Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સમાં 44 અંકનો ઘટાડો

શૅરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સમાં 44 અંકનો ઘટાડો

02 May, 2019 10:04 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સમાં 44 અંકનો ઘટાડો

શૅરબજારની સુસ્ત શરૂઆત,

શૅરબજારની સુસ્ત શરૂઆત,


ગુરૂવારના કારોબારમાં ભારતીય શૅર બજારે સુસ્ત શરૂઆત કરી છે. સવારે સવા નવ વાગ્યે સેન્સેક્સ 44.66 અંકોના ઘટાડા સાથે 38,986ના સ્તર પર અને નિફ્ટી 19 અંક તૂટીને 11,728ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 14 લીલા અને 36 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. જ્યાં ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.30%નો ઘટાડો અને સ્મૉલકેપ 0.12%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વીતેલા કારોબારી સત્રમાં સેન્સેક્સ 35.78%ના ઘટાડા સાથે 39,031ના સ્તર પર અને નિફ્ટી 6 અંકના મામૂલી ઘટાડા સાથે 11,748ના સ્તર પર બંધ થયું હતું.



સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજના કારોબારમાં સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 1.60%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.15%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.07%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.51%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.59%નો ઘટાડો, નિફ્ટી ફ્રામા 0.41%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.46%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.


આ પણ વાંચો: કો-લોકેશન કેસમાં એનએસઈને નિયમનકાર સેબીએ ઠેરવ્યું દોષી

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો ગુરૂવારના પ્રમુખ એશિયાઈ બજારોએ મિશ્ર શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.22%ના ઘટાડા સાથે 22258ના સ્તર પર, ચીનના શાંઘાઈ 0.52%ની તેજી સાથે 3078ના સ્તર પર, હેન્ગસેન્ગ 0.59%ની તેજી સાથે 29873ના સ્તર પર અને તાઈવાનના કૉસ્પી 0.21%ની તેજી સાથે 2208ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકા બજારની વાત કરીએ તો વીતેલા દિવસે ડાઓ જોન્સ 0.61%ના ઘટાડા સાથે 26430ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.75%ના ઘટાડા સાથે 2923ના સ્તર પર નાસ્ડેક 0.57%ના ઘટાડા સાથે 8049ના સ્તર પર કારોબાર કરી બંધ થયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2019 10:04 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK