કાઉન્સિલ ફૉર ગ્રીન માટે ભંડોળ એકત્ર કરવાનો આ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો. NSE-SSE પ્લૅટફૉર્મ પર ૧૫૦થી અધિક રીટેલ દાતાઓએ ફાળો નોંધાવ્યો છે.
NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામ કૃષ્ણ
હૈદરાબાદની નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન (NPO)એ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ (SSE) પરથી સફળતાપૂર્વક ૬૯ લાખ રૂપિયા ભેગા કર્યા છે અને ૪ જૂનથી NSE-SSE પર લિસ્ટ થઈ છે. વિશ્વ પર્યાવરણ દિને આ પ્લૅટફૉર્મ પર લિસ્ટ થયેલો આ ૧૪મો પ્રોજેક્ટ છે. પર્યાવરણ અને ક્લાઇમેટ સંરક્ષણ સંબંધિત કામગીરી કરતો લિસ્ટ થયેલો આ પ્રથમ પ્રોજેક્ટ છે.
આ પ્રસંગે NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું હતું કે ‘મૂડીબજારને સર્વ વર્ગો સુધી લઈ જવા અને NSE-SSE મારફત નાણાબજારને સર્વસમાવેશક બનાવવા NSE સેબીના માર્ગદર્શન હેઠળ એકધારાં નક્કર પગલાં લઈ રહ્યું છે. કાઉન્સિલ ફૉર ગ્રીન રિવૉલ્યુશનનું લિસ્ટિંગ આ દિશામાંનું મહત્ત્વપૂર્ણ પગલું છે.’
ADVERTISEMENT
આ પ્રોજેક્ટ માટે એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ સંસ્થાના ‘યંગ યુથ લીડરશિપ પ્રોગ્રામ’ માટે કરવામાં આવશે જેના હેઠળ ૪૫,૦૦૦ વિદ્યાર્થીઓને રોપા વાવવાની, કિચન ગાર્ડન્સ બનાવવાની અને ક્લાઇમેટ તાલીમ પૂરી પાડવામાં આવશે.
કાઉન્સિલ ફૉર ગ્રીન માટે ભંડોળ એકત્ર કરવાનો આ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો. NSE-SSE પ્લૅટફૉર્મ પર ૧૫૦થી અધિક રીટેલ દાતાઓએ ફાળો નોંધાવ્યો છે.

