Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > જૅવલિન થ્રોમાં ભારતની ઐતિહાસિક બેવડી જીત

જૅવલિન થ્રોમાં ભારતની ઐતિહાસિક બેવડી જીત

Published : 02 August, 2026 10:20 AM | Modified : 02 August, 2026 10:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીરજ ચોપડાએ સિલ્વર અને યશવીર સિંહે બ્રૉન્ઝ મેડલ જીતીને કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને મેન્સ જૅવલિન થ્રોમાં ઐતિહાસિક ડબલ સફળતા અપાવી. પહેલી વખત બે ભારતીય ખેલાડીઓ એકસાથે પોડિયમ પર પહોંચ્યા.

નીરજ ચોપરા અને યશવીર સિંહ

નીરજ ચોપરા અને યશવીર સિંહ


કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો બાવીસમો અને ૨૩મો મેડલ મેન્સ જૅવલિન થ્રોની રમતમાંથી આવ્યો હતો. પહેલી વખત કૉમનવેલ્થ ગેમ્સની એક આવૃત્તિમાં બે ભારતીયો મેન્સ જૅવલિન થ્રોમાં પોડિયમ સુધી પહોંચ્યા હતા. ગ્લાસગોમાં ખરાબ હવામાન વચ્ચે મોડેથી શરૂ થયેલી જૅવલિન થ્રો ઇવેન્ટમાં નીરજ ચોપડાએ ૮૫.૮૩ મીટરનો પોતાનો સીઝન-શ્રેષ્ઠ થ્રો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. ૨૦૧૮માં આ ઇવેન્ટમાં નીરજ ચોપડા ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાજસ્થાનના પચીસ વર્ષના યશવીર સિંહે અંતિમ પ્રયાસમાં ૮૫.૪૧ મીટરનો વ્યક્તિગત-શ્રેષ્ઠ થ્રો કરીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

ગોલ્ડ જીતનાર શ્રીલંકન પહેલાં ફાસ્ટ બોલર હતો



શ્રીલંકાના ૨૩ વર્ષના રમેશ થરંગા પથિરાજે પોતાના બીજા પ્રયાસ દરમ્યાન ૮૯.૭૫ મીટરનો શ્રેષ્ઠ થ્રો કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અન્ડર-18 લેવલ પર આ શ્રીલંકન ખેલાડી ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે રમ્યો છે અને ૧૩૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી છે. ડિસ્કસ થ્રો અને શૉટ-પુટના ખેલાડી એવા પપ્પા પાસેથી પ્રેરણા લઈને તે ઍથ્લેટિક્સમાં આવ્યો હતો. ડાયમંડ લીગ 2026 દરમ્યાન રોમમાં ૯૨.૬૨ મીટરનો ઐતિહાસિક થ્રો કરીને તે ચર્ચામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK