Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઍર ઇન્ડિયાની લોન્સ ટ્રાન્સફર કરવા SPVની રચનાને કૅબિનેટની મંજૂરી

ઍર ઇન્ડિયાની લોન્સ ટ્રાન્સફર કરવા SPVની રચનાને કૅબિનેટની મંજૂરી

02 March, 2019 09:12 AM IST |

ઍર ઇન્ડિયાની લોન્સ ટ્રાન્સફર કરવા SPVની રચનાને કૅબિનેટની મંજૂરી

ઍર ઇન્ડિયા

ઍર ઇન્ડિયા


ઍર ઇન્ડિયાનું કરજ ટ્રાન્સફર કરવા માટે ઍર ઇન્ડિયા ઍસેટ્સ હોલ્ડિંગ નામનું સ્પેશ્યલ પરપઝ વેહિકલ (SPV) અર્થાત્ અલગ કંપનીની રચના કરવાનો નિર્ણય ગુરુવારે મળેલી કૅબિનેટની મીટિંગમાં લેવામાં આવ્યો હતો. આ SPVમાં ઍસેટ્સનું પીઠબળ નથી એવી ઍર ઇન્ડિયાની વર્કિંગ કૅપિટલ લોન્સ અને ચાર સબસિડિયરીઓને ટ્રાન્સફર કરવામાં આવશે.

કેન્દ્રના પ્રધાનમંડળે પાછલી મુદતથી SPVની રચના અને ઍર ઇન્ડિયા અને એની સબસિડિયરીઝ કે સંયુક્ત સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત પ્રવૃત્તિઓ માટેની મંજૂરી આપી છે એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું.



ચાર સબસિડિયરીઝ કંપનીઓ - ઍર ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ સર્વિસિસ, ઍરલાઇન અલાઇડ સર્વિસિસ, ઍર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ અને હોટેલ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને SPVમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.


આ પણ વાંચો : પૂર્વ નાણાસચિવ હસમુખ અઢિયા બેંક ઑફ બરોડાના ચેરમેન તરીકે નિયુક્ત

આ સબસિડિયરીઓ અને તેમની અસ્ક્યામતો ઍર ઇન્ડિયાના સરકાર દ્વારા તૈયાર કરાયેલા વ્યુહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટનો હિસ્સો નથી.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2019 09:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK