નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ઇન્ટરનૅશનલ એક્સચેન્જ (NSE IX) પર શ્રીલંકાની ડીએફસીસી બૅન્ક પીએલસીનો ૨.૫અબજ શ્રીલંકન રૂપિયાના બૉન્ડ ઇશ્યુનું લિસ્ટિંગ થયું છે.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ઇન્ટરનૅશનલ એક્સચેન્જ (NSE IX) પર શ્રીલંકાની ડીએફસીસી બૅન્ક પીએલસીનો ૨.૫અબજ શ્રીલંકન રૂપિયાના બૉન્ડ ઇશ્યુનું લિસ્ટિંગ થયું છે. આ પ્રથમ વિદેશી કૉર્પોરેટ ઇશ્યુ છે જે ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક (GIFT)-સિટીસ્થિત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શ્યલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં લિસ્ટ થયો છે. આ ઇશ્યુ રિન્યુએબલ એનર્જી માટેનો છે અને એ કોલંબો સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.
આ પ્રસંગે IFSCના ચૅરપર્સન કે. રાજારમણે કહ્યું, NSE IX અને ડીએફસીસી બૅન્કની ટીમોની આ પહેલને જોઈ નિયામક તરીકે અમને આનંદ થાય છે. આ પ્રદેશમાં ભારત અને શ્રીલંકા વિકાસ અને સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ ભાગીદારો છે.
ADVERTISEMENT
NSE IXના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વી. બાલાસુબ્રહ્મણ્યમે કહ્યું, આ ઇશ્યુ શ્રીલંકાના અને પડોશી દેશોના વધુ ઇશ્યુને ગિફ્ટ સિટીમાં લિસ્ટ કરવાની પ્રેરણા પૂરી પાડશે.

