Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Sports Update : રોનાલ્ડોના સન્માનમાં પોર્ટુગલ ફુટબૉલ ફેડરેશને ૭ નંબરની જર્સીની ડિઝાઇનમાં ફેરફાર કર્યો

Sports Update : રોનાલ્ડોના સન્માનમાં પોર્ટુગલ ફુટબૉલ ફેડરેશને ૭ નંબરની જર્સીની ડિઝાઇનમાં ફેરફાર કર્યો

Published : 17 November, 2026 09:59 AM | Modified : 17 November, 2026 10:18 AM | IST | Portugal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેથી નવી ડિઝાઇનમાં નંબર ૭ પર એક નાનું ‘ક્રૉસ’ ચિહ્‍ન ઉમેરવામાં આવ્યું છે, જે રોનાલ્ડોની કરીઅરના એક અધ્યાયના સમાપનનું પ્રતીક છે. ભવિષ્યમાં જે પણ પ્લેયર ૭ નંબરની જર્સી સ્થાયી રૂપે પસંદ કરશે તેણે આ ‘ક્રૉસ ધરાવતા ૭ નંબરની જર્સી જ પહેરવી પડશે.

ક્રિસ્ટીઆનો રોનાલ્ડો

ક્રિસ્ટીઆનો રોનાલ્ડો


પોર્ટુગલ ફુટબૉલ ફેડરેશને ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની શાનદાર ઇન્ટરનૅશનલ કરીઅરના સન્માનમાં નંબર ૭ જર્સીની ડિઝાઇનમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. પોર્ટુગલ નંબર ૭ જર્સીને સંપૂર્ણપણે નિવૃત્ત કરી શકતું નથી. નિયમો અનુસાર ઇન્ટરનૅશનલ ફુટબૉલ ટુર્નામેન્ટમાં પ્લેયર્સના જર્સી નંબર ૧થી ૨૩ સુધી હોવા ફરજિયાત હોય છે.

તેથી નવી ડિઝાઇનમાં નંબર ૭ પર એક નાનું ‘ક્રૉસ’ ચિહ્‍ન ઉમેરવામાં આવ્યું છે, જે રોનાલ્ડોની કરીઅરના એક અધ્યાયના સમાપનનું પ્રતીક છે. ભવિષ્યમાં જે પણ પ્લેયર ૭ નંબરની જર્સી સ્થાયી રૂપે પસંદ કરશે તેણે આ ‘ક્રૉસ ધરાવતા ૭ નંબરની જર્સી જ પહેરવી પડશે. જૂની નંબર ૭ જર્સી હંમેશ માટે રોનાલ્ડોની રહેશે.



રોનાલ્ડિન્યોએ ૪૬ વર્ષની ઉંમરે પ્રોફેશનલ ફુટબૉલમાં વાપસી કરી


૨૦૦૨ની બ્રાઝિલની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય એવા રોનાલ્ડિન્યોએ ૧૧ વર્ષ પછી પોતાની પ્રથમ પ્રોફેશનલ ફુટબૉલ મૅચ રમી છે. ૪૬ વર્ષની ઉંમરે રોનાલ્ડિન્યોએ પ્રોફેશનલ ફુટબૉલ વાપસી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે ભારતમાં નિવૃત્ત ફુટબૉલર્સવાળી ફ્રેન્ડ્લી ઘણી મૅચો રમી છે.


રોનાલ્ડિન્યો હાલમાં ઇટલીની ત્રીજા સ્તરની ટીમ રવેન્ના તરફથી ફોર્લી ટીમ સામે રમ્યો હતો. રવેન્ના ટીમે ૨-૦થી મૅચમાં જીત મેળવી એમાં રોનાલ્ડિન્યોએ પ્રથમ ગોલ કરવામાં સહાય કરી હતી. રોનાલ્ડિન્યોએ છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૫માં છેલ્લી પ્રોફેશનલ ફુટબૉલ મૅચ રમી હતી અને ૨૦૧૮માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.

વર્લ્ડ ચૅમ્પિયન સ્પેનનો ૪૩ મૅચથી અપરાજિત રહેવાનો સિલસિલો અટક્યો, ઇંગ્લૅન્ડની ટીમે ૩-૨થી આપી માત

રવિવારે સ્પેનના મેડ્રિડમાં રમાયેલી UEFA નેશન્સ લીગ મૅચમાં ઇંગ્લૅન્ડે વિશ્વ-ચૅમ્પિયન સ્પેન મેન્સ ફુટબૉલ ટીમ સામે ૩-૨થી જીત નોંધાવી હતી. આ સાથે સ્પેનનો ૪૩ મૅચોથી સતત અપરાજિત રહેવાનો વિશ્વ રેકૉર્ડ અટક્યો હતો.

સ્પેનને છેલ્લી હાર માર્ચ ૨૦૨૪માં મળી હતી. એ સમયે કોલંબિયાએ સ્પેન સામે ૧-૦થી જીત નોંધાવી હતી. એ પછી સ્પેનની ટીમે ફુટબૉલ વર્લ્ડ કપ ફાઇનલ 2026 સહિત ૩૪ મૅચો જીતી હતી અને ૯ મૅચ ડ્રૉ રમી હતી.

સ્પેન સહિત ફ્રાન્સ, બેલ્જિયમ, ઇંગ્લૅન્ડ અને પોર્ટુગલની ટીમોએ UEFA નેશન્સ લીગની ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. બાકીની ત્રણ ટીમો આજની અંતિમ મૅચોનાં રિઝલ્ટ પરથી નક્કી થશે.

બેલ્જિયમના હાઇએસ્ટ ગોલ-સ્કોરર રોમેલુ લુકાકૂએ ઇન્ટરનૅશનલ ફુટબૉલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી

ઇન્ટરનૅશનલ ફુટબૉલમાંથી વધુ એક મોટા સ્ટારે રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. બેલ્જિયમના હાઇએસ્ટ ગોલ-સ્કોરર રોમેલુ લુકાકૂએ ગઈ કાલે કહ્યું કે નૅશનલ ટીમ માટે રમવાનું 
અટકાવવાના મારા નિર્ણયથી હું સંપૂર્ણપણે સંતુષ્ટ છું.’

૧૬ વર્ષની ઇન્ટરનૅશનલ ફુટબૉલ કરીઅરમાં રોમેલુ લુકાકૂએ ૧૩૫ મૅચોમાં ૯૪ ગોલ કર્યા છે. મેન્સ ઇન્ટરનૅશનલ ફુટબૉલ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ફુટબૉલર્સના લિસ્ટમાં તે પાંચમા ક્રમે છે. ૨૦૧૮ના વર્લ્ડ કપમાં તેણે બેલ્જિયમને ત્રીજા સ્થાને પહોંચાડવામાં મદદ કરી હતી.

ન્યુ ઝીલૅન્ડમાં ભારતની ફુટબૉલ ટીમને બન્ને ફ્રેન્ડ્લી મૅચમાં મળી કારમી હાર

ન્યુ ઝીલૅન્ડમાં બે ફ્રેન્ડ્લી ફુટબૉલ મૅચ રમવા ગયેલી ભારતની મુખ્ય મેન્સ ટીમને નિરાશા મળી છે. ૧૨ નવેમ્બરે પહેલી મૅચમાં ૫-૦ અને રવિવારે ૩-૦થી ન્યુ ઝીલૅન્ડે ભારત સામે જીત નોંધાવી હતી. ભારતીય ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી. બીજી મૅચમાં ભારત પાંચ ફેરફાર સાથે રમી રહ્યું હતું.

અગાઉ આ બન્ને ટીમો વચ્ચે બે ટક્કર થઈ હતી. સપ્ટેમ્બર ૧૯૮૮માં મૅચ ૦-૦થી ડ્રૉ રહી હતી, જ્યારે જૂન ૨૦૧૮માં ન્યુ ઝીલૅન્ડે ૨-૧થી ભારત સામે જીત નોંધાવી હતી. વર્લ્ડ ફુટબૉલ રૅન્કિંગમાં ન્યુ ઝીલૅન્ડ ૮૮મા અને ભારત ૧૩૮મા ક્રમે છે.

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 10:18 AM IST | Portugal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK