અમેરિકાની ટેનિસ સ્ટાર અમાન્ડા અનિસિમોવાને તેણે યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સ ફાઇનલમાં ૬-૩, ૭-૬થી હરાવી હતી.
બેલારુસની ૨૭ વર્ષની ટેનિસ સ્ટાર આર્યના સબાલેન્કા
બેલારુસની ૨૭ વર્ષની ટેનિસ સ્ટાર આર્યના સબાલેન્કાએ પોતાનું સતત બીજું યુએસ ઓપન ટાઇટલ જીતીને પોતાની ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ કૅબિનેટમાં ચોથું ટાઇટલ ઉમેર્યું છે. વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં ઑસ્ટ્રેલિયા ઓપન જીતી ચૂકેલી આર્યના સબાલેન્કાએ ૧૦૦મી ગ્રૅન્ડ-સ્લૅમ મૅચ જીતીને ટાઇટલ વિજયની શાનદાર યાદગીરી બનાવી હતી. અમેરિકાની ટેનિસ સ્ટાર અમાન્ડા અનિસિમોવાને તેણે યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સ ફાઇનલમાં ૬-૩, ૭-૬થી હરાવી હતી.
મૅચના અંતે બન્ને પ્લેયર્સની આંખમાં આંસુ જોવા મળ્યાં હતાં. આ વર્ષનું પહેલું અને ત્રણ વર્ષથી ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતીને આર્યના સબાલેન્કા પોતાના દિવંગત પપ્પાને યાદ કરીને રડી હતી. જોકે તેણે પોતાના હેડ કોચની તાલ પર બનેલા ટાઇગરના સ્ટિકર પર ટપલી મારી, પોતાની ટીમ સાથે શૅમ્પેનની બૉટલ સાથે મસ્તી કરી અને બૉયફ્રેન્ડને સ્ટેડિયમમાં કિસ કરીને પોતાની જીતની બિન્ધાસ ઉજવણી કરી હતી. જ્યારે ૨૪ વર્ષની રનર-અપ અમાન્ડા અનિસિમોવા વિમ્બલ્ડન 2025 બાદ યુએસ ઓપનની ફાઇનલમાં હારવાને કારણે નિરાશ થઈને ચોધાર આંસુએ રડી હતી.


