નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૮૮૭.૪૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૧૩.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૮૯૮.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૦૯.૧૯ પૉઇન્ટના નેટ સુધારે ૮૧,૩૦૬.૮૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૪૦૦ ઉપર ૮૧,૬૭૦, ૮૧,૯૩૫, ૮૨,૨૧૦, ૮૨,૨૩૧ પ્રતિકારક સપાટી ગણાય. એની ઉપર ૮૨,૪૫૦, ૮૨,૬૫૦ સુધીની શક્યતા. નીચામાં ૮૧,૨૪૦ નીચે ૮૧,૨૦૨, ૮૧,૦૮૫ તૂટે તો ૮૦,૦૪૦, ૭૯,૭૭૨ મહત્ત્વની સપાટી ગણાય. જેની નીચે ૭૯,૫૦૦, ૭૯,૨૩૦ સુધીની શક્યતા. ગયા સપ્તાહે પણ જણાવેલા પ્રત્યાઘાતી ઉછાળા ધારણા મુજબના નથી હોતા, કારણ કે ઑપરેટરોએ પણ ઉછાળે હળવા થવું હોય છે. માસિક એક્સપાયરીનું સપતાહ છે. પોઝિશન પ્રમાણે બેતરફી અફડાતફડી જોવાશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (WEDGE FORMATION=વેજ ફૉર્મેશન ચાલુ ટ્રેન્ડમાં અવારનવાર જોવા મળે છે અને એની ગણના સામાન્ય રીતે કન્ટિન્યુએશન પૅટર્ન તરીકે થાય છે. વેજ ટૉપ અથવા બૉટમ વખતે જોવા મળે તો ટ્રેન્ડ રિવર્સલનો સંકેત આપે છે. વેજ ફૉર્મેશન સામાન્ય રીતે સિમેટ્રિકલ સાથે સામ્યતા ધરાવે છે. આ બેમાં આકાર અને નિર્માણ પામવામાં લાગતા સમયમાં સામ્યતા જોવા મળે છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૮૮૨.૨૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
બંધન બૅન્ક (૧૭૩.૨૩) ૧૬૦.૭૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૭ ઉપર ૧૮૧ કુદાવે તો ૧૮૬ અને ૧૯૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૭૦ નીચે ૧૬૮ સપોર્ટ ગણાય.
આઇટીસી (૩૯૮.૩૦) ૪૩૬.૨૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૦૭ ઉપર ૪૧૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૯૭ નીચે ૩૮૩ મહત્ત્વની સપાટી ગણાય. રોકાણકારોએ દૂર રહેવું. ૯૮.૪૧ના બૉમથી ૪૮૦.૮૮ સુધી ગયા બાદ ટ્રેન્ડ નરમાઈતરફી છે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૫,૨૭૦.૬૦) ૫૭,૮૪૯.૮૦ના ટોપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૪૯૦ ઉપર ૫૫,૫૯૦, ૫૫,૭૬૫, ૫૫,૯૪૦, ૫૬,૧૨૦, ૫૬,૨૮૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૫,૨૨૫ નીચે ૫૫,૦૭૦ મહત્ત્વનો સપોર્ટ ગણાય. જેની નીચે નબળાઈ સમજવી. ૫૫,૦૭૦ નીચે ૫૪,૮૯૦, ૫૪,૬૮૦, ૫૪,૩૬૦ સુધીની શક્યતા.
નિફ્ટી ફ્યુચર (૨૪,૮૯૮.૨૦)

૨૫,૪૦૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૯૭૫ ઉપર ૨૫,૦૧૫, ૨૫,૧૦૦, ૨૫,૧૯૦ કુદાવે તો ૨૫,૨૭૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪,૮૮૦, ૨૪,૮૩૫ નીચે નબળાઈ સમજવી. ૨૪,૮૩૫ નીચે ૨૪,૭૫૦, ૨૪,૬૬૦, ૨૪,૫૮૦, ૨૪,૪૭૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ઇન્ડિયન હોટેલ (૭૮૮.૮૫)

૭૩૨.૮૦ બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૦૦ ઉપર ૮૧૩ કુદાવે તો ૮૨૬, ૮૩૮ સુધીની શક્યતા. નીચામાં ૭૮૨ નીચે ૭૭૧ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
આદિત્ય બિરલા ફૅશન (૮૧.૨૫)

૭૨.૬૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૨ ઉપર ૮૪, ૮૬, ૮૮, ૯૧ સુધીની શક્યતા. નીચામાં ૭૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.


