Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > BSEએ બે નવા જી-સેક ઇન્ડેક્સ લૉન્ચ કર્યા

BSEએ બે નવા જી-સેક ઇન્ડેક્સ લૉન્ચ કર્યા

Published : 13 February, 2026 09:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બન્ને ઇન્ડેક્સનું પુનર્ગઠન દર મહિને કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ની સંપૂર્ણ માલિકીની BSE ઇન્ડેક્સ સર્વિસ‌િસ પ્રાઇવેટ લિમિટેડ બે નવા ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝ (G-Sec) ઇન્ડેક્સ — BSE 4-8 યર જી-સેક ઇન્ડેક્સ અને BSE 8-13 યર જી-સેક ઇન્ડેક્સ લૉન્ચ કર્યા છે.

આ બન્ને ઇન્ડેક્સનું પુનર્ગઠન દર મહિને કરવામાં આવશે. ઇન્ડેક્સની ૨૦૧૫ની ૩૧ ઑગસ્ટે બેઝ-વૅલ્યુ ૧૦૦ નક્કી કરવામાં આવી છે અને ઇન્ડેક્સનું વેઇટ ટર્નઓવર અને આઉટસ્ટૅન્ડિંગ રકમના આધારે નક્કી કરવામાં આવશે.



BSE 4-8 યર જી-સેક ઇન્ડેક્સ ચારથી ૮ વર્ષની બાકી રહેલી મુદત ધરાવતી અને ૭૫૦૦ કરોડ રૂપિયાથી અધિકની આઉટસ્ટૅન્ડિંગ એવી ટોચની ત્રણ સૌથી અધિક લિક્વિડ ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝની કામગીરીને માપે છે. BSE 8-13 યર જી-સેક ઇન્ડેક્સ આઠથી ૧૩ વર્ષની બાકી રહેલી અવધિ ધરાવતી અને ૭૫૦૦ કરોડ રૂપિયાથી અધિકની આઉટસ્ટૅન્ડિંગ એવી ટોચની ત્રણ સૌથી અધિક લિક્વિડ ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝની કામગીરી માપે છે.


આ નવા ઇન્ડેક્સનો ઉપયોગ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ અને ઇન્ડેક્સ ફન્ડ જેવા પરોક્ષ વ્યૂહનો અમલ કરવામાં થઈ શકે છે. એ ઉપરાંત પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસના વ્યૂહ, મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓ અને ફન્ડ પોર્ટફોલિયોના બેન્ચમાર્ક તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે. આ નવા ઇન્ડેક્સ સાથે રોકાણકારોને બજારમાં વધુ વિસ્તૃત તક મળી રહેશે અને તેમના રોકાણવ્યૂહો વધુ મજબૂત બનશે. 


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK