Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > બે વખતનું વર્લ્ડ ચૅમ્પિયન ઉરુગ્વે પણ ભારતમાં ફુટબૉલ રમવા આવશે

બે વખતનું વર્લ્ડ ચૅમ્પિયન ઉરુગ્વે પણ ભારતમાં ફુટબૉલ રમવા આવશે

Published : 28 August, 2026 10:45 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય મેન્સ ફુટબૉલ ટીમ ૬ ઑક્ટોબરે કલકત્તામાં બે વખતની વર્લ્ડ કપ ચૅમ્પિયન ઉરુગ્વે સામે ઇન્ટરનૅશનલ ફ્રેન્ડ્લી મૅચ રમશે. આ પહેલાં ભારત પનામા અને બ્રાઝિલ સામે પણ ટકરાશે.

બે વખતનું વર્લ્ડ ચૅમ્પિયન ઉરુગ્વે પણ ભારતમાં ફુટબૉલ રમવા આવશે

બે વખતનું વર્લ્ડ ચૅમ્પિયન ઉરુગ્વે પણ ભારતમાં ફુટબૉલ રમવા આવશે


ભારતીય મેન્સ નૅશનલ ટીમ કલકત્તામાં વધુ એક મોટી વૈશ્વિક ફુટબૉલ ટીમની યજમાની માટે તૈયાર છે. બે વખતનું વર્લ્ડ કપ ચૅમ્પિયન ઉરુગ્વે ૬ ઑક્ટોબરે વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગન ખાતે ભારત સામે ઇન્ટરનૅશનલ ફ્રેન્ડ્લી મૅચ રમશે. વર્લ્ડ રૅન્કિંગમાં હાલમાં ઉરુગ્વે વીસમા સ્થાને છે. 
આ વિન્ડો દરમ્યાન ભારતની આ ત્રીજી હાઈ-પ્રોફાઇલ ઇન્ટરનૅશનલ ફ્રેન્ડ્લી મૅચ હશે. આ પહેલાં ૨૬ સપ્ટેમ્બરે બૅન્ગલોરમાં પનામા સામે અને ૩ ઑક્ટોબરે કલકત્તામાં પાંચ વખતના વિશ્વ ચૅમ્પિયન બ્રાઝિલ સામે મૅચ યોજાવાની છે.

 


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 10:45 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK