તેજસ્વિન શંકરે કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ડિકૅથલૉનમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ભારત માટે આ ઇવેન્ટનો પ્રથમ મેડલ જીતવાનો ઐતિહાસિક કારનામો કર્યો.
તેજસ્વિન શંકર
કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો ૨૧મો મેડલ ઐતિહાસિક હતો. તેજસ્વિન શંકરે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ભારત તરફથી પહેલો ડિકૅથલૉન મેડલ જીત્યો હતો. દિલ્હીના ૨૭ વર્ષના આ ખેલાડીએ ૧૦ ઇવેન્ટના પ્રદર્શનના અંતે ૭૯૭૬ પૉઇન્ટ મેળવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
ડિકૅથલૉન એ બે દિવસ સુધી ચાલતી સંયુક્ત ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટ છે જેમાં ૧૦૦ મીટર રેસ, લૉન્ગ જમ્પ, શૉટ પુટ, હાઈ જમ્પ, ૪૦૦ મીટર, ૧૧૦ મીટર હર્ડલ રેસ, ડિસ્કસ થ્રો, પોલ વૉલ્ટ, જૅવલિન થ્રો અને ૧૫૦૦ મીટરની રેસ સહિતની ૧૦ રમતોનો સમાવેશ થાય છે. ગ્રેનાડાનો હરીફ ગોલ્ડ મેડલ અને કૅનેડાનો હરીફ સિલ્વર મેડલ જીત્યો હતો.
તેજસ્વિન શંકરે હાલમાં સિનિયર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ડિકૅથલૉન માં ૮૦૫૭ પૉઇન્ટ સાથે ચૅમ્પિયન બનીને ૮૦૦૦ પૉઇન્ટનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય તરીકેની સિદ્ધિ મેળવી હતી.
કૉમનવેલ્થ ગેમ્સ 2022માં હાઈ જમ્પમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર તેજસ્વિન શંકર તામિલ ફૅમિલીનો છે. ખૂબ નાની ઉંમરે બ્લડ કૅન્સરને કારણે તેણે પોતાના પપ્પાને ગુમાવ્યા હતા. તેજસ્વિન ત્રણ વખત સિનિયર નૅશનલ ચૅમ્પિયન અને પાંચ વખત જુનિયર નૅશનલ હાઈ જમ્પ ચૅમ્પિયન રહી ચૂક્યો છે.
