Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રોકાણકારોની સંપત્તિમાં ૬.૧૯ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો

રોકાણકારોની સંપત્તિમાં ૬.૧૯ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો

17 September, 2022 07:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્યત્વે આઇટી અને ઑટો ક્ષેત્રમાં મોટો ઘટાડો થયો હતો. આ સાર્વત્રિક ઘટાડાને પગલે રોકાણકારોની મૂડીમાં ૬.૧૯ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. 

રોકાણકારોની સંપત્તિમાં ૬.૧૯ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો

માર્કેટ મૂડ

રોકાણકારોની સંપત્તિમાં ૬.૧૯ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો


અમેરિકન બજારમાં મંગળવારે થયેલા મોટા ઘટાડાને પગલે બુધવારે ભારતીય બજાર પર અસર દેખાશે એવી ધારણા ખોટી પડી હતી, અમેરિકાથી અહીં આવવામાં મોડું થયું હોય એમ અહીં શુક્રવારે મોટો ઘટાડો આવ્યો હતો. સેન્સેક્સ ૧.૮૨ ટકા (૧૦૯૩ પૉઇન્ટ) ઘટીને ૫૮,૮૪૧ અને નિફ્ટી ૩૪૭ પૉઇન્ટ (૧.૯૪ ટકા) ઘટીને ૧૭,૫૩૧ થયો હતો. દેશમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો હતો, જેમાં સતત વધુ ને વધુ આંકનો ઘટાડો થયો છે. નિફ્ટીમાં સાપ્તાહિક ધોરણે ૧.૬ ટકાનો ઘટાડો થયો હતો. 
એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સના ૩૦માંથી માત્ર ૧ અને નિફ્ટી ૫૦ના માત્ર બે શૅરમાં વધારો થયો હતો. મુખ્યત્વે આઇટી અને ઑટો ક્ષેત્રમાં મોટો ઘટાડો થયો હતો. આ સાર્વત્રિક ઘટાડાને પગલે રોકાણકારોની મૂડીમાં ૬.૧૯ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. 
શુક્રવારના કડાકા માટે વૈશ્વિક સ્તરે મંદી આવવાની ચિંતા મુખ્યત્વે કારણભૂત હોવાનું મનાય છે. તેની સાથે સાથે ફિચ રેટિંગ્સે ઘટાડેલા ભારતના વિકાસદરના અંદાજની અસર પણ ગંભીર રીતે વર્તાઈ હતી. આ સંજોગોમાં કેન્દ્રીય બૅન્કો ફુગાવાને કાબૂમાં રાખવા માટે વ્યાજદરમાં વધારો કરી રહી છે. હાલ બૉન્ડની ઊપજમાં તથા ડૉલર ઇન્ડેક્સમાં પણ વધારો થઈ રહ્યો છે. 
વિશ્વમાં મંદી આવે ત્યારે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને ઑટોમોબાઇલ એ બંને ક્ષેત્રો પર મોટી અસર થતી હોય છે અને એ જ અસર શુક્રવારે ભારતીય શૅરબજારની હિલચાલમાં જોવા મળી હતી. નિફ્ટી ઑટોમાંથી એમઆરએફ ૭.૪૦ ટકા, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ૬.૧૭ ટકા, ભારત ફોર્જ ૪.૮૭ ટકા, એસ્કોર્ટ્સ ૩.૯૩ ટકા, હીરો મોટોકોર્પ ૩.૭૦ ટકા, તાતા મોટર્સ ૩.૧૯ ટકા, અશોક લેલૅન્ડ ૨.૭૯ ટકા, બોશ લિ. ૨.૫૯ ટકા, બજાજ ઑટો ૨.૨૩ ટકા, આઇશર મોટર્સમાં ૧.૯૯ ટકાનો ઘટાડો થયો હતો. એકંદરે ઇન્ડેક્સ ૨.૭૧ ટકાનો ઘટ્યો હતો. એકંદરે ૩.૭૧ ટકા ઘટેલા નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાંથી એલટીટીએસ ૫.૧૬ ટકા, માઇન્ડટ્રી ૪.૮૧ ટકા, એલઍન્ડટી ઇન્ફોટેક ૪.૭૫ ટકા, ટેક મહિન્દ્રા ૪.૫૨ ટકા, કોફોર્જ ૪.૩૯ ટકા, ઇન્ફોસિસ ૩.૮૯ ટકા, એમ્ફેસિસ ૩.૫૬ ટકા, વિપ્રો ૩.૧૪ ટકા, ટીસીએસ ૨.૮૫ ટકા અને એચસીએલ ટેક ૨.૩૪ ટકા ઘટ્યા હતા. 
અન્ય ઇન્ડેક્સમાંથી નિફ્ટી એફએમસીજી ૧.૯૩ ટકા, નિફ્ટી મીડિયા ૪.૦૭ ટકા, નિફ્ટી મેટલ ૨.૦૨ ટકા, નિફ્ટી ફાર્મા ૧.૩૭ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ૨.૩૫ ટકા, નિફ્ટી રિયલ્ટી ૩.૭૨ ટકા અને નિફ્ટી ઑઇલ ઍન્ડ ગૅસ ૨.૨૬ ટકા ઘટ્યા હતા. નિફ્ટીમાં વૉલેટિલિટી ઇન્ડેક્સમાં ૭.૭૭ ટકાનો મોટો વધારો થયો હતો, જે બજારની નર્વસનેસ દર્શાવે છે. 
ભારતના આઇટી ઉદ્યોગનો ઘણો મોટો મદાર અમેરિકા અને યુરોપના અર્થતંત્રની સ્થિતિ પર હોય છે, કારણ કે ત્યાંથી જ આપણા ટેક્નૉલૉજી સેક્ટરને ઘણી મોટી આવક થાય છે. 
વૈશ્વિક સ્તરે ડૉલર અને પાઉન્ડના મૂલ્યમાં થયેલા ઘટાડાની પણ અસર એશિયન ઇક્વિટી માર્કેટ પર થઈ છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ આવતા સપ્તાહે વ્યાજદરમાં વધારો કરે એવી ધારણા છે. ફેડરલ રિઝર્વ પાછલા મહિનાઓમાં બે વખત મળેલી એની બેઠકમાં દર વખતે ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરી ચૂકી છે. આગામી સપ્તાહે હજી ૭૫ બેસિસ પૉઇન્ટથી લઈને એક ટકા સુધીનો વધારો કરાય એવી શક્યતા છે. આ પરિબળ અત્યારે અમેરિકન બજારને પરેશાન કરી રહ્યું છે અને એની અસર સમગ્ર વિશ્વમાં જણાઈ રહી છે. એનએસઈમાં ઇન્ડ્સઇન્ડ બૅન્કે ૨.૬ ટકા વૃદ્ધિ કરી હતી, જે ફરી એક વાર બજારના સામાન્ય વલણ કરતાં અલગ ચાલ દર્શાવે છે. સિપ્લાના શૅરમાં એક ટકાનો વધારો થયો હતો. નિફ્ટીના ટોચના ઘટેલા શૅરમાં યુપીએલ, તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ફોસિસ સામેલ હતા. એમાં ૩.૯થી ૫.૩ ટકા સુધીનો ઘટાડો થયો હતો. 
બીએસઈમાં સેન્સેક્સ શુક્રવારે ગઈ કાલના ૫૯,૯૩૪.૦૧ના બંધથી ૧૦૯૩.૨૨ પૉઇન્ટ્સ (૧.૮૨ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૫૯,૫૮૫.૭૨ ખૂલી, ઉપરમાં ૫૯,૭૨૦.૫૬ સુધી, નીચામાં ૫૮,૬૮૭.૧૭ સુધી જઈ અંતે ૫૮,૮૪૦.૭૯ પર બંધ રહ્યો હતો.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની એક કંપની વધી અને ૨૯ કંપનીઓ ઘટી હતી
આજે માર્કેટ કૅપ ૨૭૯.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે ગઈ કાલે ૨૮૫.૮૭ લાખ કરોડ રૂપિયા હતું.
બ્રોડ બેઝ્ડ ઇન્ડાઇસિસમાં બીએસઈ ૫૦ ઇન્ડેક્સ ૧.૮૯ ટકા, બીએસઈ ૧૦૦ ઇન્ડેક્સ ૨.૦૭ ટકા, બીએસઈ મિડ કૅપ ૨.૮૫ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૨.૩૮ ટકા, બીએસઈ ૨૦૦ ઇન્ડેક્સ ૨.૧૨ ટકા, બીએસઈ ૫૦૦ ઇન્ડેક્સ ૨.૧૪ ટકા, બીએસઈ ઑલ કૅપ ૨.૧૫ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૧.૯૭ ટકા ઘટ્યા હતા.
બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૦.૯૯ ટકા અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૦.૨૬ ટકા ઘટ્યા હતા.
સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં બેઝિક મટીરિયલ્સ ૩.૦૫ ટકા, સીડીજીએસ ૨.૪૦ ટકા, એનર્જી ૨.૪૧ ટકા, એફએમસીજી ૧.૮૩ ટકા, ફાઇનૅન્સ ૧.૫૫ ટકા, હેલ્થકેર ૧.૪૪ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૨.૪૬ ટકા, આઇટી ૩.૩૭ ટકા, ટેલિકૉમ ૧.૮૨ ટકા, યુટિલિટીઝ ૧.૨૬ ટકા, ઑટો ૨.૬૭ ટકા, બૅન્કેક્સ ૦.૯૫ ટકા, કૅપિટલ ગુડ્સ ૨.૨૬ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૩૪ ટકા, મેટલ ૧.૯૯ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૨.૩૦ ટકા, પાવર ૧.૪૮ ટકા, રિયલ્ટી ૩.૫૩ ટકા અને ટેક ૩.૦૩ ટકા ઘટ્યા હતા.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એકમાત્ર ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૬૩ ટકા વધ્યો હતો, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૪.૫૧ ટકા, ટેક મહિન્દ્રા ૪.૪૫ ટકા, ઇન્ફોસિસ ૩.૬૯ ટકા, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્ર ૩.૫૮ ટકા અને વિપ્રો ૩.૧૯ ટકા ઘટ્યા હતા.
આજે ‘બી’ ગ્રુપની ૧ કંપનીને ઉપલી સર્કિટ સહિત બધાં ગ્રુપની ૧૭ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.
ડેરિવેટિવ્ઝ રિપોર્ટ
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે કુલ ૧,૮૭,૫૮૧.૮૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૬,૬૭૪ સોદાઓમાં ૧૯,૩૪,૩૫૩ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૫૫,૯૪,૧૨૮ કૉન્ટ્રૅક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા.
ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સમાં ૦.૬૫ કરોડ રૂપિયાના ૫ સોદામાં ૭ કૉન્ટ્રૅક્ટ્નાં કામકાજ થયાં હતાં.
ઇન્ડેક્સ કોલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૫૧,૯૧૪ સોદામાં ૧૫,૬૯,૪૯૦ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૫૬,૧૧૮.૬૦ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.
ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ થયેલા ૧૪,૭૫૫ સોદામાં ૩,૬૪,૮૫૬ કૉન્ટ્રૅક્ટ સાથે ૩૧,૪૬૨.૫૫ કરોડ રૂપિયાનું કામકાજ થયું.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2022 07:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK