લાંબા ગાળાના ચાર્ટ પર લોઅર ટૉપ બનતું જોવાય છે. મોટા કડાકા આવે ત્યારે જ રોકાણ કરવાનું વિચારવું. સારાં પરિણામો ખાસ અસર કરતાં નથી અને નબળાં પરિણામે ઘટાડા જોવાય છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૯૮૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૯૧.૧૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫,૦૩૨.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૪૨.૭૪ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૭૫૭.૭૩ બંધ રહ્યો. ઉપરમાં ૮૨,૦૦૦ ઉપર ૮૨,૨૩૦, ૮૨,૪૩૦, ૮૨,૬૩૦, ૮૨,૭૬૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૧,૬૦૮ નીચે ૮૧,૫૨૦, ૮૧,૨૯૦, ૮૧,૦૫૦, ૮૦,૯૯૦ સુધીની શક્યતા જોવા મળશે. ૮૦,૯૯૦ નીચે ભારે વેચવાલી જોવા મળી શકે. બજારમાં FII સતત વેચવાલ જ છે. દરેક ઉછાળે વેચવાલી જોવા મળે છે. લાંબા ગાળાના ચાર્ટ પર લોઅર ટૉપ બનતું જોવાય છે. મોટા કડાકા આવે ત્યારે જ રોકાણ કરવાનું વિચારવું. સારાં પરિણામો ખાસ અસર કરતાં નથી અને નબળાં પરિણામે ઘટાડા જોવાય છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (એટલે કે બન્ને ટ્રેન્ડલાઇનો ટ્રેન્ડની વિરુદ્ધ દિશામાં નીચે તરફ ઢળતી હોય છે. બેરિશ ફ્લૅગમાં હાયર ટૉપને કનેક્ટ કરીને અપર ટ્રેન્ડલાઇન અને હાયર બૉટમને કનેક્ટ કરીને લોઅર ટ્રેન્ડલાઇન દોરવામાં આવે છે એટલે કે બન્ને ટ્રેન્ડલાઇનો ટ્રેન્ડની વિરુદ્ધ દિશામાં ઉપર તરફ જતી હોય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૨૭૬.૭૨ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
માઝગાવ ડૉક (૨૯૮૨.૦૦) : ૩૭૭૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦૨૦ ઉપર ૩૦૪૭, ૩૦૭૭, ૩૧૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૯૭૨ નીચે ૨૯૦૨, ૨૮૫૫ સુધીની શક્યતા જોવા મળશે.
એસબીઆઇ લાઇફ (૧૭૮૮.૪૦):ઃ ૧૮૫૬.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૧૨ ઉપર ૧૮૨૯ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૭૫૪ નીચે ૧૭૪૮, ૧૭૨૦ સુધીની શક્યતા જોવા મળશે. ૧૭૨૦ નીચે ૧૬૮૨ સુધી આવી શકે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૪૧૫.૬૦) : ૫૭૮૪૯.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૮૮૦ ઉપર ૫૬,૯૨૩, ૫૭,૩૮૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૬,૩૫૪ નીચે ૫૬,૨૮૦, ૫૬,૧૩૦, ૫૫,૯૭૫, ૫૫,૮૨૦, ૫૫,૬૧૫ સુધીની શક્યતા જોવા મળશે. ૫૫,૬૧૫ નીચે ભારે વેચવાલી જોવા મળી શકે.
નિફ્ટી ફ્યુચર (૨૫,૦૩૨.૩૦)

૨૫,૭૯૨.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૦૭૦ ઉપર ૨૫,૨૧૯, ૨૫,૨૭૫, ૨૫,૩૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૯૮૧ નીચે ૨૪,૯૫૦, ૨૪,૮૮૦, ૨૪,૮૦૦, ૨૪,૭૪૫ સુધીની શક્યતા જોવા મળશે. ૨૪,૭૪૫ નીચે ભારે વેચવાલી જોવા મળી શકે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ભારત ડાયનેમિક્સ (૧૬૭૧.૬૦)

૨૦૧૩.૫૦ ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૦૮ ઉપર ૧૭૨૪, ૧૭૬૨, ૧૭૯૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૬૮ નીચે ૧૬૫૦, ૧૬૧૩, ૧૫૭૬, ૧૫૩૮, ૧૫૦૨ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ (૪૬૫૧.૭૦)

૫૦૬૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૭૦૧ ઉપર ૪૭૬૮, ૪૮૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૬૪૩ નીચે ૪૬૩૫ તૂટે તો ૪૫૬૯, ૪૫૦૨, ૪૪૩૭, ૪૩૭૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.


