આઇસી૧૫ ઇન્ડેક્સ ૩૦૮૬ પૉઇન્ટ ઘટ્યો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન સરકારે બિટકૉઇનમાં બે અબજ ડૉલર ટ્રાન્સફર કર્યા એ ઘટનાને પગલે તથા પ્રૉફિટ બુકિંગને કારણે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૩.૫૫ ટકા (૩૦૮૬ પૉઇન્ટ) ઘટીને ૮૩,૮૫૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૬,૯૩૮ ખૂલીને ૮૭,૨૯૧ની ઉપલી અને ૮૨,૭૮૩ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી એક્સઆરપીને બાદ કરતાં તમામ ઘટક કૉઇન ઘટ્યા હતા. અવાલાંશ, સોલાના, બિટકૉઇન અને કાર્ડાનોમાં ૩થી ૭ ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.
દરમ્યાન ભારતીય રિઝર્વ બૅન્કે એના નવીનતમ અહેવાલમાં જણાવ્યું છે કે દેશની સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી–ઈરૂપીનો ઉપયોગ સરહદ પારના પેમેન્ટ માટે કરવામાં આવશે અને એ રીતે ભારતીય રૂપિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાશે.
ADVERTISEMENT
અન્ય એક અહેવાલ મુજબ કતર ડિજિટલ ઍસેટ્સના નિયમન માટે વ્યાપક કાનૂની માળખું ઘડવાની તૈયારી કરી રહ્યું છે. બીજી બાજુ, સ્લોવેનિયા સોવરિન ડિજિટલ બૉન્ડ ઇશ્યુ કરનારું પ્રથમ યુરોપિયન યુનિયન રાષ્ટ્ર હશે. બીએનપી પારિબાના ઉપક્રમે આ ડિજિટલ બૉન્ડ ઇશ્યુ કરવામાં આવશે.

