મહિલાઓની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે
જોડી ગ્રિનહૅમ
બ્રિટિશ તીરંદાજ જોડી ગ્રિનહૅમે પૅરિસમાં પૅરાલિમ્પિક્સ 2024માં મહિલાઓની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતનારી તે પહેલી ગર્ભવતી ઍથ્લીટ બની છે. સાત મહિનાની ગર્ભવતી જોડી ગ્રિનહૅમે બ્રૉન્ઝ મેડલ મૅચમાં પોતાના જ દેશની અને ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતેલી પ્લેયરને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. ૩૧ વર્ષની આ દિવ્યાંગ તીરંદાજે યાદગાર જીત બાદ કહ્યું હતું કે મને મારી જાત પર ખરેખર ગર્વ છે.


