° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


નિફ્ટી ફ્યુચર : ઉપરમાં ૧૭,૪૯૦ અને નીચામાં ૧૭,૩૪૫ મહત્ત્વની સપાટીઓ

13 March, 2023 05:05 PM IST | Mumbai
Ashok Trivedi

અપ ટ્રેન્ડ વખતે ભાવો જ્યારે અપર ચૅનલ લાઇન પાસે આવે ત્યારે માર્કેટ ઓવરબૉટ ઝોનમાં હોય તો લેણ મૂકી વેચાણ કરી શકાય અને ડાઉન ટ્રેન્ડ વખતે ભાવો જ્યારે લોઅર ચૅનલ લાઇન પાસે આવે ત્યારે માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાં હોય તો વેચાણ કાપી લેણ કરી શકાય.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૩૬૭ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૨૧૯ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭,૪૫૨.૫૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૬૭૩.૮૪ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૯,૧૩૫.૧૩ બંધ રહ્યો. ઉપરમાં ૫૯,૨૬૩ ઉપર ૫૯,૭૫૧, ૬૦,૪૯૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૮,૮૮૪ નીચે ૫૮,૭૯૫ તૂટે તો ૫૮,૪૭૦, ૫૮,૦૦૦, ૫૭,૫૫૦ સપોર્ટ ગણાય. શુક્રવારે ચાર્ટ પર મોટો ગૅપ પડ્યો છે. નીચા મથાળે વેચનારે સાવચેત રહેવું.

નિફ્ટી ફ્યુચર ટૂંકા અને મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ઉપરમાં ૧૮,૧૫૦, ૧૮,૨૨૮ અને ૧૮,૩૭૪ મહત્ત્વની સપાટી ગણાય. લાંબા ગાળાનો ટ્રેન્ડ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (ટ્રેન્ડ લાઇન અને ચૅનલ લાઇન વચ્ચેના ગાળાને ટ્રેન્ડ ચૅનલ કહેવામાં આવે છે. ભાવોની વધ-ઘટ મોટે ભાગે ટ્રેન્ડ ચૅનલમાં રહે છે. અપ ટ્રેન્ડ વખતે ભાવો જ્યારે અપર ચૅનલ લાઇન પાસે આવે ત્યારે માર્કેટ ઓવરબૉટ ઝોનમાં હોય તો લેણ મૂકી વેચાણ કરી શકાય અને ડાઉન ટ્રેન્ડ વખતે ભાવો જ્યારે લોઅર ચૅનલ લાઇન પાસે આવે ત્યારે માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાં હોય તો વેચાણ કાપી લેણ કરી શકાય. અનુભવી ચાર્ટિસ્ટો હંમેશાં ટ્રેન્ડ ચૅનલ પર વિશેષ ધ્યાન આપતા હોય છે. એવી જ રીતે અપ ટ્રેન્ડ વખતે ભાવો ટ્રેન્ડ ચૅનલમાં ગતિ કરતા હોય, પરંતુ ઉપરની ચૅનલ લાઇન સુધી પહોંચ્યા વગર જ નીચે તરફ પાછા વળે તો એને ટ્રેન્ડની નબળાઈ ગણી શકાય અને અપ ટ્રેન્ડ લાઇન તૂટશે એમ માની શકાય.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૬૩૨.૪૦ છે, જે ક્લૉઝિંગ  પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.            

ઍક્સિસ બૅન્ક (૮૫૧.૯૦): ૯૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૭૪ ઉપર ૮૯૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૪૪ નીચે ૮૪૦ તૂટે તો ૮૨૯ મહત્ત્વની સપાટી ગણાય.  

રિલાયન્સ (૨૩૨૨.૭૦) : ૨૭૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૧૯ ઉપર ૨૪૫૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૩૧૩ નીચે ૨૨૯૩ સપોર્ટ ગણાય, જેની નીચે વધુ નરમાઈ જોવા મળશે.    

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૦,૬૧૪.૫૦): ઉપરમાં ૪૧,૭૯૯ સુધીનો ઉછાળો દર્શાવી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧,૦૫૦ ઉપર ૪૧,૩૬૯, ૪૧,૭૯૯ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૧,૨૭૦ નીચે ૪૧,૧૨૦, ૪૦,૯૭૦, ૪૦,૮૧૦ તૂટે તો ૪૦,૦૮૦ મહત્ત્વનો સપોર્ટ ગણાય.    

નિફ્ટી ફ્યુચર (૧૭૪૫૨.૫૫)

ઉપરમાં ૧૭,૮૬૩.૯૦ સુધીનો ઉછાળો દર્શાવી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭,૪૯૦ ઉપર ૧૭,૬૩૫ કુદાવે તો ૧૭,૮૧૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૭,૩૬૭ નીચે ૧૭,૩૪૫ તૂટે તો ૧૭,૨૯૫, ૧૭,૧૮૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

એલ ઍન્ડ ટી ટેક્નૉલૉજી (૩૬૬૩.૩૦) 

૩૮૪૦ના ટૉપથી નરમાઈતરફી  છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૭૨૨ ઉપર ૩૭૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૬૧૧ નીચે ૩૬૦૧ તૂટતાં ૩૫૬૬, ૩૫૨૭, ૩૪૮૮, ૩૪૫૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.  

પિરામલ એન્ટરપ્રાઇઝિસ (૭૪૫.૪૦) 

૯૦૯.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૮૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૪૩ નીચે ૭૦૦, ૬૬૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

‘તક’ દીરમાં તક છે જ, તું ‘તક’ લીફમાં તક શોધ,  તકલીફમાં તક શોધે એ પાછા નથી પડતા.  -  હરીશ ઠક્કર

13 March, 2023 05:05 PM IST | Mumbai | Ashok Trivedi

અન્ય લેખો

સાંકડી રેન્જ સાથે પૉઝિટિવ ઝોન રાખીને બજાર સીમિત સુધારામાં, માર્કેટ બ્રેડ્થ મજબૂત

ટીસીએસ પોણો ટકો સુધર્યો, ઇન્ફી નજીવો નરમ, વિપ્રો જૈસે-થે : આવકવેરાના દરોડામાં શોભા તૂટ્યો, સુલા વાઇન યાર્ડ‍્સને બાયનું રેટિંગ ફળ્યું : વીએસટી ટીલર્સમાં ૧૬૪ રૂપિયાનો ઉછાળો આવ્યો 

23 March, 2023 12:06 IST | Mumbai | Anil Patel

દેશની માત્ર ૨૪ ટકા કંપનીઓ જ સાઇબર સિક્યૉરિટી માટે સક્ષમ

સિસ્કો નામની કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેનું તારણ

22 March, 2023 04:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક ઇકૉનૉમી ભારતીય અર્થતંત્રને નબળું નહીં પાડી શકે : રિઝર્વ બૅન્ક

કોવિડના રોગચાળામાં બહાર આવ્યું અને મજબૂત સ્થાનિક સ્થિતિની અસર

22 March, 2023 04:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK