આજે પંજાબ પાસે હૈદરાબાદને નમાવવાની તક

Apr 08, 2019, 11:28 IST

બન્ને વચ્ચે રમાયેલી ૧૨ મૅચમાં હૈદરાબાદ ૯-૩થી લીડમાં છે

આજે પંજાબ પાસે હૈદરાબાદને નમાવવાની તક
ભુવનેશ્વર અને અશ્વિન

મુંબઈ સામે શરમજનક રીતે ૯૬ રનમાં ઑલઆઉટ થઈ જવા પછી ભુવનેશ્વર કુમારની હૈદરાબાદની ટીમ આજે પંજાબ સામે જીતીને ફરીથી જીતના માર્ગે ચબ્વાનો પ્રયત્ન કરશે. બન્ને ટીમે પાંચમાંથી ૩ મૅચ જીતીને ૬ પૉઇન્ટ્સ મેળવ્યા છે. શનિવારે હૈદરાબાદ મુંબઈને ૧૩૬ રને રોકવામાં સફળ થઈ હતી પણ ડેબ્યુટન્ટ અલ્ઝારી જોસેફે ૩.૧ ઓવરમાં ૧૨ રનમાં ૬ વિકેટ લઈને ઝટકો આપ્યો હતો. વર્તમાન સીઝનમાં હાઇએસ્ટ રન હૈદરાબાદના ડેવિડ વૉર્નરે (૨૭૯) બનાવ્યા છે.

આ પણ વાંચો : આ ડ્રીમ-ડેબ્યુ મને હંમેશાં યાદ રહેશે : અલ્ઝારી જોસેફ

પંજાબે શનિવારે ચેન્નઈ સામે ૨૨ રનથી પરાજય જોવો પડ્યો હતો. પંજાબ 20 ઓવરમાં પાંચ વિકેટે ફક્ત ૧૩૮ રન બનાવી શકી હતી. કૅપ્ટન રવિચન્દ્રન અશ્વિન સિવાય એકેય બોલર વિકેટ મેળવી શક્યો નહોતો. પંજાબ ક્યારેય IPL ટાઇટલ જીતી શક્યું નથી. બન્ને વચ્ચે રમાયેલી ૧૨ મૅચમાં હૈદરાબાદ ૯-૩થી આગળ છે. ગયા વર્ષે બન્ને ટીમ આમને-સામને એક-એક જીતી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK