
પ્રતીકાત્મક તસવીર
Updated
11 months 4 weeks 1 day 17 hours 43 minutes ago
09:30 PM
News Live Updates: મે મહિનામાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાની સહિત ઉત્તર ભારતના મોટાભાગના ભાગોમાં, મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધી શકે છે અને હીટ વેવ બેથી ચાર દિવસ સુધી રહી શકે છે. IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ ડિજિટલ માધ્યમ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પૂર્વોત્તર ભારતના મોટાભાગના ભાગો અને ઉત્તર-પશ્ચિમ ભારત અને મધ્ય ભારત અને ઉત્તર-પૂર્વ દ્વીપકલ્પ ભારતના કેટલાક ભાગો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.
Updated
11 months 4 weeks 1 day 17 hours 58 minutes ago
09:15 PM
News Live Updates: ઝારખંડ કોંગ્રેસનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ, ગૃહમંત્રી અમિત શાહના ડીપ ફેક વીડિયો કેસમાં કાર્યવાહી કરાઈ
ઝારખંડ કોંગ્રેસનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ હેન્ડલ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક ડીપ ફૅક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ ઠાકુરને દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના નકલી વીડિયો કેસની તપાસના સંબંધમાં 2 મેના રોજ સમન્સ પાઠવ્યું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા 28 એપ્રિલે આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે.
Updated
11 months 4 weeks 1 day 18 hours 13 minutes ago
09:00 PM
News Live Updates: યોગી આદિત્યનાથનો કોંગ્રેસ પર વધુ એક પ્રહાર
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે કોંગ્રેસ પર "હિન્દુ આતંકવાદ" શબ્દ પ્રયોજવાનો આરોપ મૂક્યો અને પીઢ નેતા સુશીલકુમાર શિંદે પર ઢાંકપિછોડો કર્યો, જેઓ યુપીએ યુગ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન હતા.
Updated
11 months 4 weeks 1 day 18 hours 28 minutes ago
08:45 PM
News Live Updates: મહિલાઓને લગ્નનું વચન આપી છેતરપિંડી કરનારની વ્યક્તિની ધરપકડ
મુંબઈ પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસે હૈદરાબાદમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેના પર અનેક રાજ્યોની મહિલાઓ સાથે લગ્ન કરવાનું વચન આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે.