Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ધિરાણની તંગ સ્થિતિને પહોંચી વળવા ભારત પાસે પૂરતું ફૉરેક્સ રિઝર્વ છે

ધિરાણની તંગ સ્થિતિને પહોંચી વળવા ભારત પાસે પૂરતું ફૉરેક્સ રિઝર્વ છે

26 August, 2022 05:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એસઍન્ડપી ગ્લોબલ રેટિંગ્સના મતે આ વર્ષે ૭.૩ ટકાનો જીડીપી ગ્રોથ જોવા મળશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એસઍન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતે ચક્રીય મુશ્કેલીઓ સામે બફર્સ રિઝર્વ બનાવ્યાં છે અને ક્રેડિટ યોગ્યતા પર દબાણનો સામનો કરવા માટે પૂરતું ફૉરેક્સ રિઝર્વ છે.
ઇન્ડિયા ક્રેડિટ સ્પૉટલાઇટ ૨૦૨૨ વેબિનારમાં બોલતાં એઍન્ડપી સૉવરિન અને ઇન્ટરનૅશનલ પબ્લિક ફાઇનૅન્સ રેટિંગ્સ ડિરેક્ટર ઍન્ડ્ર્યુ વુડે જણાવ્યું હતું કે દેશ પાસે મજબૂત બાહ્ય બૅલૅન્સશીટ અને મર્યાદિત બાહ્ય દેવું છે, જેને કારણે ડેટ સર્વિસિંગ એટલી મોંઘી નથી.

વુડે કહ્યું કે રેટિંગ એજન્સીને અપેક્ષા નથી કે નજીકના ગાળાના દબાણથી ભારતની ક્રેડિટ યોગ્યતા પર ગંભીર અસર પડશે. અમે આ નાણાકીય વર્ષમાં ૭.૩ ટકાના જીડીપી વૃદ્ધિના મજબૂત સ્તરની અપેક્ષા રાખીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે અમેરિકન ડૉલર સામે રૂપિયાના વિનિમય દરની ગતિ મધ્યમ રહી છે.



વુડે જણાવ્યું કે ભારત પાસે એનું ફૉરેક્સ રિઝર્વ માટે ‘પૂરતો બફર’ છે અને આ વર્ષના અંત સુધી ફૉરેક્સ રિઝર્વ ૬૦૦ અબજ ડૉલર સુધી ફરી પહોંચવાની ધારણા છે. ૧૨ ઑગસ્ટ સુધી ફૉરેક્સ રિઝર્વ ૫૭૦.૭૪ અબજ ડૉલર થયું હતું. અમેરિકા સ્થિત એજન્સીએ સ્થિર આઉટલુક સાથે ભારત પર ‘BBB-’ રેટિંગ ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2022 05:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK