પૂર્વ નાણાસચિવ હસમુખ અઢિયા બેંક ઑફ બરોડાના ચેરમેન તરીકે નિયુક્ત
હસમુખ અઢિયા (ફાઇલ ફોટો)
સરકારે શુક્રવારે ભૂતપૂર્વ નાણાસચિવ હસમુખ અઢિયાને બેન્ક ઑફ બરોડા (BoB)ના ચેરમેન નિયુક્ત કર્યા છે. 1 એપ્રિલના રોજ વિજયા બેંક અને દેના બેંક સાથે અમાલગમેશન થયા પછી બેંક ઑફ બરોડા દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની છે.
ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરી રાજીવ કુમારે એક ટ્વિટમાં કહ્યું છે કે, "પૂર્વ નાણાસચિવ હસમુખ અઢિયાને બેંક ઑફ બરોડાના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. "
ADVERTISEMENT
બેંક ઑફ બરોડાએ વિજયા બેંક અને દેના બેંકના શેરહોલ્ડર્સને BoBના ઇક્વિટી શેર્સ અલોટ કરવા માટે 11 માર્ચ, 2019ની તારીખ નક્કી કરી છે. અમાલગમેશનની સ્કીમ પ્રમાણે વિજયા બેંકના શેરહોલ્ડર્સને 1000 શેર્સ માટે બીઓબીના 402 ઇક્વિટી શેર્સ મળશે, જ્યારે દેના બેંકના શેરહોલ્ડર્સને 1000 શેર્સ માટે 110 શેર્સ મળશે.
સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ ત્રણ બેંકોના મર્જરની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ SBI અને ICICI પછી આ બેંકને ત્રીજી સૌથી મોટી બેંક બનાવવાનો હતો.