EXCLUSIVE:ICCના વિરોધ છતાંય 'બલિદાન બેજ' સાથે રમી શકે છે ધોની

અભિષેક ત્રિપાઠી | લંડન | Jun 09, 2019, 15:45 IST

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ટીમ ઈન્ડિયા આજની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICCને આંચકો આપી શકે છે.

EXCLUSIVE:ICCના વિરોધ છતાંય 'બલિદાન બેજ' સાથે રમી શકે છે ધોની
મહેન્દ્રસિંહ ધોની

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ટીમ ઈન્ડિયા આજની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICCને આંચકો આપી શકે છે. ICCના વિરોધ છતાંય ધોની ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં પેરા સ્પેશિયલ ફોર્સના બલિદાન બેજ સાથે જ રમવા ઉતરી શકે છો. ધોની આજની વન ડેમાં બલિદાન બેજ વાળા ગ્લવ્ઝ પહેરીને જ વિકેટકીપિંગ કરી શેક છે.

BCCIના એક ઉચ્ચ અધિકારીએ મિડ ડે સાથેની વાતચીતમાં કહ્યું કે,'આખી ભારતીય ટીમ, BCCI અને પદાધિકારીઓ સહિત તમામ રાજ્ય ક્રિકેટ સંઘ આ મામલે ધોનીનો સાથ આપી રહ્યા છે. તેમણે આ મેચમાં પણ એ જ ગ્લવ્ઝ પહેરીને રમવું જોઈએ જે ગ્લવ્ઝ તેમણે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પહેર્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતીના પ્રમુખ વિનોદ રાયે પણ આ મામલે આઈસીસીનો વિરોધ કર્યો છે. વિનોદ રાયે કહ્યું કે ICCએ સમજવું જોઈએ કે સપ્ટેમ્બર મહિનામાં બીસીસીઆઈમાં ચૂંટણી થશે અને સીઓએની જગ્યાએ નવું બોર્ડ કામ કરશે, ત્યારે આઈસીસીએ મુસીબતોનો સામનો કરવો પડી શકે છે.'

આ પણ વાંચોઃ અંતે ICC ના 'બલિદાન પ્રતીક' ગ્લવ્ઝ ન પહેરવા પર ધોનીએ આપ્યો જવાબ

બોર્ડના અધિકારીનું કહેવું છે કે,'મને ખબર છે ત્યાં સુધી આખી ટીમ ઈન્ડિયા ધોનીની સાથે છે, અને ખેલાડીઓ ઈચ્છે છે કે ધોની બલિદાન બેજવાળા ગ્લવ્ઝ સાથે જ વિકેટ કીપિંગ કરે.' જો કે બીજી તરફ વિનોદ રાયે શનિવારે કહ્યું કે ભારતીય ટીમ આ મામલામાં ICCના નિયમોનું પાલન કરશે. અમે કોઈ નિયમ વિરુદ્ધ નહીં જઈએ. આ મામલે અમારું વલણ સ્પષ્ટ છે. આ પહેલા ICCએ ધોનીના ગ્લવ્ઝ અંગે વિવાદ સર્જાયા બાદ BCCIની અપીલ રદ કરી દીધી હતી. ICCએ ધોનીના બલિદાન બેજ વાળા ગ્વલ્ઝને નિયમનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. અને ધોનીના આ પ્રકારના ગ્લવ્ઝ પહેરવાની પરવાનગી ન હોવાનું કહ્યું હતું. આ પહેલા ICCએ BCCIની અપીલ પર કહ્યું હતું કે ધોનીના બલિદાન બેજ પર પુનર્વિચાર કર્યો, પરંતુ તે નિયમ મુજબ જ છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK