ટેસ્ટ ક્રિકેટ માટે વર્લ્ડ ચૅમ્પિયનશિપ સારી તક છે : સ્ટીવ વૉ

Published: 31st July, 2019 10:51 IST | બર્મિંગહૅમ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વૉના મતે ટેસ્ટ ક્રિકેટ માટે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ એક સારી તક છે.

સ્ટીવ વૉ
સ્ટીવ વૉ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વૉના મતે ટેસ્ટ ક્રિકેટ માટે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ એક સારી તક છે. તેણે એની ઘણી પ્રશંસા કરી છે. ક્રિકેટની આ સૌથી લાંબી ફૉર્મેટનો આજથી બર્મિંગહૅમમાં શુભારંભ થઈ રહ્યો છે જેમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની ટીમ સામસામે ટકરાશે. સ્ટીવે આ ચૅમ્પિયનશિપના સંદર્ભમાં વાત કરતાં જણાવ્યું હતું કે ‘ટેસ્ટ ક્રિકેટ માટે આ એક સારી તક છે. હું ૧૮ વર્ષ આ ગેમ રમ્યો છું. ઘણા લોકો કહે છે અમે ટેસ્ટમાં નંબર વન છીએ, પણ જ્યાં સુધી તમારા હાથમાં ગેમ કે ટ્રોફી નથી આવતી, કંઈ પણ કહી ન શકાય. ટી૨૦ વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ પછી હવે ટેસ્ટ સિરીઝની આ રમતમાં પણ તમારે તમારી ક્ષમતા પુરવાર કરવાની હોય છે. મારા ખ્યાલથી જો પ્લેયરો સારા ટેસ્ટ પ્લેયર બનવાની ઇચ્છા રાખશે તો ટીમ પણ મજબૂત સાબીત થઈ શકશે.’

આજથી શરૂ થઈ રહેલી ઍશિઝ સિરીઝમાં કુલ નવ ટીમો રમશે જેમાં ઑસ્ટ્રેલિયા, બંગલા દેશ, ઇંગ્લૅન્ડ, ઇન્ડિયા, ન્યુ ઝીલૅન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝનો સમાવેશ થાય છે. ટૉપ બે ટીમ જૂન ૨૦૨૧માં લૉર્ડ્સના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં ફાઇનલ મૅચ રમશે.

ઍશિઝ સિરીઝ માટે ખ્વાજા પર પ્રશ્ન યથાવત્...

આજથી શરૂ થઈ રહેલી ઍશિઝ સિરીઝની પહેલી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાનો બૅટ્સમૅન ઉસ્માન ખ્વાજા રમે કે નહીં એ એક સવાલ છે. વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચમાં ખ્વાજાને ઈજા થઈ હતી જેના કારણે હજી પણ તેનો ટીમમાં સિલેક્શન અંગે પ્રશ્નાર્થ ઊભો છે. જોકે તેણે ટીમના અન્ય પ્લેયરો સાથે નેટ પ્રૅક્ટિસ કરી છે અને બધું વ્યવસ્થિત રહ્યું તો મોટા ભાગે રમી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK