નંબર વન આર્યના અને નવમો ક્રમ ધરાવતી અમાન્ડા વચ્ચે ૯ ટેનિસ મૅચ રમાઈ છે જેમાંથી આર્યના ત્રણ અને અમાન્ડા ૬ મૅચ જીતી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
યુએસ ઓપન 2025માં ૭ સપ્ટેમ્બરે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ બેલારુસની આર્યના સબાલેન્કા અને અમેરિકાની અમાન્ડા અનિસિમોવા વચ્ચે રમાશે. ગઈ કાલની સેમી ફાઇનલ મૅચમાં બન્ને સ્ટાર પ્લેયર્સ પોતાના હરીફ સામે પહેલો સેટ હાર્યા બાદ સતત બે સેટ જીતીને ફાઇનલમાં પહોંચી છે. નંબર વન આર્યના અને નવમો ક્રમ ધરાવતી અમાન્ડા વચ્ચે ૯ ટેનિસ મૅચ રમાઈ છે જેમાંથી આર્યના ત્રણ અને અમાન્ડા ૬ મૅચ જીતી છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્યના કુલ ત્રણ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકી છે. આર્યના સતત ત્રીજી વખત યુએસ ઓપન ફાઇનલ રમશે અને વિમ્બલ્ડન 2025 બાદ યુએસ ઓપનની ફાઇનલમાં પહેલી વખત પહોંચનાર અમાન્ડા પોતાનું પહેલું ગ્રૅન્ડ સ્લૅમ જીતવાનો ટાર્ગેટ રાખશે.


