Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નેપાલમાં જળપ્રલયથી ઓછામાં ઓછા ૩૮૯ લોકોનાં મોત, ૨૯૦ ભારતીયો હજી પણ લાપતા

નેપાલમાં જળપ્રલયથી ઓછામાં ઓછા ૩૮૯ લોકોનાં મોત, ૨૯૦ ભારતીયો હજી પણ લાપતા

Published : 28 August, 2026 06:13 AM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંભવિત ખતરાને જોતાં ચીને પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સહિતની બચાવટીમોને અલર્ટ કરી દીધી છે

નેપાલના દેવીઘાટ અને ત્રિશૂલી ડૅમ પાસેનાં ગામો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયાં હતાં અને મકાનો પહેલા માળ સુધીના કાદવમાં દટાઈ ગયાં હતાં.

નેપાલના દેવીઘાટ અને ત્રિશૂલી ડૅમ પાસેનાં ગામો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયાં હતાં અને મકાનો પહેલા માળ સુધીના કાદવમાં દટાઈ ગયાં હતાં.


નેપાલમાં આવેલા વિનાશક પૂરની તારાજી હજી શમી નથી ત્યાં જ ચીને વધુ એક જળપ્રલયની ગંભીર ચેતવણી આપી છે. ચીનના જળ સંસાધન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે નેપાલમાં ચોછેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીના સંગમ પાસે એક વિશાળ સરોવર બની ગયું છે જે આગામી ૭૨ કલાકમાં ફાટી શકે છે.

ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (CCTV)ના અહેવાલ મુજબ આ સરોવરમાં અંદાજે ૨૦ લાખ ક્યુબિક મીટર પાણી જમા થઈ ગયું છે અને એ છલકાવા લાગ્યું છે. આગામી ૩ દિવસમાં અેમાં વધુ ૩૦ લાખ ક્યુબિક મીટર પાણી ભરાવાની આશંકા છે. જો આ સરોવરની પાળ તૂટશે તો નેપાલ અને તિબેટના સરહદી વિસ્તારોમાં ભયંકર તારાજી સર્જાશે.



સંભવિત ખતરાને જોતાં ચીને પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સહિતની બચાવટીમોને અલર્ટ કરી દીધી છે અને પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સિમ્યુલેશન ટેસ્ટ શરૂ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 06:13 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK