ઝોમાટો ફેમ એટર્નલના નફામાં ૯૦ ટકાનું ધોવાણ થવા છતાં શૅર તગડા ઉછાળે બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો : ફૉક્સ બિઝનેસ એક્સ-બોનસમાં નવા શિખરે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઝોમાટો ફેમ એટર્નલના નફામાં ૯૦ ટકાનું ધોવાણ થવા છતાં શૅર તગડા ઉછાળે બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો : ફૉક્સ બિઝનેસ એક્સ-બોનસમાં નવા શિખરે : સતત ખોટ કરતી ઇન્ડિક્યુબ સ્પેસિસ એકના શૅરદીઠ ૨૩૭ના ભાવે બુધવારે ૭૦૦ કરોડનો ઇશ્યુ લાવશે : બૅન્કિંગના ૪૧માંથી માત્ર ૧૪ શૅર પ્લસ, બૅન્ક નિફ્ટીમાં ૬૭૦ પૉઇન્ટની મજબૂતી : સારાં પરિણામની હૅટ-ટ્રિકમાં પારાદીપ ફૉસ્ફેટ ઑલટાઇમ હાઈ : માથે રિઝલ્ટ વચ્ચે બોરોસિલ રિન્યુએબલ્સ નવી ટોચે
સેન્સેક્સ આગલા બંધથી ૧૬૦ પૉઇન્ટ પ્લસ, ૮૧,૯૧૮ ખૂલી છેવટે ૪૪૨ પૉઇન્ટ સુધરી ૮૨,૨૦૦ તથા નિફ્ટી ૧૨૨ પૉઇન્ટ વધી ૨૫,૦૯૧ સોમવારે બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ બજાર તરત ઘટી નીચામાં ૮૧,૫૧૮ થયું હતું અને ત્યાંથી ઝડપી સુધારે પૉઝિટિવ ઝોનમાં આવી ઉપરમાં ૮૨,૨૭૪ વટાવી ગયું હતું. મોટા ભાગનાં સેક્ટોરલ પ્લસ હતાં. રિલાયન્સના ભારમાં એનર્જી ઇન્ડેક્સ સવા ટકા તથા ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક પોણા ટકા લપસ્યો હતો. FMCG ઇન્ડેક્સ અડધો ટકો, PSU બૅન્ક નિફ્ટી ૦.૬ ટકા, આઇટી ઇન્ડેક્સ ૦.૩ ટકા નરમ હતા. બૅન્કેક્સ, કૅપિટલ ગુડ્સ, મેટલ, ફાઇનૅન્સ, બૅન્ક નિફ્ટી જેવા સેક્ટોરલ એકથી સવા ટકો અપ હતાં. રસાકસીની માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૨૧ શૅર સામે ૧૪૫૮ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧.૫૨ લાખ કરોડ વધીને ૪૫૯.૮૯ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
ADVERTISEMENT
અલ્ટ્રાટેક સિમેન્ટ્સનો નેટ ત્રિમાસિક નફો ૪૯ ટકા વધીને ૨૨૨૫ કરોડ આવ્યો છે. એકંદર ધારણા ૨૪૬૩ કરોડ હતી. શૅર ૧૨,૭૧૨ નજીકની વિક્રમી સપાટીએ જઈને નીચામાં ૧૨,૩૮૧ બતાવી અડધો ટકો વધી ૧૨,૫૬૦ બંધ થયો છે. ભારત અર્થમૂવર તરફથી ૧૦ના શૅરનું પાંચ રૂપિયામાં વિભાજન નક્કી થયું છે. શૅર ઉપરમાં ૪૪૪૦ નજીક જઈ નીચામાં ૪૩૫૧ થઈ ૦.૭ ટકા ઘટીને ૪૩૭૩ બંધ હતો. ફૉક્સ બિઝનેસ સૉલ્યુશન્સ ૫૦ શૅરદીઠ ૨૯ શૅરના બોનસમાં એક્સ-બોનસ થતાં ૧૫૦ના શિખરે જઈ ૩.૫ ટકા વધી ત્યાં જ બંધ થયો છે. મહિન્દ્ર લૉજિસ્ટિક્સ ૮ શૅરદીઠ ત્રણના પ્રમાણમાં રાઇટમાં ૨૩મીએ એક્સ-રાઇટ થશે. શૅર ગઈ કાલે ત્રણ ટકા ગગડી ૩૯૯ હતો. લક્ષ્મી ડેન્ટલમાં મોતીલાલ ઓસવાલ તરફથી ૭૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થયો છે. શૅર ઉપરમાં ૫૧૦ નજીક જઈ પોણાચાર ટકા વધી ૪૯૯ બંધ હતો.
એશિયા ખાતે જપાન રજામાં હતું. ઇન્ડોનેશિયા સવા ટકા નજીક, ચાઇના-હૉન્ગકૉન્ગ તથા સાઉથ કોરિયા પોણા ટકા નજીક, સિંગાપોર અને થાઇલૅન્ડ સામાન્ય સુધારે બંધ હતાં. તાઇવાન નહીંવત્ ઘટ્યું છે. યુરોપ રનિંગમાં સાંકડી વધઘટે ફ્લૅટ હતું. બિટકૉઇન સવા ટકાના સુધારામાં ૧,૧૮,૮૦૦ ડૉલર ચાલતો હતો. ચાઇના તરફથી તિબેટ ખાતે બ્રહ્મપુત્રા નદી પર ૧.૨ લાખ કરોડ યુઆન એટલે કે ૧૭૦ અબજ ડૉલર બોલે તો ૧૪.૬૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચે મહાકાય ડૅમ બાંધવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારત માટે આ ઘણા જ માઠા સમાચાર છે.
બજાર બંધ થવાના ટાંકણે ઝોમાટો ફેમ એટર્નલ દ્વારા ૭૦ ટકાના વધારામાં ૭૧૬૭ કરોડની આવક ઉપર ૯૦ ટકાના ધોવાણમાં ૨૫ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅરદીઠ કમાણી (EPS) ૨૯ પૈસા હતી એ ગગડી ત્રણ પૈસા રહી છે. આવા ભંગાર પરિણામ વચ્ચે શૅર સાડાત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૭૭ નજીક જઈ ૫.૪ ટકાની તેજીમાં ૨૭૧ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની સેન્સેક્સને ૮૨ પૉઇન્ટ ફળ્યો છે.
દૂડલા ડેરીનો નફો ૩૧૦ લાખ ઘટ્યો, માર્કેટકૅપ ૬૭,૫૩૮ લાખ ડૂલ
પારાદીપ ફૉસ્ફેટ્સ દ્વારા આવક અને નફામાં ૨૦-૨૦ ટકા વૃદ્ધિ સાથે સતત ત્રીજા ક્વૉર્ટરમાં સારાં પરિણામ જારી થતાં શૅર ૪૧ ગણા કામકાજે ૧૯૩ની વિક્રમી સપાટી બનાવી ૭.૭ ટકાની તેજીમાં ૧૮૪ બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે ઝળક્યો છે. એની પાછળ ખાતર ઉદ્યોગના ૨૪માંથી ૧૭ શૅર પ્લસ હતા. શિવા ઍગ્રો, ઝુઆ, રામા ફૉસ્ફેટ્સ, ભારત ઍગ્રી, નાગાર્જુના ફર્ટિ, મૅન્ગલોર કેમિકલ્સ જેવી જાતો ત્રણથી છ ટકા જેવી મજબૂત થઈ હતી. બોરોસિલ રીન્યુએબલ્સનાં રિઝલ્ટ ૨૩મીએ છે. શૅર ૭ ગણા વૉલ્યુમે ૬૪૪ના શિખરે જઈ ૭.૮ ટકા ઊછળી ૬૩૧ રહ્યો છે. તિલકનગર ઇન્ડસ્ટ્રીઝમાં ભંડોળ ઊભું કરવા માટે ૨૩મીએ બોર્ડ મીટિંગની નોટિસ વાગતાં શૅર ૧૧ ગણા કામકાજે ઉપરમાં ૪૪૩ બતાવી ૫.૫ ટકાના જમ્પમાં ૪૧૯ થયો છે. માસ્ટેક તરફથી અન્ય આવકના સહારે ૨૮.૭ ટકાના વધારામાં ૯૨ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે જેમાં શૅર જંગી વૉલ્યુમે ઉપરમાં ૨૮૧૮ નજીક જઈને સવાસાત ટકા કે ૧૭૯ રૂપિયાની તેજીમાં ૨૬૭૧ બંધ રહ્યો છે.
કાચા માલના ભાવવધારાના કારણે માર્જિન પ્રેશરમાં આવતાં નોમુરાએ સિએટમાં ડાઉન ગ્રેડિંગ કર્યું છે. શૅર ગઈ કાલે ચાર ગણા કામકાજે નીચામાં ૩૫૨૫ થઈ છ ટકા કે ૨૨૬ રૂપિયા ખરડાઈ ૩૬૦૧ બંધ આવ્યો છે. પીસી જ્વેલર્સ સાડાસાત ટકા ગગડી ૧૫.૫૫ હતો. MRPL દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૬૬ કરોડના નફા સામે ૨૭૨ કરોડની ચોખ્ખી ખોટ દર્શાવાઈ છે. શૅર ૩ ગણા વૉલ્યુમે નીચામાં ૧૩૭ થઈ સાડાછ ટકા લથડી ૧૩૯ બંધમાં એનર્જી ઇન્ડેક્સ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. દૂડલા ડેરીનો ત્રિમાસિક નફો માંડ સવાત્રણ ટકા કે ૩૧૦ લાખ રૂપિયા ઘટીને ૬૨૯૦ લાખ રૂપિયા આવતાં શૅર ૧૪૬૦ની ઇન્ટ્રા-ડે હાઈથી તૂટી ૧૩૨૦ બતાવી ૭.૭ ટકા ખરડાઈ ૧૩૩૫ બંધ આવ્યો છે. નફો ૩૧૦ લાખ ઘટતાં માર્કેટકૅપ ૬૭૫ કરોડ સાફ થઈ ગયું છે.
HDFC બૅન્ક અને ICICI બૅન્કની તેજી બજારને ૫૧૫ પૉઇન્ટ ફળી
HDFC બૅન્ક દ્વારા સવાબાર ટકા જેવા વધારામાં ૧૮,૧૫૫ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. એમાંથી HDB ફાઇનૅન્શ્યલના આઇપીઓમાં ડાઇવેસ્ટમેન્ટ મારફત મળેલા ૬૯૪૯ કરોડના વન ટાઇમ ગેઇનને બાદ કરો તો વધારા જેવું કશું રહેતું નથી. બૅન્કની NPA સહેજ વધી છે. પ્રોવિઝનિંગમાંય વધારો થયો છે. મતલબ કે પરિણામમાં વાહ જેવું કંઈ નથી. શૅરદીઠ એક બોનસ જાહેર કર્યું એ જમા પાસું છે. શૅર કદાચ એની અસરમાં જ ગઈ કાલે ઉપરમાં ૨૦૦૨ થઈ સવાબે ટકા વધી ૨૦૦૦ના બંધમાં બજારને ૨૭૬ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. ICICI બૅન્ક દ્વારા ૧૨,૧૧૨ કરોડની વિશ્લેષકોની ધારણા સામે ૧૫ ટકા વૃદ્ધિદરથી ૧૨,૭૬૮ કરોડનો ચોખ્ખો નફો દર્શાવાતાં શૅર ઉપરમાં ૧૪૬૭ બતાવી ૨.૮ ટકા વધી ૧૪૬૬ બંધ થતાં બજારને ૨૩૯ પૉઇન્ટ મળ્યા છે. કોટક મહિન્દ્ર બૅન્કનાં પરિણામ ૨૬મીએ છે. શૅર ઉપરમાં ૨૧૬૭ થઈ એક ટકો વધી ૨૧૬૫ હતો.
બૅન્કિંગનું જૂન ક્વૉર્ટર નબળું રહેવાની આશંકા હાલ તો સાચી ઠરી છે. બહુમતી રિઝલ્ટ કમજોર આવ્યાં છે. આરબીએલ બૅન્કનો નફો ૪૬ ટકા ઘટી ૨૦૦ કરોડ થયો છે. શૅર બમણા કામકાજે નીચામાં ૨૫૫ની અંદર જઈ પોણો ટકો ઘટીને ૨૬૧ બંધ હતો. એયુ બૅન્કનો નફો ૧૬ ટકા વધી ૫૮૧ કરોડ વટાવી ગયો છે, પરંતુ એનપીએ વધતાં બ્રોકરેજ હાઉસ દ્વારા ડી-રેટિંગ શરૂ થયું છે. શૅર ગઈ કાલે પાંચ ગણા કામકાજે નીચામાં ૭૩૫ નીચે જઈ ૫.૨ ટકા બગડી ૭૫૩ બંધ હતો. બંધન બૅન્કનો નફો ૬૫ ટકા ગગડી ૩૭૨ રહ્યો છે. ભાવ નીચામાં ૧૭૮ થઈ અઢી ટકાની નરમાઈમાં ૧૮૨ હતો. નબળાં પરિણામ પાછળ શુક્રવારે સવાપાંચ ટકા તૂટેલી ઍક્સિસ બૅન્ક ગઈ કાલે ૧૦૭૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી નહીંવત્ સુધરી ૧૧૦૧ હતી. પંજાબ સિંઘ બૅન્કનો નફો ૪૮ ટકા વધી ૨૬૯ કરોડ આવ્યો છે. શૅર ૩૨ની અંદર જઈ એક ટકો ઘટીને ૩૨ નજીક હતો. યસ બૅન્કે ૫૯ ટકાના વધારામાં ૮૦૧ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે, છતાં શૅર નીચામાં ૨૦ થઈ નજીવા ઘટાડે ૨૦.૧૬ હતો. NPAમાં ઘટાડાના પગલે સેન્ટ્રલ બૅન્કે ૩૩ ટકાના વૃદ્ધિદરથી ૧૧૬૯ કરોડ નેટ નફો બતાવ્યો છે. શૅર ૩૮ની અંદર જઈ ૩૮.૧૩ના લેવલે ફ્લૅટ રહ્યો છે. યુનિયન બૅન્કનો નફો ૧૨ ટકા વધી ૪૧૧૬ કરોડ આવ્યો છે. NPA ઘટી છે, પણ શૅર ૧૪૧ની અંદર જઈ બે ટકાના ઘટાડે ૧૪૩ બંધ થયો છે.
બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૧૨માંથી પાંચ શૅર ઘટવા છતાં સવા ટકો કે ૬૭૦ પૉઇન્ટ ઊંચકાયો છે જે HDFC અને ICICI બૅન્ક જેવા હેવી વેઇટ્સના સુધારાનું પરિણામ છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૪ શૅરના સુધારા વચ્ચે ૦.૬ ટકા નરમ હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૪૧માંથી ગઈ કાલે ૧૪ શૅર પ્લસ હતા. કૅપિટલ સ્મૉલ બૅન્ક, ICICI બૅન્ક, HDFC બૅન્ક, જના સ્મૉલ બૅન્ક બેથી પાંચેક ટકા મજબૂત હતી. સામે એયુ બૅન્ક, બંધન બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, CSB બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, ધનલક્ષ્મી સવાથી પાંચ ટકા ખરડાઈ હતી.
અન્ય આવકના સહારે તગડો નફો કરનારી રિલાયન્સ રગદોળાઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે છ ટકાના વધારામાં કુલ ૨,૭૩,૨૫૨ કરોડની આવક ઉપર ૭૮ ટકાના વૃદ્ધિદરથી ૨૬,૯૯૪ કરોડ નેટ પ્રૉફિટ કરી બજારની ધારણા કરતાં સારો દેખાવ કર્યો છે. આમ છતાં શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે નીચામાં ૧૪૨૩ થઈ ૩.૩ ટકા બગડી ૧૪૨૮ બંધ આપી બજારને ૨૮૦ પૉઇન્ટ નડ્યો છે, શા માટે? કારણ કે નફામાં જે તગડો વધારો દેખાય છે એમાં ૮૯૨૪ કરોડના વન ટાઇમ ગેઇનનો મોટો હાથ છે. કંપનીએ એશિયન પેઇન્ટ્સ અને અન્ય કંપનીમાંના રોકાણને વેચી આ ભંડોળ મેળવેલું છે. સરવાળે મૂળ ધંધામાંથી મળતું માર્જિન ઘટ્યું હોવાનું માલૂમ પડે છે. મેઇન બેન્ચમાર્ક ખાતે અન્યમાં ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૩ ટકા, વિપ્રો અઢી ટકા, HCL ટેક્નૉ સવા ટકા, આઇશર સવા ટકો, TCS એક ટકો, હિન્દુસ્તાન યુનિલીવર એક ટકો ડાઉન હતા. માથે પરિણામ વચ્ચે ઇન્ફોસિસ નહીંવત્ ઘટી ૧૫૮૪ રહી છે.
ઝોમાટો ફેમ એટર્નલ પરિણામ બાદ ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૭૭ બતાવી ૫.૪ ટકા ઊછળી ૨૭૧ બંધ આવી છે. એની હરીફ સ્વિગીનાં રિઝલ્ટ ૩૧મીએ છે. શૅર ૧.૮ ટકા વધીને ૩૮૫ હતો. ઇજનેરી જાયન્ટ લાર્સનનાં પરિણામ ૨૯મીએ આવવાનાં છે. શૅર ગઈ કાલે દોઢા કામકાજે ૩૪૪૪ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૩૫૦૭ થઈ એક ટકો વધી ૩૫૦૦ રહ્યો છે. ભારત ઇલેક્ટ્રિક ૧.૪ ટકા, મહિન્દ્ર ૧.૮ ટકા, HDFC લાઇફ પોણાબે ટકા, શ્રીરામ ફાઇનૅન્સ દોઢ ટકા, હિન્દાલ્કો એક ટકા, બજાજ ઑટો ૧.૧ ટકા, બજાજ ફીનસર્વ એક ટકો જેવા અપ હતા. તાતા સ્ટીલ પરિણામ ૩૦મીએ જાહેર કરવાની છે. શૅર સહેજ વધીને ૧૬૩ બંધ હતો. તાતા મોટર્સનાં પરિણામને ઘણી વાર છે. ૮ ઑગસ્ટે રિઝલ્ટ આવશે. શૅર એક ટકો સુધરી ૬૮૭ બંધ હતો. સેબી તરફથી જેન સ્ટ્રીટને ભારતીય બજારમાં કામકાજ કરવાની છૂટ આપશે એવા અહેવાલમાં BSE લિમિટેડ ત્રણ ટકાની મજબૂતીમાં ૨૫૨૧ થયો છે. MCX ૦.૪ ટકા વધી ૮૨૬૬ રહી છે.