° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


Opening Bell: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 235 અંક ઉપર

20 November, 2020 09:30 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Opening Bell: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 235 અંક ઉપર

બીએસઈ

બીએસઈ

આજે કારોબારમાં અંતિમ દિવસે ભારતીય શૅર બજારની વધારા સાથે શરૂઆત થઈ છે. વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 43,889.40 સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીએ 12,855.20 સુધી ઉછળ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.14 ટકાની મજબૂતી દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.19 ટકાનો વધારો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.92 ટકાના વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 235.41 અંક એટલે કે 0.54 ટકાના વધારાની સાથે 43835.37 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 66.80 અંક એટલે કે 0.52 ટકા ઉછળીને 12838.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ અને ફાર્મા શેરોમાં 0.43-2.01 ટકા વધારા સાથે કારોબાર થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.59 ટકા મજબૂત થઈને 29,073.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, ટાઈટન, હિંડાલ્કો, બ્રિટાનિયા અને નેસ્લે ઈન્ડિયા 1.58-2.30 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં યુપીએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ લાઈફ, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ અને એક્સિસ બેન્ક 0.48-1.58 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં જિંદાલ સ્ટીલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઑબરોય રિયલ્ટી, ભારત ઈલેક્ટ્રિક અને બજાજ હોલ્ડિંગ્સ 2.65-4.63 ટકા સુધી ઉછળા છે. જ્યારે કંસાઈ નેરોલેક, ટોરેન્ટ ફાર્મા, ટીવીએસ મોટર, સન ટીવી નેટવર્ક અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ 1.21-0.06 ટકા ઘટ્યો છે.

20 November, 2020 09:30 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK