Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બે દિવસના સુધારામાં બજાર હાંફી ગયું, સેન્સેક્સે ૧૮૭ પૉઇન્ટની પીછેહઠમાં ૬૧નું લેવલ ગુમાવ્યું

બે દિવસના સુધારામાં બજાર હાંફી ગયું, સેન્સેક્સે ૧૮૭ પૉઇન્ટની પીછેહઠમાં ૬૧નું લેવલ ગુમાવ્યું

20 January, 2023 02:35 PM IST | Mumbai
Anil Patel

રાલિસ ઇન્ડિયા નબળા રિઝલ્ટમાં પોણાનવ ટકા લથડ્યો, માર્કેટ બ્રેડ્થ નબળી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


અદાણી ગ્રીન ૧૪૪ રૂપિયા અને અદાણી એન્ટર.માં ૧૩૪ રૂપિયાની ખરાબી : પરિણામની પૂર્વસંધ્યાએ રિલાયન્સમાં ડલનેસ, લાર્સનમાં નવાં બેસ્ટ લેવલ જારી : સતત પાંચ દિવસની તેજીની સર્કિટ બાદ નૅશનલ સ્ટાન્ડર્ડ‍્સ મંદીની સર્કિટમાં ૮૨૯ રૂપિયા ડાઉન, ડ્યુકોલ ઑર્ગેનિક્સ ૫૦ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે ૧૧૭ ઉપર બંધ : રાલિસ ઇન્ડિયા નબળા રિઝલ્ટમાં પોણાનવ ટકા લથડ્યો, માર્કેટ બ્રેડ્થ નબળી

અમેરિકા ખાતે કન્ઝ્યુમર ડેટા નબળા આવતાં રિસેશનની વાતો વહેતી થતાં ડાઉ ઇન્ડેક્સ પોણાબે ટકા અને નાસ્ડેક સવા ટકો ઘટીને બંધ થતાં એશિયન બજારો મિશ્ર વલણમાં ગુરુવારે બંધ થયાં છે. જૅપનીઝ નિક્કી દોઢ ટકો અને સિંગાપોર અડધો ટકો માઇનસ હતા. સામે ઇન્ડોનેશિયા પોણો ટકો તથા ચાઇના અને સાઉથ કોરિયા અડધો ટકો સુધર્યો છે. યુરોપ રનિંગમાં અડધાથી પોણો ટકો નરમ હતું. ઘરઆંગણે સેન્સેક્સ બે દિવસના સુધારામાં ૬૧ની ઉપર જઈને થાકી ગયો છે. ગઈ કાલે આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહી ૧૮૭ પૉઇન્ટની પીછેહઠમાં ૬૦,૮૫૮ બંધ થયો છે. નિફ્ટી ૫૭ પૉઇન્ટ ઘટ્યો છે, પણ ૧૮,૧૦૦ની ઉપર, ૧૮,૧૦૮ નજીક બંધ રહેવામાં સફળ નીવડ્યો છે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની છે. એનએસઈ ખાતે વધેલા ૭૯૯ શૅરની સામે ૧૧૯૮ કાઉન્ટર્સ ઘટીને બંધ થયાં છે. મોટા ભાગનાં સેક્ટોરલ રેડ ઝોનમાં હતાં. પાવર, યુટિલિટીઝ, નિફ્ટી મીડિયા અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ એકથી સવા ટકો માઇનસ હતા. રિલાયન્સના સપોર્ટ વગર ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પોણો ટકો વધ્યો છે. આઇટી ઇન્ડેક્સ ૨૯,૬૦૫ના આગલા લેવલે જૈસે-થે હતો. મેટલ ઇન્ડેક્સ અડધો ટકો પ્લસ તો સામે ઑટો બેન્ચમાર્ક અડધો ટકો નરમ રહ્યો છે. 



લાર્સન ૨૨૮૩ની નવી વિક્રમી સપાટી બનાવી સાધારણ સુધારામાં ૨૨૭૨ના નવા શિખરે બંધ થયો છે. મારુતિ સુઝુકી ૮૫૦૩ના સ્તરે ફ્લેટ હતો. ઇન્ડ્સ ટાવર સાધારણ તો ભારતી ઍરટેલ અડધો ટકો ઢીલા હતા. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ સારાં પરિણામ પાછળ નવ ગણા કામકાજમાં ૩૯૧૬ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૪૨૭૫ થઈ સાડાસાત ટકા કે ૨૯૬ રૂપિયાની તેજીમાં ૪૨૫૭ બંધ આપીને ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. છેલ્લા પાંચ દિવસથી સતત તેજીની સર્કિટ મારતી રહેલી લોઢા ગ્રુપની નૅશનલ સ્ટાન્ડર્ડ્સ ઉપરમાં ૮૭૦૦ થઈ ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૭૪૬૨ બંધ આવ્યો છે. તાતા ગ્રુપની રાલીઝ ઇન્ડિયા નબળા રીઝલ્ટમાં પાંચ ગણા વૉલ્યુમે પોણાનવ ટકા તૂટી ૨૨૪ની અંદર ગયો છે. ટોરન્ટ પાવર સાતેક ગણા કામકાજમાં પોણાપાંચ ટકા કટ થઈ ૪૫૬ હતો. ન્યુરેકા વધુ ૮.૪ ટકા તૂટી ૩૩૪ના નવા તળિયે બંધ રહ્યો છે. આની સાથે આરતી ઇન્ડસ્ટ્રીઝ, ક્રિષ્ના ડાયગ્નો, લૌરસ લૅબ, નાટકો ફાર્મા, પિરામલ ફાર્મા, શિલ્પા મેડી, થાયરૉકૅર જેવા અન્ય હેલ્થકૅર શૅરોમાં પણ નવાં ઐતિહાસિક બૉટમ દેખાયાં છે. કામત હોટેલ્સ ૧૩૪ની નવી ટોચે જઈ દોઢેક ટકો વધીને ૧૩૦ હતી. મુંબઈની ડ્યુકોલ ઑર્ગેનિક્સનો ઇશ્યુ ૫૦.૬ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે ૧૧૭ ઉપર બંધ રહ્યો છે. 


ફૉલોઑન ઇશ્યુમાં અદાણી એન્ટર ડાઉન, અદાણી ગ્રીન ૭ ટકા તૂટ્યો 

રિલાયન્સનાં પરિણામ શુક્રવારે છે. બહુધા બજાર બંધ થયાં પછી મોડી સાંજે પરિણામ આવશે. બ્રોકરેજ હાઉસના સરેરાશ અંદાજ પ્રમાણે કંપની ૨૧ ટકાના વધારામાં ૨.૨૩ લાખ કરોડની આવક પર ૪.૪ ટકાના વૃદ્ધિદરથી ૧૬,૩૬૬ કરોડ નેટ પ્રૉફિટ કરે એવી ધારણા રખાય છે. બ્લુમબર્ગની અપેક્ષા ૧૬,૭૫૯ કરોડના નેટ પ્રૉફિટની છે. શૅર ગઈ કાલે સરેરાશ કરતાં સારા વૉલ્યુમે નીચામાં ૨૪૫૯ અને ઉપરમાં ૨૪૮૧ થઈ નજીવા ઘટાડે ૨૪૭૧ બંધ થયો છે. દરમ્યાન સેન્સેક્સના ૩૦માંથી ૧૦ અને નિફ્ટીના ૫૦માંથી ૧૫ શૅર વધ્યા છે. કોલ ઇન્ડિયા ૩.૩ ટકા વધી ૨૨૪ તથા યુપીએલ ૨.૨ ટકા વધી ૭૪૮ના બંધમાં નિફ્ટી ખાતે મોખરે હતા. ઓએનજીસી દોઢ ટકો સુધરી ૧૫૧ હતો. તાતા સ્ટીલ પોણા ટકાની આગેકૂચમાં ૧૨૩ બંધ રહ્યો છે. એસબીઆઇ લાઇફ, ભારત પેટ્રો, એચડીએફસી લાઇફ, એચડીએફસી બૅન્ક, ઍક્સિસ બૅન્ક, પાવરગ્રીડ જેવી જાતો અડધો-પોણો ટકો વધી છે. 


આ પણ વાંચો :  એચડીએફસી ટ‍્વિન્સની આગેવાની હેઠળ બજાર સુધારાની ચાલમાં ૬૧,૦૦૦ની ઉપર બંધ થયું

૨૦,૦૦૦ કરોડના મેગા ફૉલોઑન ઇશ્યુના ભારમાં અદાણી એન્ટર ૩.૭ ટકા કે ૧૩૪ રૂપિયા ગગડી ૩૪૬૧ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતો. ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણાબે ટકા, હિન્દુ. યુનિલીવર દોઢ ટકા, કોટક બૅન્ક પોણાબે ટકા, ટાઇટન દોઢ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૭ ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૬ ટકા, અલ્ટ્રાટેક એક ટકો ડાઉન હતા. અદાણીના અન્ય શૅરમાં અદાણી ગ્રીન ૬.૯ ટકા કે ૧૪૪ રૂપિયા ખરડાઈ ૧૯૫૧ હતો. અદાણી વિલ્મર દોઢ ટકા, એનડીટીવી ૩.૯ ટકા, અદાણી પાવર સાધારણ ઘટ્યા છે. એસીસી સવા ટકો પ્લસ હતો. અદાણી ટ્રાન્સ. પોણો ટકો સુધર્યો છે. તાતા મોટર્સ પોણાબે ટકા ઘટીને ૪૦૦ હતો. 

બૅન્કિંગ સેક્ટરના ૩૭માંથી ૨૨ શૅર નરમ, આઇટી ઇન્ડેક્સ યથાવત્ 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના ઘટાડા વચ્ચે ૧૨૯ પૉઇન્ટ જેવો સાધારણ ઘટી ૪૨,૩૨૯ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારામાં ૧૩ પૉઇન્ટ જેવો સામાન્ય પ્લસ હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૧૫ શૅર સુધર્યા છે. તામિલનાડુ મર્કેન્ટાઇલ યથાવત્ હતો. સૂર્યોદય સ્મૉલ બૅન્ક, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક તથા ઇન્ડિયન બૅન્ક અઢીથી પોણાત્રણ ટકા મજબૂત હતા. યુકો બૅન્ક દોઢ ટકા, પંજાબ સિંઘ બૅન્ક સવા ટકો અને કૅનેરા બૅન્ક એક ટકો વધ્યા છે. સામે આરબીએલ બૅન્ક, ડીસીબી બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક બેથી ત્રણ ટકા ડાઉન હતા. બંધન બૅન્ક, કોટક બૅન્ક અને ઇન્ડ્સઇન્ડ બૅન્કમાં દોઢથી પોણાબે ટકાની નરમાઈ આવી છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ દસેક પૉઇન્ટના નજીવા ઘટાડે ફ્લેટ હતો. અત્રે ૧૩૭માંથી ૬૨ શૅર સુધારામાં હતા. મુથુટ ફાઇનૅન્સ સાતેક ટકા ઊંચકાઈ ૨૬૩ થયો છે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ સાડાત્રણ ટકા ડાઉન હતો. નાયકા સળંગ પાંચ દિવસની નબળાઈ બાદ ગઈ કાલે ૧૨૯ના આગલા લેવલે જૈસે-થે રહ્યો છે. પેટીએમ પરચૂરણ સુધારે ૫૩૨, પૉલિસી બાઝાર દોઢ ટકો ઘટી ૪૩૯, એલઆઇસી પોણા ટકાની નરમાઈમાં ૭૦૨, ઝોમૅટો નામજોગ સુધારામાં ૫૧ જ્યારે સ્ટારહેલ્થ વધુ સવા ટકો કટ થઈને ૫૩૨ બંધ થયા છે. 

આઇટી ઇન્ડેક્સ ફ્લેટ હતો. એના ૬૦માંથી ૨૯ શૅર વધ્યા હતા. ડેટા મેટિક્સ ૧૧ ટકાની તેજીમાં ૩૦૭ બંધ આપીને મોખરે હતો. ટીસીએસ અડધો ટકો, ઇન્ફી સાધારણ નરમ અને વિપ્રો યથાવત્ રહ્યા છે. ઝી એન્ટર અઢી ટકા, ટીવી૧૮ બે ટકા, રાઉટ મોબાઇલ પોણાબે ટકા માઇનસ હતા. જસ્ટ ડાયલ સુધારાની ચાલ જાળવી રાખતાં અડધો ટકો વધી ૬૭૮ થયો છે. 

બોર્ડ મીટિંગ પૂર્વે હિન્દુ. ઝિન્ક નવી ટોચે, મહિન્દ્ર લાઇફ ૩.૩ ટકા પ્લસ 

ગોવા કાર્બનનો ત્રિમાસિક નફો ૫૭ ટકા વધીને આવતાં શૅર ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૬૧૮ વટાવી ૪.૩ ટકાની મજબૂતીમાં ૫૯૫ થયો છે. મહિન્દ્ર લાઇફ સ્પેસ મુંબઈ ખાતે બે સોસાયટી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. શૅર ૧૭ ગણા કામકાજમાં ઉપરમાં ૩૭૭ થઈ ૩.૩ ટકા ઊંચકાઈ ૩૫૮ રહ્યો છે. ગુજરાતની અતુલ ઑટો દ્વારા ઇલેક્ટ્રિકલ થ્રી વ્હીલર્સ બનાવવાની જાહેરાત થતાં શૅર ૩૬૯ની ત્રણ વર્ષની ટૉપ બતાવી ૪.૯ ટકાના ઉછાળે ૩૫૫ જોવાયો છે. શ્રદ્ધા ઇન્ફ્રા શુક્રવારે ૧૦ના શૅરના પાંચમા વિભાજનમાં એક્સ સ્પ્લિટ થવાનો છે. ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૦૫ના બેસ્ટ લેવલે ગયો છે. દીપ ડાયમન્ડ પણ ૧૦ના શૅરના એકમાં વિભાજનની પૂર્વસંધ્યાએ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૫૩ થયો છે. હેરિટેજ ફૂડ્સ શૅરદીઠ એક રાઇટ્સમાં એક્સ રાઇટ ૨૦મીએ થશે. ભાવ ગઈ કાલે ૩.૨ ટકા ઘટી ૩૫૨ હતો. હજૂર મલ્ટિ પ્રોજેક્ટ્સ બે શૅર દીઠ એક રાઇટમાં એક્સ રાઇટ થવાની પૂર્વસંધ્યાએ પાંચ ટકા ગગડી ૧૨૦ રહ્યો છે. એશિયન પેઇન્ટ્સ ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૧૬૦ કરોડની ધારણા સામે ૧૦૯૭ કરોડનો ચોખ્ખો નફો કરતાં ભાવ ૨૯૭૨થી ઘટી ૨૮૫૩ થઈ ૨.૬ ટકાની નબળાઈમાં ૨૮૬૮
થયો છે. હિન્દુસ્તાન ઝિન્કમાં ઇન્ટરિમ માટે બોર્ડ મીટિંગ બજાર બંધ થયા પછી હતી. શૅર ત્રણ ગણા કામકાજમાં ૩૮૩ની નવી ટૉપ બનાવી ૪.૬ ટકા ઊંચકાઈને ૩૭૭ બંધ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 02:35 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK