Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પાંચ પ્લેયર્સવાળી યુથ હૉકી ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમોએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો

પાંચ પ્લેયર્સવાળી યુથ હૉકી ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમોએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો

Published : 27 July, 2026 05:07 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓમાનમાં યોજાયેલી યુથ હૉકી 5s એશિયન ચૅમ્પિયનશિપમાં ભારતીય મેન્સ ટીમે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ જીત્યો, જ્યારે વિમેન્સ ટીમે સિલ્વર મેળવ્યો. બન્ને ટીમોએ પ્રથમ યુથ હૉકી 5s વર્લ્ડ કપ માટે પણ ક્વૉલિફાય કર્યું.

Asian Championship 2026

Asian Championship 2026


ઓમાનમાં આયોજિત યુથ હૉકી 5s એશિયન ચૅમ્પિયનશિપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં દરેક ટીમમાંથી માત્ર પાંચ ખેલાડી મેદાન પર રમે છે. શૉર્ટ અને ફાસ્ટેસ્ટ ફૉર્મેટની આ હૉકી મૅચોમાં પાંચ ખેલાડીઓમાંથી એક ગોલકીપર હોય છે. 
ભારતની સબ-જુનિયર મેન્સ ટીમે ફાઇનલ મૅચમાં પાકિસ્તાન સામે ૩-૧થી જીત નોંધાવી હતી. ભારતની આ ટીમ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન અજેય રહી હતી. ભારતની વિમેન્સ ટીમને ફાઇનલમાં ચીન સામે ૨-૪ના સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ બન્ને ટીમો પહેલી વખત યોજાનારા યુથ હૉકી 5s વર્લ્ડ કપ માટે પણ ક્વૉલિફાય થઈ છે.
હૉકી ઇન્ડિયાએ યુથ મેન્સ ટીમના દરેક ખેલાડી માટે બે લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના સભ્યો માટે એક લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી છે, જ્યારે યુથ વિમેન્સ ટીમની દરેક ખેલાડીને એક લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના સભ્યોને ૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 05:07 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK