મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી ઍસેટ્સમાં સતત પાંચમા મહિને પણ ઘટાડો નોંધાયો
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઑક્ટોબર દરમ્યાન ઇક્વિટી ફન્ડમાં ૯૨૫૮ કરોડ રૂપિયાનો નેટ આઉટફ્લો જોવા મYયો છે જે આગલા વર્ષે આ સમયગાળામાં નેટ ઇનફ્લો ૩૭૫૦ કરોડ રૂપિયા જેટલો હતો. ઇક્વિટી સેગમેન્ટમાં છેલ્લા પાંચ મહિનાના નેટ આઉટફ્લોની વિગત જોઈએ.
ADVERTISEMENT
ઑક્ટોબરમાં નેટ આઉટફ્લો ૧૯૮૪ કરોડ રૂપિયા, સપ્ટેમ્બરમાં ૩૫૫૯ કરોડ રૂપિયા, ઑગસ્ટમાં ૨૨૮૬ કરોડ રૂપિયા, જુલાઈમાં ૯૪૯ કરોડ રૂપિયા અને જૂનમાં ૨૮૬ કરોડ રૂપિયા રહ્યો હતો.