Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બૅન્ગલોર પાસે હાઇવે પર કૅન્ટર ટ્રક, બાઇક અને કારની ભીષણ ભીડંત

બૅન્ગલોર પાસે હાઇવે પર કૅન્ટર ટ્રક, બાઇક અને કારની ભીષણ ભીડંત

Published : 14 February, 2026 09:10 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાતનાં ઘટનાસ્થળે જ મૃત્યુ, કારના ફ‍ુરચા ઊડી ગયા

SUVના ફુરચેફુરચા ઊડી ગયા હતા

SUVના ફુરચેફુરચા ઊડી ગયા હતા


કર્ણાટકની રાજધાની બૅન્ગલોર પાસેના હાઇવે પર ગઈ કાલે સવારે એક સ્પોર્ટ્‍સ યુટિલિટી વેહિકલ (SUV) કારની બેફામ ગતિને બાઇક, કૅન્ટર ટ્રક અને બીજી કાર વચ્ચે જબરદસ્ત અથડામણ થઈ હતી. આ મલ્ટિ-વેહિકલ અકસ્માત એટલો ભીષણ હતો કે ઘટનાસ્થળે જ ૭ લોકો મૃત્યુ પામ્યા હતા અને SUVના ફુરચા ઊડી ગયા હતા. એક કારનાં વ્હીલ્સ છૂટાં પડી ગયાં હતાં અને ટ્રક ડિવાઇડર તોડીને સામેની સાઇડ પલટી ખાઈ ગઈ હતી. બૅન્ગલોર પાસેના નૅશનલ હાઇવે પર સત્યવર ગામ પાસે આ અકસ્માત થયો હતો.



પલટી ખાઈ ગયેલી ટ્રક


આ અકસ્માત જોનારા લોકોનું કહેવું છે કે એક SUVએ ફુલ સ્પીડમાં પાછળથી એક બાઇકને ટક્કર મારી હતી. એ ટક્કર પછી SUV નિયંત્રણ ગુમાવી બેઠી અને કૅન્ટર ટ્રક સાથે અથડાઈ અને પછી બીજી એક કાર પર ચડી ગઈ. SUVમાં બેઠેલા ૬ જણ અને બાઇકસવાર એમ કુલ ૭ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 09:10 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK