તમામ રમતવીરોને લગભગ ૧૦ હજાર ડૉલર રકમ આપવામાં આવશે
ફાઇલ તસવીર
ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટીએ ઑલિમ્પિક્સમાં ભાગ લેનારા દરેક ખેલાડી માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હમણાં સુધી રમતમાં ભાગ લેતા ખેલાડીઓને કોઈ રકમ આપવામાં આવતી નહોતી. ૧૩૦ વર્ષની આ પરંપરાનો હવે અંત કરવામાં આવ્યો છે.
ફિટ ફૉર ધ ફ્યુચર ઑલિમ્પિયન ગ્રાન્ટ અભિયાન હેઠળ આ વર્ષ ફેબ્રુઆરીમાં યોજાયેલા વિન્ટર ઑલિમ્પિક્સથી શરૂ કરીને તમામ રમતવીરોને લગભગ ૧૦ હજાર ડૉલર રકમ આપવામાં આવશે. રમતોમાં ભાગ લેનારા દરેક રમતવીરને તેમની રમતગમત કારકિર્દી આગળ વધારવા માટે ટેકો મળે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
