બેલ્જિયમ સામેની સાતમા-આઠમા સ્થાનની મૅચ ૩-૩થી ડ્રૉ થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતનો ૩-૪થી પરાજય થયો. આ સાથે ભારત મેન્સ હૉકી વર્લ્ડ કપ ૨૦૨૬માં આઠમા સ્થાને રહ્યું.
મેન્સ હૉકી વર્લ્ડ કપ 2026 (સૌજન્ય : મિડ-ડે)
મેન્સ હૉકી વર્લ્ડ કપ 2026ના યજમાન દેશ બેલ્જિયમ સામે ભારતની શુક્રવારે મોડી રાતે સાતમા/આઠમા સ્થાન માટે મૅચ રમાઈ હતી. ભારતીય કૅપ્ટન હરમનપ્રીત સિંહે ૨૬ સેકન્ડ બાકી હતી ત્યારે પેનલ્ટી કૉર્નરની મદદથી ગોલ કરીને મૅચ ૩-૩થી ડ્રૉ કરી હતી. જોકે પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૪ની હાર સાથે ભારત આઠમા સ્થાને રહ્યું હતું. મેન્સ હૉકી વર્લ્ડ કપમાં ભારત ૧૯૭૧માં ત્રીજા સ્થાને, ૧૯૭૩માં બીજા ક્રમે, ૧૯૭૫માં ચૅમ્પિયન, ૧૯૭૮માં છઠ્ઠા ક્રમે, ૧૯૮૨માં પાંચમા ક્રમે, ૧૯૮૬માં બારમા ક્રમે, ૧૯૯૦માં દસમા ક્રમે, ૧૯૯૪માં પાંચમા ક્રમે, ૧૯૯૮માં નવમા ક્રમે, ૨૦૦૨માં દસમા ક્રમે, ૨૦૦૬માં અગિયારમા ક્રમે, ૨૦૧૦માં આઠમા ક્રમે, ૨૦૧૪માં નવમા ક્રમે, ૨૦૧૮માં છઠ્ઠા ક્રમે, ૨૦૨૩માં નવમા ક્રમે રહ્યું હતું.
આજે મેન્સ હૉકી વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમાશે
ADVERTISEMENT
બેલ્જિયમમાં આજે સ્પેન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન જર્મની વચ્ચે મેન્સ હૉકી વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચ રમાશે. જર્મની ૨-૧થી આર્જેન્ટિના અને સ્પેન ૪-૩થી યજમાન નેધરલૅન્ડ્સ સામે જીતીને ફાઇનલ સુધી પહોંચ્યું છે. સ્પેન ૧૯૭૧ અને ૧૯૯૮માં રનરઅપ રહ્યું હતું. જર્મની ૧૯૮૨ અને ૨૦૧૦માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં રનરઅપ રહ્યું હતું. ૨૦૦૨, ૨૦૦૬ અને ૨૦૨૩માં આ ટીમ ચૅમ્પિયન બની હતી. પાકિસ્તાને સૌથી વધુ ૪ મેન્સ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યાx છે.
