Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૩ મેથી ૮ મે મહત્ત્વની ટર્નિંગ

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૩ મેથી ૮ મે મહત્ત્વની ટર્નિંગ

29 April, 2024 06:52 AM IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૧૮૬ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૪૨૭.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૨,૫૫૬ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૬૪૧.૮૩ પૉઇન્ટના નેટ સુધારે ૭૩૭૩૦.૧૬ બંધ રહ્યો. ઉપરમાં ૭૪,૫૭૧ ઉપર ૭૫,૧૨૫, ૭૫,૫૫૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૩,૬૧૬ નીચે ૭૩,૫૫૬, ૭૩,૧૫૦ સપોર્ટ ગણાય. ૩થી ૮ મે ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊચા- નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૨,૩૧૭ અને મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૧,૭૯૮ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૧૪૧, ૧૮,૮૪૦ ગણાય. (પહેલા ટૉપ વખતે વૉલ્યુમ વધારે હોય છે અને બીજા ટૉપ વખતે વૉલ્યુમ ઓછું હોય છે. જ્યારે બે ટૉપ વચ્ચેનું બૉટમ વધારે વૉલ્યુમ સાથે તૂટે ત્યારે પૅટર્ન પૂર્ણ થઈ ગણાય જે આપણને ડાઉનવર્ડ ટ્રેન્ડ રિવર્સલનો સંકેત આપે છે. ડાઉનવર્ડ ટ્રેન્ડ શરૂ થાય એ પહેલાં ભાવો બ્રેકઆઉટ પૉઇન્ટ સુધી આવવાની શક્યતા રહે છે. બીજા ટૉપ વખતે વૉલ્યુમ વધારે હોય તો ડબલ ટૉપ થવાની શક્યતા ઘટી જાય છે. ઘણી વાર હકીકતમાં જોવા મળતી પૅટર્ન કરતાં ખરી પૅટર્ન થોડી અલગ હોય છે. ઘણી વાર બે ટૉપ એક જ સરખા લેવલના નથી હોતા.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૪૩૦.૦૭ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



બૅન્ક ઑફ મહારાષ્ટ્ર (૬૭.૬૫) : ૫૨.૮૦ના બૉટમથી સુધારાતરફી છે.   દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટની  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૦ ઉપર ૭૩, ૭૭, ૮૧, ૮૪, ૮૯, ૯૬ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૩ ક્લોઝિંગ સપોર્ટ ગણાય. ગયા શુક્રવારે જાહેર થયેલાં પરિણામો ખૂબ જ સારાં છે. શૅરદીઠ ૧.૪૦ ડિવિડન્ડ જાહેર કર્યું  છે. રેકૉર્ડ ડેટ ૧૦ મે.    


ક્રૉમ્પ્ટન (૩૧૩.૫૦) : ૨૬૧.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને  અઠવાડિક  ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૧૭ ઉપર ૩૨૮ કુદાવે તો ૩૩૬, ૩૪૭, ૩૫૮ સુધીની શક્યતા જોવા મળશે.  નીચામાં ૩૦૭ નીચે ૩૦૦ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૮,૩૭૯.૮૫) : ૪૬,૬૧૧.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૮,૬૮૫ ઉપર ૪૯,૦૮૬ કુદાવે તો ૪૯,૧૫૦, ૪૯,૪૩૦, ૪૯,૭૦૦, ૫૦,૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૮,૨૬૫ નીચે ૪૮,૦૦૦, ૪૭,૬૫૦
સપોર્ટ ગણાય.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 06:52 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK