Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ruchita Shah

લેખ

પ્રતીકાત્મક તસવીર

પીડા હરશે પોટલી

આયુર્વેદની દવા અને હેલ્થથી ભરપૂર ખાદ્ય સામગ્રીને પોટલીમાં ભરીને એનો ગરમ શેક કરવાની પદ્ધતિ આજકાલ સોશ્યલ મીડિયા પર પૉપ્યુલર થઈ રહી છે

03 May, 2025 06:35 IST | Mumbai | Ruchita Shah
સેવાને સમર્પિત નલિનીબહેન અને પ્રવીણ શાહ. )તસવીરો: આશિષ રાજે)

અમે ભૂખ્યા રહીશું, પણ મૂંગા જીવોને ભૂખ્યા નહીં રાખીએ

સંકલ્પશક્તિ એવી વસ્તુ છે કે જો એને આત્મસાત્ કરી લીધી તો ભલભલી તકલીફોમાં પણ ટકી રહેવાનું સામર્થ્ય તમે કેળવી શકતા હો છો. એમાં પછી તમારી બીમારી નથી નડતી કે તમારી ઉંમરને કારણે આવતી અક્ષમતાઓ પણ આડે નથી આવતી.

02 May, 2025 07:04 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

કયાં છે તમારાં ફેવરિટ પુસ્તકો?

આજે વર્લ્ડ બુક ઍન્ડ કૉપીરાઇટ ડે છે એ નિમિત્તે ત્રણ દિગ્ગજ લેખકોને અમે પૂછ્યું... : જેમને વાંચીને દુનિયાના અસંખ્ય વાચકો ઘડાયા છે તેઓ પોતે કોના લેખનથી પ્રભાવિત થયા એ વિશે ત્રણ વિખ્યાત ગુજરાતી લેખકો પાસેથી જાણીએ

23 April, 2025 12:59 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

ઊંઘ ન આવતી હોય તો લેટેસ્ટ શૉર્ટકટના રવાડે ન ચડી જતા

ત્રીસ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ લાવી આપતી, નિરુપદ્રવી હોવાનો દાવો કરતી મેલટોનિન નામનાં સ્લીપ હૉર્મોન્સ ધરાવતી જેલી જેવી સ્લીપ ગમીઝની ડિમાન્ડ સતત વધી રહી છે. ઊંઘની દવાના આ નવા સ્વરૂપથી શું કામ અંતર રાખવું એ વિશે નિષ્ણાતો સાથે વાત કરીએ

21 April, 2025 03:50 IST | Mumbai | Ruchita Shah

ફોટા

આ છે અનુઠાં તપસ્વી રત્નો

આકરામાં આકરું તપ વિપરીતમાં વિપરીત સંજોગોમાં પણ થઈ શકે છે એ આનું નામ

૪૦૦ દિવસની તપશ્ચર્યામાં ૨૨૦ ઉપવાસ અને ૧૮૦ દિવસ બે ટાઇમ નિશ્ચિત સમયે એકાંતરે ભોજન. જૈનોના વર્ષીતપ તરીકે ઓળખાતા આ લૉન્ગેસ્ટ તપની આજે પૂર્ણાહુતિ કરી રહેલા કેટલાક એવા તપસ્વીઓને મળીએ જેમણે અઢળક પડકારો વચ્ચે પણ પોતાના તપને અધવચ્ચે રોક્યું નહીં. સંજોગો સામે ટકી રહીને નિષ્ઠાપૂર્વક ત્યાગ અને ધર્મ માટેનું સમર્પણ તેમણે અકબંધ રાખ્યું એની રોમાંચ અને પ્રેરણાભરી વાતો જાણવા વાંચો આગળ. જીવદયાની જેમ જ તપ અને ત્યાગની બાબતમાં પણ જૈન દર્શન મુઠ્ઠીઊંચેરું છે. ‘જૈનોના ઉપવાસ તો બાપા બહુ જ આકરા’ એવું ઘણા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે. જોકે સાવ એવું નથી. તપના મામલામાં વ્યક્તિને તેની ક્ષમતા મુજબ આગળ વધવાના અઢળક પર્યાયો આ ધર્મની પરંપરામાં મળી જશે. સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે ખાઈ શકાય એવું નવકારશીનું પણ તપ છે અને ભૂખ કરતાં ઓછું ખાઈને ઊણોદરી તપનો પર્યાય પણ છે. એક ટાઇમ જમવાનું એકાસણું, એક ટાઇમ રસ વિનાનું ભોજન લેવાનું આયંબિલ, બે ટાઇમ ભોજન લેવાનું એટલે કે બિયાસણું. બીજી બાજુ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે ઉકાળીને ઠારેલું પાણી પી શકાય એવા નકોરડા ઉપવાસ તો પાણી પણ નહીં એવો ચૌવિહારો ઉપવાસ, એમાં પાછા બે દિવસના નકોરડા ઉપવાસ એટલે કે છઠ્ઠ, ત્રણ ઉપવાસ એટલે કે અઠ્ઠમ, આઠ ઉપવાસ એટલે અઠ્ઠાઈ, ત્રીસ ઉપવાસ એટલે કે માસક્ષમણ એમ મલ્ટિપલ પર્યાયો જૈનોની ફાસ્ટિંગ પરંપરામાં મળશે. એક ટાઇમથી લઈને એક વર્ષ અને એથીયે લાંબા ચાલતા તપમાં સૌથી લાંબા તપમાં જેનું નામ પ્રમુખ લેવું પડે એવું તપ એટલે વર્ષીતપ. ૪૦૦ દિવસની આ તપશ્ચર્યામાં સામાન્ય રીતે એક દિવસ બિયાસણું એટલે કે બે ટાઇમ ખાવાનું અને એક દિવસ નકોરડો ઉપવાસ કરવાનો હોય. વચ્ચે ક્યારેક એકસાથે બે નકોરડા ઉપવાસ કરવાના પણ આવે અને એમાં કેટલાક ત્યાગને વરેલા તપસ્વીઓ પોતાની રીતે બે ટાઇમ ભરપેટ જમવાને બદલે એકાસણાં અને આયંબિલ કરીને એને વધુ કઠિન બનાવીને પણ કરે. આ તપની સૌથી મોટી ખાસિયત એટલે સળંગ ૪૦૦ દિવસ સુધી એક પણ બ્રેક કે ગૅપ વિના આ આહાર અને ઉપવાસના આ રૂટીનને અનુસરવાનું હોય. કાંદિવલી ઈસ્ટમાં દામોદરવાડીમાં આવેલા ઝાલાવાડી જૈન સંઘમાં અત્યારે ૫૨૫ લોકોએ આ વર્ષીતપ કર્યું છે. એકસાથે એક જ ઠેકાણે આટલા મોટા પ્રમાણમાં લોકો વર્ષીતપ કરી રહ્યા હોય એ વાત પોતાનામાં ઇતિહાસ સમાન છે. આખા મુંબઈમાં જુદે-જુદે ઠેકાણે રહેતા લોકો આ વર્ષીતપમાં જોડાયા છે અને આજે તેમના આ લૉન્ગેસ્ટ તપનું પારણું છે. તપ અને ત્યાગ જ્યારે તમારા જીવનનું કેન્દ્રબિંદુ બની જાય ત્યારે ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તમારી ઇચ્છાશક્તિ સાથે નિયમોને વળગી રહો છો. આ વાતને આત્મસાત કરનારા વર્ષીતપ કરી રહેલા કેટલાક અનૂઠા તપસ્વીઓ સાથે અમે મુલાકાત કરી અને જાણી તેમની યુનિક વાતો.

01 May, 2025 06:45 IST | Mumbai | Ruchita Shah
કાશ્મીર

પૈસા જતા હોય તો ભલે જાય, પણ હમણાં કાશ્મીર તો નહીં જ જઈએ

પહેલી જ વાર કાશ્મીર જવાના અનેરા ઉત્સાહ સાથે મહિનાઓ પહેલાં કરેલા બુકિંગને કૅન્સલ કરીને અઢળક ગુજરાતીઓએ કાશ્મીર જવાનો પ્લાન માંડી વાળ્યો છે. હવે કાશ્મીર ક્યારે જઈશું એની ખબર નથી પણ અત્યારે તો નહીં જ એવો સ્પષ્ટ નકાર કરતા મુંબઈકરો સાથે વાત કરીએ અને જાણીએ કે આ બર્બરતાપૂર્ણ આતંકી હુમલાએ તેમના માનસ પર શું અસર કરી છે ધરતીનું સ્વર્ગ પોતાના જીવનમાં એક વાર તો જોઈ જ લેવું જોઈએ અને છેલ્લાં થોડાંક વર્ષોમાં કાશ્મીરમાં વ્યાપેલી શાંતિ અને થઈ રહેલા વિકાસની વાતોને કારણે ઘણા ગુજરાતીઓ વિદેશપ્રવાસને બદલે એક વાર કાશ્મીર જઈ આવીએ એવું માનતા થયા હતા અને એટલે જ કાશ્મીર જવા માટે પ્રવાસીઓનો ક્યારેય ન જોયો હોય એવો ધસારો ટ્રાવેલ-એજન્ટોએ જોયો હતો. જોકે એક ખોફનાક ઘટનાએ દેશ આખાના નાગરિકોના પગ તળેથી જમીન ખસેડી લેવાનું કામ કર્યું છે. એક તરફ અકલ્પનીય સ્તરે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા પ્રત્યે અસહ્ય સંવેદનાઓએ ઉછાળા માર્યા તો બીજી બાજુ મૃત્યુના ભયે કાશ્મીર પ્રત્યેના આકર્ષણને ઓસરાવવાનું કામ કર્યું. માર્ચથી લગભગ મિડ-જૂન સુધીનો સમય કાશ્મીર માટે ટૂરિસ્ટ સીઝન ગણાય અને હજારોની માત્રામાં ગ્રુપ-ટૂર્સનું આ ગાળા દરમ્યાન આયોજન થતું હોય છે, પરંતુ બાવીસ એપ્રિલે ઘટેલી ઘટનાએ કાશ્મીરને જોવાના પ્રવાસીઓના તમામ ઓરતાઓ ઓસરાવી દીધા. કેટલાય ટૂર-ઑપરેટરોએ પોતાને થયેલા નુકસાનને ગણકાર્યા વિના ટૂર કૅન્સલ કરીને પ્રવાસીઓને ફુલ રીફન્ડ આપ્યું. તો કેટલાય પ્રવાસીઓએ રીફન્ડની ચિંતા કર્યા વિના મહિનાઓ પહેલાં કરેલા બુકિંગને કૅન્સલ કરી નાખ્યું. મુંબઈમાં વસતા કાશ્મીરને જોવાનાં સપનાંઓ સેવતા અને હવે કાશ્મીરના નામથી પણ એ કરુણાંતિકાને યાદ કરીને ઇમોશનલ થઈ જતા લોકો સાથે તેમની મનઃસ્થિતિ વિશે વાત કરીએ.

26 April, 2025 03:52 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

આજની નારીનું પ્લસ-માઇનસ

સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચે ભેદ છે એવું કહીને મહિલાઓ માટે ગોળ-ગોળ વાતો કરવાને બદલે આજે ચોખ્ખી વાત કરીએ. આજની મહિલાઓ ક્યાં બેસ્ટ છે, અનબીટેબલ છે, અનસ્ટૉપેબલ છે તો સાથે જ એવી કઈ બાબતો છે જેના પર જો થોડુંક ધ્યાન અપાય તો તેમનું જીવન વધુ બહેતર બની શકે એ વિષય પર કેટલીક અગ્રણી સેલિબ્રિટીઝે શૅર કરેલી વાતો જાણો

09 March, 2025 07:20 IST | Mumbai | Ruchita Shah
અવિનાશ શિર્કે અને અનિશ ડિસોઝાએ મળીને ૨૦૦૯માં ઑફિશ્યલી નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગની શરૂઆત કરી હતી.

વાનખેડે સ્ટેડિયમમાં નૉર્થ સ્ટૅન્ડમાં બેસીને મૅચ જોવાની મજા : ક્રિકેટ-ક્રેઝી લોકો

વાત ચાલી રહી છે નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગની. સ્ટેડિયમ પર સ્ટ્રેઇટ વ્યુની દૃષ્ટિએ નૉર્થ સ્ટૅન્ડ એ મોકાની જગ્યા મનાય છે. ૨૦૦૯માં આ જગ્યાએ બેસીને નિયમિત ક્રિકેટની મજા માણતા લોકોનું એક ગ્રુપ બન્યું જે  ‘નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગ’ તરીકે ઓળખાય છે હવે. ધીમે-ધીમે ક્રિકેટપ્રેમીઓ એમાં જોડાયા છે. આજે ૧૫૦થીયે વધુ ક્રિકેટલવર્સ એનો હિસ્સો છે અને પોતાના યુનિક સ્લોગન દ્વારા ખેલાડીઓથી લઈને સ્ટેડિયમમાં બેસેલા ઑડિયન્સમાં ઉત્સાહનું વાવાઝોડું લાવતા આ ખાસ ગ્રુપની ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકર સહિત અનેક ક્રિકેટરો તારીફ કરી ચૂક્યા છે. ગોલ્ડન જ્યુબિલી મનાવી રહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સાથે સંકળાયેલા આ ગ્રુપના કેટલાક ગુજરાતીઓ સાથે ગુફ્તગો કરીએ અને જાણીએ તેમના યાદગાર અનુભવો ‘સચિન.... સચિન...’, ‘ક્રિકેટ કા બૉસ કૌન? કોહલી... કોહલી...’, ‘ચૌકા લગા, ચૌકા લગા... હુ... હા... હુ... હા...’, ‘જીતેગા ભાઈ જીતેગા... ઇન્ડિયા જીતેગા’ જેવાં અઢળક સ્લોગન સાથે વાનખેડે સ્ટેડિયમને જીવંત બનાવવાનું કામ કરતા નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગના સભ્યો હવે ક્રિકેટની દુનિયામાં નોંધનીય સ્થાન પામી ચૂક્યા છે. અત્યારે વાનખેડે સ્ટેડિયમની પચાસમી વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ગ્રુપના સભ્યોએ ભારતીય ક્રિકેટ ટીમને જિતાડવા માટે મોટિવેશનલ માહોલ ઊભો કરવા માટેનું યોગદાન આપ્યું છે અને ઓવરઑલ ક્રિકેટના શ્રેષ્ઠ પર્ફોર્મન્સને બિરદાવવા સ્ટેડિયમમાં ઑડિયન્સ તરીકે પણ જે કાબિલેદાદ કામ કર્યું છે એના યાદગાર કિસ્સાઓ વિશે આપણે વાત કરવાના છીએ. આ ગૅન્ગના સર્જનથી લઈને એમાં સામેલ ગુજરાતીઓની એવી ગાથાઓ આપણે જાણીશું જે ક્રિકેટપ્રેમી હોય કે ન હોય, પણ શરીરમાં રોમાંચની લહેર જન્માવી દેશે.

19 January, 2025 02:00 IST | Mumbai | Ruchita Shah
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK