Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ છેવટે બજારની પતંગ સુધારાની હવામાં આવી ખરી!

મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ છેવટે બજારની પતંગ સુધારાની હવામાં આવી ખરી!

14 January, 2023 10:57 AM IST | Mumbai
Anil Patel

સારાં પરિણામ અને બહેતર ગાઇડન્સિસના ડબલ ડોઝથી ઇન્ફોસિસમાં મંદી અટકી, સુધારો દેખાયો ઃ વિક્રમી ત્રિમાસિક વેચાણમાં કોલ્ટે પાટીલમાં ૧૭ ટકાની તેજી આવી ઃ બૅક-ટુ-બૅક ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં નૅશનલ સ્ટાન્ડર્ડ‍્સ ૯૫૨ રૂપિયા ઊંચકાયો ઃ મૉર્ગન સ્ટેનલીના બેરિશ-વ્યુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફુગાવો અને ફેડની ફડક ઓછી થતાં ૨૦૨૩ના કૅલેન્ડર વર્ષે વૈશ્વિક શૅરબજારો વત્તે-ઓછે અંશે સુધારાતરફી ચાલમાં અત્યાર સુધી રહ્યાં છે. શુક્રવારે પણ આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. એશિયા ખાતે હૉન્ગકૉન્ગ તથા ચાઇના એક-એક ટકો, સાઉથ કોરિયા તથા સિંગાપોર પોણા ટકાની આસપાસ તો તાઇવાન અડધા ટકાથી વધુ પ્લસ થયાં છે. જૅપનીઝ નિક્કી સવા ટકો અને થાઇલૅન્ડ સાધારણ નરમ હતાં. બ્રેન્ટ ક્રૂડ નહીંવત્ સુધારામાં ૮૪ ડૉલર ઉપર મક્કમ હતું. યુરોપ સાધારણથી માંડી પોણા ટકા સુધી રનિંગમાં ઉપર દેખાયું છે. લંડન શૅરબજાર અડધા ટકાની આગેકૂચમાં ૭૮૪૦થી ૨૦૧૮ પછીની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. ઘરઆંગણે નરમાઈની હૅટ-ટ્રિક બાદ ગઈ કાલે સેન્સેક્સ ૫૯,૬૨૮ની ઇન્ટ્રા-ડે બૉટમથી ૭૯૦ પૉઇન્ટના બાઉન્સબૅકમાં ૬૦,૪૧૮ વટાવી છેવટે ૩૦૩ પૉઇન્ટ વધીને ૬૦,૨૬૧ બંધ થયો છે. નિફ્ટી ૯૮ પૉઇન્ટના સુધારામાં ૧૭,૯૫૬ હતો. સંક્રાંતની પૂર્વસંધ્યાએ શૅરબજારનો પતંગ સુધારાની હવામાં આવવાના પગલે વીકલી ધોરણે પણ બજાર ૩૬૧ પૉઇન્ટ કે ૦.૬ ટકા પ્લસમાં આવ્યું છે. નિફ્ટી ૯૭ પૉઇન્ટ કે ૦.૫ ટકા વધ્યો છે. સપ્તાહ દરમ્યાન નિફ્ટી આઇટી-૯૭૭ પૉઇન્ટ કે ૩.૫ ટકા ઊંચકાયો છે. મેટલ ઇન્ડેક્સ ત્રણ ટકા, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૨.૩ ટકા, બૅન્ક નિફ્ટી ૦.૪ ટકા વધ્યા છે. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી ગુડ્સ ઇન્ડેક્સ ૬.૮ ટકાની મજબૂતી સાથે મોખરે જોવાયો છે. સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૨.૧ ટકા, ફાઇનૅન્સ બેન્ચમાર્ક બે ટકા અને એફએમસીજી ઇન્ડેક્સ એક ટકા ડાઉન થયા છે. સેન્સેક્સ ખાતે વીકલી ધોરણે તાતા મોટર્સ ૭.૭ ટકાની તેજીમાં ટૉપ ગેઇનર થયો છે. ટાઇટન ૪.૮ ટકા બગડી ટૉપ લૂઝર બન્યો છે. ટીસીએસ ૫ ટકા પ્લસ તો ભારતી ઍરટેલ ૪.૧ ટકા માઇનસ થયા છે. 

ગઈ કાલે જૂજ અપવાદ બાદ કરતાં તમામ બેન્ચમાર્ક વધ્યા છે. આઇટી ટેક્નૉ, પાવર, મેટલ, યુટિલિટીઝ, પીએસયુ બૅન્ક નિફ્ટી લગભગ પોણાથી સવા ટકો પ્લસ હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ એક ટકા ડાઉન હતો. એફએમસીજી, હેલ્થકૅર, કૅપિટલ ગુડ્સ, નિફ્ટી ફાર્મા જેવા ઇન્ડાઇસિસ નજીવી વધ-ઘટે ફ્લેટ હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની છે. એનએસઈ ખાતે વધેલા ૧૧૩૯ શૅરની સામે ૮૬૨ શૅર ઘટ્યા છે. 



સેન્સેક્સ નિફ્ટી ખાતે અદાણી એન્ટર, ઇન્ડ્સઇન્ડ બૅન્ક અને આઇશર બે ટકા અપ 
સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૭ શૅર સુધર્યા છે. અદાણી એન્ટર તથા ઇન્ડ્સઇન્ડ બૅન્ક અને તાતા સ્ટીલ બે ટકાની મજબૂતી સાથે મોખરે હતા. આઇશર લગભગ બે ટકા વધ્યો છે. દિવિસ લૅબ, ઇન્ફી, હીરો મોટોકૉર્પ, બજાજ ફાઇ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી પેટ્રો, આઇસીઆઇસીઆઇ બૅન્ક, હિન્દુ. યુનિલીવર, ટીસીએસ, એનટીપીસી, ભારતી ઍરટેલ, મારુતિ સુઝુકી, સ્ટેટ બૅન્ક જેવાં કાઉન્ટર્સ એકાદ ટકાથી માંડી દોઢ ટકો પ્લસ હતા. ટાઇટન એક ટકાથી વધુના ઘટાડે ૨૪૧૭ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર હતો. લાર્સન, નેસ્લે, એસબીઆઇ લાઇફ, અપોલો હૉસ્પિટલ્સ અડધા ટકાની આસપાસ ઢીલા થયા છે. 


રિલાયન્સ આગલા દિવસના નોંધપાત્ર ઘટાડા પછી ગઈ કાલે પણ નીચામાં ૨૪૩૫ની અંદર જઈ નહીંવત્ નબળાઈમાં ૨૪૬૭ રહ્યો છે. કામકાજ પોણાબે ગણા હતા. અદાણી એન્ટર બે ટકા, અદાણી પાવર ૧.૯ ટકા, અદાણી ટ્રાન્સમિશન ૨.૧ ટકા, અદાણી ગ્રીન સવા ટકો, અદાણી ટોટલ પોણો ટકો, અંબુજા સિમેન્ટ ૧.૬ ટકા, એનડીટીવી પોણાપાંચ ટકા મજબૂત હતા. અદાણી વિલ્મર નામકે વાસ્તે નરમ હતો. અદાણી ગ્રુપના બાકીના ૯ શૅર ગઈ કાલે વધ્યા છે. નૅશનલ સ્ટાન્ડર્ડ સતત બીજા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૯૫૨ રૂપિયા ઊછળી ૫૭૧૧  નજીક બંધ થયો છે. કોલ્ટે પાટીલ ડેવલપર્સ ૨૭ ગણા જબ્બર વૉલ્યુમમાં ૧૭.૩ ટકાની છલાંગમાં ૩૦૮ દેખાયો છે. પેટીએમ જ્વેલરી ૧૬.૯ ટકાના જમ્પમાં ૨૭૦ની વિક્રમી સપાટીએ બંધ હતો. લાર્સન ટેક્નૉ ‘એ’ ગ્રુપ ખાતે વર્સ્ટ લૂઝરમાં ૫.૩ ટકા ગગડ્યો હતો. દિલ્હીવરી ૩૦૬નું ઑલટાઇમ બૉટમ બનાવી ૧.૮ ટકાના ઘટાડે ૩૧૦ રહ્યો છે. કેફીન ટેક્નૉલૉજીઝ ૩૨૮ની વર્સ્ટ બૉટમ બાદ સવા ટકો સુધરીને ૩૩૩ વટાવી ગયો છે. ન્યુરેકા, લૌરસ લૅબ, બાયોકોન, હેસ્ટર બાયો, ગ્લૅન્ડ ફાર્મા, ક્રિસ્ના ડાયગ્નોસ્ટિક્સ જેવા હેલ્થકૅર શૅરમાં નવાં નીચાં બૉટમ ગઈ કાલે જોવા મળ્યાં છે. 
પરિણામ અને ગાઇડન્સિસ સારાં આવતાં ઇન્ફોસિસમાં સુધારો 

ઇન્ફોસિસે ડિસેમ્બર ક્વૉર્ટરમાં વિશ્લેષકોની એકંદર ધારણા કરતાં સારાં પરિણામ આપ્યાં છે. ગાઇડન્સિસમાં અપવર્ડ રિવિઝન કર્યું છે. આના પગલે ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૫૧૯ વટાવી દોઢ ટકા વધી ૧૫૦૩ બંધ થયો છે. એના લીધે બજારને સર્વાધિક ૭૪ પૉઇન્ટનો ફાયદો થયો છે. એચસીએલ ટેક્નૉનાં પરિણામ પ્રોત્સાહક છે, પરંતુ ગાઇડન્સિસ ડાઉન વર્ડ થયું છે. શૅર પાંચકે ગણા કામકાજે નીચામાં ૧૦૪૨ થયા પછી બાઉન્સબૅકમાં ૧૦૮૩ વટાવી અડધા ટકાના સુધારામાં ૧૦૭૮ હતો. વિપ્રોનાં રીઝલ્ટ બજાર બંધ થયાં પછી હોવાથી શૅર સરેરાશ કરતાં ૭૦ ટકાના વૉલ્યુમે સહેજ ઘટી ૩૯૩ રહ્યો છે. ટીસીએસ ૧.૨ ટકા તો ટેક મહિન્દ્ર નજીવો પ્લસ હતા. આઇટી બેન્ચમાર્ક ૬૦માંથી ૪૨ શૅરના સથવારે ૦.૯ ટકા સુધર્યા છે. ન્યુજેન ૫.૫ ટકાની મજબૂતીમાં ૩૮૨ હતો. લાર્સન ટેક્નૉલૉજીઝમાં મૉર્ગન સ્ટેનલીનો બેરિશ વ્યુ આવતાં ભાવ પોણાચાર ગણા કામકાજે નીચામાં ૩૪૦૫ થઈ ૫.૩ ટકા કે ૧૯૩ રૂપિયા ખરડાઈ ૩૪૪૭ બંધ થયો છે. રેટગેઇન ૩.૯ ટકા ડાઉન હતો. ૬૩ મૂન્સ પોણા ત્રણેક ટકા વધ્યો છે. 


આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફન્ડની ઍસેટમાં ૨૦૨૨માં ૫.૭ ટકાનો વધારો થયો

ભારતી ઍરટેલ જેપી મૉર્ગનના ડાઉન રેટિંગમાં સતત ત્રણ દિવસ ઘસાયા પછી ગઈ કાલે એકાદ ટકો સુધરી ૭૬૪ થયો છે. વોડાફોન સાધારણ ઘટાડે સવાસાત આસપાસ હતો. તેજસનેટ, સનટીવી, સ્ટરલાઇટ ટેક્નૉ, એચએફસીએલ, તાન્લા પ્લૅટફૉર્મ, ઝી એન્ટર એકથી બે ટકા જેવા વધ્યા છે. આઇટીઆઇ પાંચ ટકા, એમટીએનએલ ચાર ટકા અને ઑપ્ટિમસ ૩.૭ ટકા મજબૂત હતા. તાતા કમ્યુ અને વિન્દ્ય ટેલી દોઢ-બે ટકા માઇનસ હતા. તાતા ઍલેક્સી પોણો ટકો વધીને ૬૨૩૦ થયો છે નઝારા ટેક્નૉ પોણાબે ટકા અને ઍપ્ટેક બે ટકા બગડ્યા છે. નીટ લિમિટેડ દોઢેક ટકો વધી ૩૧૪ નજીક ગયો છે. 

બૅન્કિંગ સુધર્યું, એમસીએક્સ સવાછ ટકાની તેજીમાં, ઇરકોન ૫ ટકા અપ 
બૅન્ક નિફ્ટી ૨૮૯ પૉઇન્ટ કે ૦.૭ ટકા સુધર્યો છે. અત્રે ૧૨માંથી ૯ શૅર પ્લસ હતા, જ્યારે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સથવારે ૧.૪ ટકા મજબૂત હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૯ શૅર વધ્યા છે. જેકે બૅન્ક સવાપાંચ ટકાની મજબૂતીમાં ૫૭ થયો છે. ફેડરલ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ફિનો પેમેન્ટ બૅન્ક, કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, પીએનબી, બૅન્ક ઑફ ઇન્ડિયા, પંજાબ સિંધ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર જેવી જાતો દોઢેક ટકાથી લઈ અઢી ટકા સુધી પ્લસ હતી. કરૂર વૈશ્ય બૅન્ક ૧.૬ ટકા, એયુ બૅન્ક ૧.૩ ટકા, ડીસીબી બૅન્ક ૧.૪ ટકા ઘટ્યા છે. એચડીએફસી બૅન્કનાં પરિણામ શનિવારે છે. શૅર ગઈ કાલે નહીંવત્ સુધારે ૧૬૦૧ નજીક બંધ થયો છે. કોટક બૅન્ક, તામિલનાડુ મર્કેન્ટાઇલ, સિટી યુનિયન બૅન્ક નામજોગ વધેલા હતા. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ૮૯ શૅરના સુધારામાં અડધા ટકાથી વધુ અપ હતો. એમસીએક્સનાં પરિણામ તો ૪ ફેબ્રુઆરીએ છે, પરંતુ શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજમાં સવાછ ટકાના જમ્પમાં ૧૬૦૪ થયો છે. ઍડલવીસ ૫.૮ ટકા, મોતીલાલ ઓસ્વાલ ૪.૩ ટકા, આઇઆરએફસી ૩.૭ ટકા વધ્યા હતા. આગલા દિવસના ધબડકા પછી પેટીએમ સવાત્રણ ટકા બાઉન્સબૅક થઈ ૫૬૦ થયો છે. એચડીએફસી સામાન્ય સુધારે ૨૬૨૧ હતો. પૉલિસી બાઝાર સામાન્ય તો નાયકા દોઢ ટકો નરમ હતા. એલઆઇસી એક ટકો વધી ૭૧૩ નજીક ગયો છે. ઇકરા બે ટકા, પીએનબી હાઉસિંગ સવાબે ટકા તથા મુથુટ ફાઇ. ત્રણ ટકા ડાઉન હતા. ટૂરિઝમ ફાઇ. કૉર્પો સવા ટકો ઘટી ૯૦ હતો. રેલ વિકાસ નિગમ અને ઇરકોન ૫-૫ ટકા તો રેલટેલ સાડાત્રણ ટકા મજબૂત બંધ હતા. 

પાવર, યુટિલિટી, મેટલ ઇન્ડેક્સ એકાદ ટકાના સુધારે બંધ
અદાણીના શૅરોની સાથે-સાથે સીજી પાવર ૪.૮ ટકા, નવ લિમિટેડ ત્રણ ટકા, વારિ રિન્યુએબલ સવાબે ટકા, એટીપીસી સવા ટકો વધતાં પાવર-યુટિલિટી બેન્ચમાર્ક એક ટકાની નજીક પ્લસ થયા છે. અત્રે જેએસડબ્લ્યુ એનર્જી ૨.૧ ટકો, સીઈએસસી દોઢ ટકો, સિમેન્સ પોણા ટકાની નજીક નરમ હતા. એનર્જીમાં ગુજરાત ગૅસ સાડાત્રણ ટકા તથા જીએસપીએલ ત્રણ ટકા ડાઉન હતા. ઓએનજીસી, આઇઓસી, ભારત પેટ્રો, હિન્દુ. પેટ્રો, અદાણી ટોટલ અડધાથી સવા ટકો સુધર્યા છે. ઑટો ઇન્ડેક્સ અડધો ટકો વધ્યો એમાં આઇશર, હીરો મોટોકૉપ, બજાજ ઑટો, મારુતિ સુઝુકી એકથી બે ટકા મજબૂત હતા. તાતા મોટર્સ નહીંવત્ ઘટ્યો છે. મેટલ સેગમેન્ટમાં તાતા સ્ટીલ બે ટકા, હિન્દાલ્કો અને જિન્દલ સ્ટીલ સવા ટકો, નાલ્કો તથા સેઇલ એક ટકો અપ હતા. આ બેન્ચમાર્ક દસેદસ શૅરના સથવારે એક ટકો પ્લસ થયો છે. એફએમસીજી ઇન્ડેક્સ ફ્લેટ હતો, પરંતુ હિન્દુ. યુનિલીવર સવા ટકાના સુધારામાં ૨૬૨૨ થયો છે. સામે વરુણ બેવરેજિસ સાડાચાર ટકા કટ થયો છે. હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૬માંથી ૩૪ શૅરના સુધારા વચ્ચે નામજોગ નરમ હતો, પણ સિગાચી ઇન્ડ. ૬૪ ટકા ઊંચકાઈ ૩૩૬ રહ્યો છે. ગ્લૅન્ડ ફાર્મા ત્રણ ટકા ગગડી ૧૪૫૪ હતો. સનફાર્મા, 

Whatsapp-channel Whatsapp-channel

14 January, 2023 10:57 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK