Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > INDvSA : ભારતની પહેલા દિવસે મજબુત સ્થિતી, રોહિતની સદી, ભારતના 202 રન

INDvSA : ભારતની પહેલા દિવસે મજબુત સ્થિતી, રોહિતની સદી, ભારતના 202 રન

12 October, 2019 01:16 PM IST | Visakhapatnam

INDvSA : ભારતની પહેલા દિવસે મજબુત સ્થિતી, રોહિતની સદી, ભારતના 202 રન

રોહિત શર્માએ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં ફટકારી કારકિર્દીની ચોથી સદી (PC : BCCI)

રોહિત શર્માએ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં ફટકારી કારકિર્દીની ચોથી સદી (PC : BCCI)


Visakhapatnam : સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલા દિવસના અંતે વિકેટ ગુમાવ્યા વગર 202 રન કર્યા હતા. જેમાં ઓપનર રોહિત શર્મા 115 રને અને મયંક અગ્રવાલ 84 રને અણનમ છે. વરસાદના લીધે 30.5 ઓવર ઓછી રમાઈ હતી. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની ચોથી સદી ફટકારી છે. તે ઉપરાંત રોહિત; શિખર ધવન, લોકેશ રાહુલ અને પૃથ્વી શો પછી ઓપનિંગ કરતાં પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર ચોથો ઓપનર બન્યો છે. ભારતીય ઓપનર્સે 24 ઇનિંગ્સ પછી ટેસ્ટમાં સદીની ભાગીદારી કરી છે. છેલ્લે મુરલી વિજય અને શિખર ધવને 2018માં અફઘાનિસ્તાન વિરુદ્ધ બેંગ્લુરુ ખાતે સદીની ભાગીદારી નોંધાવી હતી. મયંક અગ્રવાલે પણ ચોથી ફિફટી મારીને રોહિતનો સારો સાથ આપ્યો હતો.





ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી
ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે ટોસ જીતીને બેટીગ પસંદ કરી હતી. બંને ટીમ 2016માં ભારતે આ ગ્રાઉન્ડ ઉપર ઇંગ્લેન્ડને 246 રને હરાવ્યું હતું. બંને ટીમ ભારતમાં 2015 પછી એકબીજા સામે રમી રહી છે, છેલ્લી ટેસ્ટમાં દિલ્હી ખાતે ભારતે 337 રને મેચ જીતી હતી.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

ભારતની પ્લેઈંગ 11:
વિરાટ કોહલી (સુકાની), અજિંક્ય રહાણે (ઉપ સુકાની), રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિદ્ધીમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા.


દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11:
ફાફ ડુ પ્લેસિસ (કપ્તાન), એડન માર્કરામ, ડીન એલ્ગર, ટેમ્બા બાવુમા, ક્વિન્ટન દ કોક (વિકેટકીપર), થ્યુનિસ દ બ્રુયિન, વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કગીસો રબાડા, કેશવ મહારાજ અને ડેન પિડ્ટ.

આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

47 વર્ષ પછી ભારત માટે ઘરઆંગણે નવી ઓપનિંગ જોડી
રોહિત શર્મા અને મયંક અગ્રવાલ પ્રથમ વાર ઘરઆંગણે ઓપનિંગ કરી રહ્યા છે. ઘરઆંગણે એક જ ટેસ્ટમાં ભારતના બંને ઓપનર્સ પ્રથમ વાર એક સાથે ઓપનિંગ કરી રહ્યા હોય તેવું 47 વર્ષ પછી બન્યું છે. અગાઉ 1972/73માં સુનિલ ગાવસ્કર (પ્રથમ હોમ ટેસ્ટ) અને રામનાથ પાર્કર (ડેબ્યુ) પ્રથમ વાર સાથે ઘરઆંગણે ઓપનિંગ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 01:16 PM IST | Visakhapatnam

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK