15 એપ્રિલે વર્લ્ડ કપ માટે જાહેર થશે ટીમ, આ ખેલાડીઓ નિશ્ચિત

Apr 08, 2019, 17:44 IST

હાલ દેશમાં IPLને પગલે ટી20નો માહોલ જામેલો છો. જો કે આઈપીએલ પૂરી થયા બાદ તરત જ આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થશે. આઈપીએલ બાદ ક્રિકેટનો મહાકુંભ એવો વર્લ્ડ કપ શરૂ થશે. તમામ દેશોએ વર્લ્ડકપની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

15 એપ્રિલે વર્લ્ડ કપ માટે જાહેર થશે ટીમ, આ ખેલાડીઓ નિશ્ચિત
ફાઈલ ફોટો

હાલ દેશમાં IPLને પગલે ટી20નો માહોલ જામેલો છો. જો કે આઈપીએલ પૂરી થયા બાદ તરત જ આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થશે. આઈપીએલ બાદ ક્રિકેટનો મહાકુંભ એવો વર્લ્ડ કપ શરૂ થશે. તમામ દેશોએ વર્લ્ડકપની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ન્યૂઝીલેન્ડ સહિતના દેશો વર્લ્ડકપ માટે ટીમ પણ પસંદ કરી ચૂક્યા છે. ત્યારે 15 એપ્રિલે હવે ટીમ ઈન્ડિયા જાહેર થશે. મુંબઈમાં બીસીસીઆઈ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરશે. વર્લ્ડ કપ માટે દુનિયાના ક્રિકેટ રમતા દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમના સભ્યોના નામ મોકલવાના છે. ત્યારે પસંદગી સમિતિ આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહી છે.

આ હોઈ શકે છે ભારતની ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), એમએસ ધોની, શિખર ધવન, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, લોકેશ રાહુલ/વિજય શંકર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અંબાતી રાયડુ, રવીન્દ્ર જાડેજા, રિષભ પંત, ખલીલ અહમદ.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK