યુનિવર્સલ બોસ ક્રિસ ગેલ વર્લ્ડ કપમાં પોતાની અંતિમ ઇનીંગ યાદગાર ન બનાવી શક્યો

Published: Jul 04, 2019, 20:03 IST | London

વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર અને યુનિવર્સલ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેલનો ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 એ તેનો અંતિમ વર્લ્ડ કપ છે. પણ ક્રિસ ગેલ પોતાના અંતિમ વર્લ્ડ કપની ઇનીંગને યાદગાર બનાવી ન શક્યો.

ક્રિસ ગેલ
ક્રિસ ગેલ

London : વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર અને યુનિવર્સલ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેલનો ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 એ તેનો અંતિમ વર્લ્ડ કપ છે. પણ ક્રિસ ગેલ પોતાના અંતિમ વર્લ્ડ કપની ઇનીંગને યાદગાર બનાવી ન શક્યો. અફઘાનિસ્તાન સામેની મેચમાં ક્રિસ ગેલે તેના ચાહકોને નિરાશ કર્યા હતા અને માત્ર 7 રને આઉટ થયો હતો.

ક્રિસ ગેલ અફઘાનિસ્તાનના બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો
પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમી રહેલ ક્રિસ ગેલ અફઘાનિસ્તાનના બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો. જોકે તેના ચાહકોમાં ક્રિસ ગેલ મોટી અને યાદગાર ઇનીંગ રમે તેવી અપેક્ષા હતી. પરંતુ તેવું ન બન્યું. તે 18 બોલનો સામનો કરતા માત્ર 1 ચોગ્ગાની મદદથી 7 રન બનાવી શક્યો. તેને દૌલત જાદરાનના બોલ પર ઇકરામ અલીએ કેચ કર્યો હતો. પરંતુ આ આંકડો તેના કરિશ્માઇ કરિયરને દર્શાવતો નથી. વનડે કરિયરમાં 1119 ચોગ્ગા અને 326 છગ્ગા ફટકારનાર ગેલે ટૂર્નામેન્ટ પહેલા જાહેરાત કરી હતી કે, આ તેનો અંતિમ વિશ્વ કપ હશે. હાલના વિશ્વકપમાં તેણે 8 મેચ રમી અને 30.25ની એવરેજથી 242 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 88.32ની રહી છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

ભારત સામે સીરિઝ રમ્યા બાદ ક્રિકેટને અલવિદા કહેશે
વર્લ્ડ કપ પહેલા તેણે એવું કહ્યું હતું કે તે વર્લ્ડ કપ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. પણ ત્યાર બાદ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. માનવામાં આવી રહ્યું છે કે આગામી ભારતની સિરીઝ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરને અલવિદા કહી દેશે. ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત પ્રવાસની શરૂઆત ત્રણ ઓગસ્ટથી કરશે, ત્યારબાદ વનડે 8 ઓગસ્ટ અને ફરી ટેસ્ટ મેચ 22 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રમાશે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ગેલનું ક્રિકેટ કરિયર
ગેલે 103 ટેસ્ટ મેચોમાં 42.19ની એવરેજથી 7215 રન જ્યારે 297 વનડેમાં 10393 રન બનાવ્યા છે. ટી20મા તેણે 58 મેચ રમીને 1627 રન ફટકાર્યા છે. ટેસ્ટમાં તેના નામે 15 સદી તો વનડેમાં 25 સદી છે. આંતરરાષ્ટ્રીય ટી20મા પણ તેના નામે બે સદી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK