Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોનામાં તેજીનાં કારણો એક પછી એક ડિસ્કાઉન્ટ થતાં એકધારો ઘટાડો

સોનામાં તેજીનાં કારણો એક પછી એક ડિસ્કાઉન્ટ થતાં એકધારો ઘટાડો

01 May, 2024 06:07 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

જિયોપૉલિટિકલ ટેન્શન હળવું થતાં તેમ જ ડૉલરની મજબૂતીથી સોનામાં સતત વેચવાલી

પ્રતીકાત્મક તસવીર

કોમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર


મિડલ ઈસ્ટમાં જિયોપૉલિટિકલ ટેન્શન હળવું થતાં તેમ જ અમેરિકન ડૉલરની મજબૂતી વધી રહી હોવાથી સોનામાં વેચવાલીના પ્રેશરથી એકધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વબજારમાં સોનું મંગળવારે ઘટીને ૨૩૦૯.૭૦ ડૉલર થયા બાદ સાંજે ૨૩૧૫થી ૨૩૧૬ ડૉલરની રેન્જમાં હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૬૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૦૭૮ રૂપિયા ઘટ્યા હતા. મુંબઈમાં સોના-ચાંદીનો ભાવ સતત બીજે દિવસે ઘટ્યો હતો. 

વિદેશ પ્રવાહ
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ મંગળવારે ૦.૨૫ ટકા વધીને ૧૦૫.૮૩ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો. ફેડની આગામી બે દિવસીય મીટિંગને અંતે ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાનું નક્કી હોવાથી તેમ જ અમેરિકાનું ઇન્ફ્લેશન સતત વધી રહ્યું હોવાથી ફેડ લાંબો સમય સુધી ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો શરૂ નહીં કરી શકે એવી શક્યતાને પગલે ડૉલરમાં મજબૂતી વધી રહી છે. વળી જપાનની ગવર્નમેન્ટ ઑથોરિટીએ યેનના મૂલ્યઘટાડાને રોકવા હજી સુધી કોઈ ઠોસ પગલાં લીધાં ન હોવાથી યેનની નબળાઈનો ડૉલરને સપોર્ટ મળ્યો હતો. 



ચીનનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ એપ્રિલમાં ઘટીને ૫૦.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં એક વર્ષની ઊંચાઈએ ૫૦.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૩ પૉઇન્ટની હતી. વાર્ષિક ધોરણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત બીજે મહિને વધ્યો હતો, પણ મન્થ ટુ મન્થ ગ્રોથ ઘટ્યો હતો. પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ એપ્રિલમાં વધીને ૧૪ મહિનાની ઊંચાઈએ ૫૧.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૧.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧ પૉઇન્ટની હતી. ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑફિશ્યલ રિપોર્ટ અનુસાર ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૫૧.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૨ પૉઇન્ટની હતી. ઑફિશ્યલ રિપોર્ટ પ્રમાણે મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં ઘટીને ૫૧.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં દસ મહિનાની ઊંચાઈએ ૫૨.૭ પૉઇન્ટ હતો. 


શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
સોનાની ઐતિહાસિક તેજીનું પુનરાવર્તન થવાની શક્યતા હાલ પૂરતી દેખાતી નથી. ભવિષ્યની ઘટનાઓને જોતાં સોનામાં ઘટાડે ખરીદી કરવાની તક પણ ગુમાવવા જેવી નથી. ૨૦૨૪ના અંતમાં આવનારું અમેરિકન પ્રેસિડન્ટનું ઇલેક્શન સોનાની તેજી-મંદી માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાનું છે. ૨૦૨૪નું પ્રેસિડન્ટ ઇલેક્શન જો બાઇડન અને ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે લડાવાનું છે એ નક્કી થઈ ચૂક્યું છે રિપબ્લિકન પાર્ટીમાંથી ડોનલ્ડ ટ્રમ્પને ૨૪૨૯ મતમાંથી ૧૯૫૧ અને ડેમોક્રેટિક પાર્ટીમાંથી જો બાઇડનને ૩૯૩૪ મતમાંથી ૩૨૬૧ મત મળી ચૂક્યા છે. અમેરિકામાં ચાલી રહેલા લેટેસ્ટ સર્વેમાં ડોનલ્ડ ટ્રમ્પ ૨૭૨ સીટમાં જીત સાથે પ્રેસિડન્ટશિપની રેસમાં આગળ છે, જ્યારે બાઇડનને ૨૨૫ સીટમાં જીત મળી રહી છે. ડોનલ્ડ ટ્રમ્પની પ્રેસિડન્ટશિપ દરમ્યાનનાં ચાર વર્ષ સોનામાં એકધારી તેજી આગળ વધી હતી, કારણ કે ટ્રમ્પના તમામ નિર્ણયો કન્ટ્રોવર્શિયલ હતા તેમ જ ટ્રમ્પે હંમેશાં અમેરિકન ઇન્ટરેસ્ટ રેટને નીચા રાખવાની તરફેણ કરી હતી એ વખત ટ્રમ્પ અને ફેડ ચૅરમૅન વચ્ચે ઇન્ટરેસ્ટ રેટ બાબતે એકબીજાની વિરુદ્ધની કમેન્ટનું યુદ્ધ પણ થયું હતું. આમ જો ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બને તો વિશ્વમાં કન્ટ્રોવર્સી વધશે અને ડૉલર નીચો રહેશે, બન્ને બાબત સોનાની તેજીને સપોર્ટ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 06:07 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK