Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૨૦થી ૨૪ જૂન મહત્ત્વની ટર્નિંગ

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૨૦થી ૨૪ જૂન મહત્ત્વની ટર્નિંગ

Published : 16 June, 2025 08:11 AM | Modified : 18 June, 2025 06:56 AM | IST | Mumbai
Ashok Trivedi

અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૬૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૬૮.૯૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૭૨૭.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૦૭૦.૩૯ પૉઇન્ટના નેટ સુધારે ૮૧,૧૧૮.૬૦ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૪૪૦ ઉપર ૮૧,૫૨૪, ૮૧,૬૦૦, ૮૧,૮૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૦,૩૫૪ નીચે ૮૦,૩૪૪, ૮૦,૧૫૦, ૭૯,૯૨૦, ૭૯,૬૮૦ સુધીની શક્યતા જોવા મળશે. ૨૦થી ૨૪ જૂન ગેનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. વર્તમાન ઘટાડો ઇઝરાયલ–ઈરાન યુદ્ધના લીધે છે.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (MEASURING TECHNIQUE = ડાયમન્ડ ફૉર્મેશનની મેજરિંગ ટેક્નિક બીજી બધી ટ્રાયેન્ગલ પૅટર્ન જેવી જ છે જે આપણે અગાઉના લેખોમાં જોઈ ગયા છીએ. પૅટર્નના પહોળામાં પહોળા ભાગનું એટલે કે ડાયમન્ડ પૅટર્નના મધ્ય ભાગનું ઊભું અંતર બ્રેકઆઉટ પૉઇન્ટમાંથી બાદ કરતાં જે ભાવ આવે ત્યાં સુધી ભાવો ઓછામાં ઓછા ઘટશે એમ ધારી શકાય.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૯૩૨.૦૮ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



જિયો ફાઇનૅન્સ (૨૯૪.૦૫): ૩૦૬.૮૫નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦૦ ઉપર ૩૦૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૮૭ નીચે ૨૭૯, ૨૭૩, ૨૬૬ સુધીની શક્યતા જોવા મળશે. ઘોડો અને જૉકી બન્ને મજબૂત. મોટા પૅનિકમાં રોકાણ કરી શકાય. કોઈ ટેન્શન નહીં.


વિપ્રો (૨૬૦.૨૧): ૨૪૫ના બૉટમથી ધીમા સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬૪ કુદાવે તો ૨૭૦થી ૨૭૫ સુધીની રેન્જ ગણાય. નીચામાં ૨૫૭ નીચે ૨૫૦ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૫,૬૧૪.૪૦): ૫૭,૧૬૫.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૮૦૦ ઉપર ૫૬,૨૦૦, ૫૬,૨૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૫,૩૫૦ નીચે ૫૫,૩૩૦, ૫૫,૧૦૦, ૫૪,૮૭૦, ૫૪,૭૦૦, ૫૪,૬૫૦, ૫૪,૪૨૦ સુધીની શક્યતા જોવા મળશે. 


નિફ્ટી ફ્યુચર (૨૪,૭૨૭.૪૦)

૨૫,૩૦૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૭૯૦ ઉપર ૨૪,૯૦૨, ૨૪,૯૭૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૬૪૫ નીચે ૨૪,૫૭૫ તૂટે તો ૨૪,૫૬૦, ૨૪,૪૭૦, ૨૪,૩૯૦, ૨૪,૩૧૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

રિલાયન્સ (૧૪૨૭.૯૦) 

૧૪૬૮.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને  અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૩૬, ૧૪૫૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૪૧૪ નીચે ૧૩૯૫, ૧૩૮૪ તૂટે તો ૧૩૮૦, ૧૩૬૭ સુધીની શક્યતા જોવા મળશે. સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

એન્જલ વન (૨૯૨૪.૯૦) 

૩૨૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦૭૪ ઉપર ૩૧૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૯૦૧ નીચે ૨૮૬૧, ૨૭૭૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2025 06:56 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK