Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બરાક ઓબામાની ૨૦૦૯ની ક્લાઇમેટ પૉલિસી ટ્રમ્પે રદ કરી દીધી

બરાક ઓબામાની ૨૦૦૯ની ક્લાઇમેટ પૉલિસી ટ્રમ્પે રદ કરી દીધી

Published : 14 February, 2026 10:36 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રમ્પ પ્રશાસને કાર અને ટ્રક માટેનાં ફેડરલ ઉત્સર્જન ધોરણોને સમાપ્ત કર્યાં છે

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર


અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પ્રશાસને ૨૦૦૯નાં એ વૈજ્ઞાનિક તારણોને રદ કરવાની જાહેરાત કરી છે કે ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જન માનવસ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. ટ્રમ્પ પ્રશાસને કાર અને ટ્રક માટેનાં ફેડરલ ઉત્સર્જન ધોરણોને સમાપ્ત કર્યાં છે. આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે મારું માનવું છે કે આબોહવા પરિવર્તન એક કપટ છે.

૨૦૦૯માં બનાવેલા ગ્રીનહાઉસ ગૅસ એન્ડેન્જરમેન્ટ ફાઇન્ડિંગમાં જણાવાયું હતું કે ‘કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને ૪ અન્ય ગ્રીનહાઉસ વાયુઓ જાહેર આરોગ્ય અને સુખાકારી માટે ખતરો છે. એના આધારે મોટર વાહનો દ્વારા ઉત્સર્જિત ગ્રીનહાઉસ વાયુઓ પર નિયમો બનાવવામાં આવ્યા હતા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે નીતિઓ લાગુ કરવામાં આવી હતી.’



ટ્રમ્પે વાઇટ હાઉસ ખાતે અમેરિકન પર્યાવરણ સુરક્ષા એજન્સીના વડા લી ઝેલ્ડિન સાથે આ પૉલિસીને રદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે એને અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી ડીરેગ્યુલેટરી કાર્યવાહી ગણાવી હતી. પ્રેસ-કૉન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કહેવાતા એન્ડેન્જરમેન્ટ ફાઇન્ડિંગને સમાપ્ત કરી રહ્યા છે. ઓબામા વહીવટ વખતની આ એક ખામીયુક્ત નીતિ હતી જેણે અમેરિકન ઑટો ઉદ્યોગને નુકસાન પહોંચાડ્યું હતું અને ગ્રાહકો માટે વાહનના ભાવમાં વધારો કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 10:36 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK