યુવરાજ સિંહ, હરભજન સિંહ, પાર્થિવ પટેલ, મુરલી કાર્તિક સહિતના ભૂતપૂર્વ ખેલાડીઓ ભાગ લેશે
૬ માર્ચે મુંબઈના ચેમ્બુરમાં પ્રખ્યાત બૉમ્બે પ્રેસિડન્સી ગોલ્ફ ક્લબ ખાતે આ ઇવેન્ટનું આયોજન કરાયું છે
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે સેલિબ્રિટી ગોલ્ફ ઇવેન્ટની જાહેરાત કરી છે. ૭૬ વર્ષના સુનીલ ગાવસકરે પોતાના ચૅમ્પ્સ ફાઉન્ડેશન વિશે જાગૃતિ લાવવા માટે ૬ માર્ચે મુંબઈના ચેમ્બુરમાં પ્રખ્યાત બૉમ્બે પ્રેસિડન્સી ગોલ્ફ ક્લબ ખાતે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ ફાઉન્ડેશન નાણાકીય અને તબીબી પડકારોનો સામનો કરી રહેલા ભારતના ભૂતપૂર્વ ઇન્ટરનૅશનલ રમતવીરોને ટેકો આપે છે.
સેલિબ્રિટી ગૉલ્ફ ઇવેન્ટમાં ૧૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે જેમાં યુવરાજ સિંહ, વેન્કટેશ પ્રસાદ, હરભજન સિંહ, અજય જાડેજા, પાર્થિવ પટેલ, મુરલી કાર્તિક, એસ. બદ્રીનાથ, મુરલી વિજય, જી. આર. વિશ્વનાથ, ઈઓન મૉર્ગન, માઇકલ વૉન અને ડેવિડ લૉઇડ સહિતના ભૂતપૂર્વ ક્રિકેટર્સનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટમાં ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓ એવા ટેનિસ-સ્ટાર લિએન્ડર પેસ, બૅડ્મિન્ટન-સ્ટાર પ્રકાશ પાદુકોણ પણ ભાગ લેશે. ભારતના પ્રોફેશન ગૉલ્ફર્સ પણ આ ઇવેન્ટની શોભા વધારશે.
