Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભલભલાના વાળ ઊભા કરી દે એવો છે વાળનો બિઝનેસ

ભલભલાના વાળ ઊભા કરી દે એવો છે વાળનો બિઝનેસ

28 April, 2024 09:47 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

દુનિયામાં હ્યુમન હેર એક્સપોર્ટમાં ભારત પહેલા ક્રમાંકે છે, કારણ કે ભારતીય વાળ દુનિયામાં શ્રેષ્ઠ કવૉલિટીના મનાય છે. ગયા મહિને EDએ ચીનના એજન્ટ દ્વારા થઈ રહેલો વાળના સ્મગલિંગનો પર્દાફાશ કર્યો જેમાં અબજો રૂપિયા સંડોવાયેલા હતા.

પંકજ ભૂપતકર, વિગ-મેકર

પંકજ ભૂપતકર, વિગ-મેકર


કોઈ તમને કહે કે તમારા વાળ તો કાળું સોનું છે અને તમારા એક કિલો વાળની વૅલ્યુ માર્કેટમાં ૧૫,૦૦૦થી એક લાખ રૂપિયા સુધીની હોઈ શકે, તો તમે માનો ખરા? અફકોર્સ, વાળને આપણે ઘરની ખેતી તરીકે ઓળખીએ છીએ અને આજના સમયમાં જ્યારે દિન દુગના અને રાત ચૌગુનીની ગતિએ વાળ ખરવાનો સિલસિલો લગભગ દરેક વ્યક્તિના જીવનનો હિસ્સો બની રહ્યો છે ત્યારે આપણા ખરતા અથવા સૅલોંમાં જઈને આપણે કપાવી રહેલા કે ડોનેટ કરી રહેલા વાળ કોઈકને માટે કરોડો રૂપિયાનું વળતર રળી આપતું કાળું સોનું હોય એ સ્વીકારવું અઘરું પડે, પરંતુ જાણી લો કે આ નરી વાસ્તવિકતા છે અને ભારત દુનિયામાં હ્યુમન હેર એક્સપોર્ટમાં પહેલા નંબરે આવે છે. એના આંકડાઓની ચર્ચા પછી કરીશું. પહેલાં એક મહિના પહેલાં જ આવેલા ન્યુઝ વિશે જાણીએ. એમાં બન્યું એવું કે ભારતની આજકાલ ખૂબ ચર્ચામાં રહેલી સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા ભારતમાંથી મ્યાનમાર, બંગલાદેશ અને ચીનમાં સ્મગલ થઈ રહેલા હેરનું રૅકેટ પકડવામાં આવ્યું છે. ભારતીય વાળની દાણચોરીનું આ રૅકેટ દોઢ બિલ્યન ડૉલરનું હોવાની સંભાવના વિવિધ મીડિયા રિપોર્ટમાં નિષ્ણાતો દ્વારા દર્શાવાઈ છે. દોઢ ‌બિલ્યન ડૉલર એટલે ભારતીય કરન્સી પ્રમાણે ૧,૨૫,૦૫,૫૬,૦૦,૦૦૦ રૂપિયા થયા. ઉચ્ચ ગુણવત્તાવાળા વાળ માટે ભારતીય વાળનો દુનિયામાં ડંકો વાગે છે અને દુનિયાની ભાગ્યે જ કોઈ એવી હેર-વિગ કે હેર એક્સટેન્શનની પ્રોડક્ટ હશે જેમાં ભારતીયોના વાળનો ઉપયોગ ન થયો હોય. ભારતીય વાળની આ ડિમાન્ડને કારણે જ તિરુપતિમાં આવતા વાળનો પ્રતિ વર્ષ એક્સપોર્ટનો ઑફિશ્યલ આંકડો ૧૫૦ કરોડ રૂપિયાનો છે. જોકે અનઑફિશ્યલ સ્તરે આ આંકડો અનેકગણો વધારે હોવાનું માર્કેટના નિષ્ણાતો માને છે. હ્યુમન હેર રૅકેટના EDએ કરેલા પર્દાફાશ પછી એ આંકડો અધધધ મોટો હોય એવું માનવામાં અતિશયોક્તિ નહીં ગણાય. વાળનું ખરવું એક સામાન્ય લાગતી બાબત કોઈક માટે રોજી-રોટીનું માધ્યમ અને અબજો કરોડ રૂપિયાની ઇન્ડસ્ટ્રી કઈ રીતે બને છે અને એ કઈ રીતે કામ કરે છે એ વિષય પર નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ...

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 09:47 AM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK