાયેગ્રાનો ડોઝ કેવી રીતે નક્કી કરવો અને કઈ રીતે લેવી એ કહેશો?
પ્રતીકાત્મક તસવીર
સવાલ: મારી ઉંમર ૬૧ વર્ષની છે. છેલ્લા સાત-આઠ મહિનાથી સંભોગ થઈ શકે એટલું ઉત્થાન નથી થતું. મારી પત્ની મને બધી વાતે સપોર્ટ આપે છે છતાં ઉત્થાન નથી થતું. ફ્રેન્ડના કહેવાથી વાયેગ્રા પણ લઈ જોઈ, પણ એની ખાસ અસર નથી. મને તો હવે શંકા જાય છે કે હું ફરીથી સંભોગ માણી શકીશ કે નહીં. મને વર્ષોથી બ્લડ-પ્રેશર અને બ્લડ-શુગરની તકલીફ છે. દવા ચાલુ છે છતાં હમણાંથી ફાસ્ટિંગ શુગર ૧૫૦ અને પોસ્ટ-લંચ શુગર ૨૩૦ આવે છે. મારી પત્ની તરફથી પૂરો સહકાર મળે છે છતાં હું તેને સમાગમથી સંતુષ્ટ નથી કરી શકતો એ મને નથી ગમતું. દેશી વાયેગ્રાનો ડોઝ કેવી રીતે નક્કી કરવો અને કઈ રીતે લેવી એ કહેશો?
જવાબ: સૌથી પહેલાં તો તમારે તમારી શુગર કન્ટ્રોલમાં રાખવાની જરૂર છે. ઇન્દ્રિય-ઉત્થાનમાં તકલીફ વધી રહી છે એનું કારણ ઉંમર તો ખરી જ, પરંતુ સાથે બેકાબૂ ડાયાબિટીઝ પણ છે. જો તમે જાતીય જીવન સ્વસ્થ રાખવા માગતા હો તો પહેલાં તમારું ડાયાબિટીઝ કન્ટ્રોલમાં રાખો. ડાયટિંગ અને એક્સરસાઇઝ નિયમિત કરો. ઓછામાં ઓછું પોણો કલાક ચાલો. ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખશો તો બીજી સમસ્યાઓ ઊભી નહીં થાય અને ઇન્દ્રિયના ઉત્થાનમાં પણ વધુ સમસ્યા નહીં થાય.
ADVERTISEMENT
સવારે નરણા કોઠે એક ચમચી આમળાનો પાઉડર અથવા જૂસ લો અને જમતી વખતે એક ચમચી લીલી હળદર અને આંબા હળદરમાં લીંબુ નિચોવીને ચાવી-ચાવીને ખાઓ. આયુર્વેદમાં લીલી હળદર અને આમળાને ડાયાબિટીઝ માટે ઘણાં સારાં ગણ્યાં છે.
જો તમને બ્લડ-પ્રેશર હોય અને તમે નાઇટ્રેટયુક્ત ગોળી લેતા હો તો તમારે વાયેગ્રા ન લેવી જોઈએ. જો બ્લડ-પ્રેશર નૉર્મલ હોય તો ઇન્દ્રિયમાં ઉત્તેજના વધારવા માટે દેશી વાયેગ્રા લઈ શકાય. જો ઇન્દ્રિયમાં થોડી ઉત્તેજના આવતી હોય તો વાયેગ્રા એ વધારી શકે છે. સમાગમના એક કલાક પહેલાં દેશી વાયેગ્રાની ૧૦૦ મિલીગ્રામની એક ગોળી લેવી. આ ગોળી ભૂખ્યા પેટે લેશો તો વધુ સારી અસર બતાવશે. યાદ રહે કે આ ગોળી ૨૪ કલાકમાં એકથી વધુ ન લઈ શકાય. આ ગોળી હંમેશાં તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ બાદ જ લેવી.

