Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > જુનિયર હૉકી એશિયા કપ: ભારતે ચાઇનીઝ તાઇપેઇ સામે ૧૫-૦થી જીતીને સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું

જુનિયર હૉકી એશિયા કપ: ભારતે ચાઇનીઝ તાઇપેઇ સામે ૧૫-૦થી જીતીને સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું

Published : 10 September, 2026 12:49 PM | Modified : 10 September, 2026 12:50 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે મેન્સ જુનિયર હૉકી એશિયા કપ ૨૦૨૬માં અજેય રહીને સેમી-ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ૧૧ સપ્ટેમ્બરે ભારત મલેશિયા સામે અને પાકિસ્તાન સાઉથ કોરિયા સામે રમશે.

મેન્સ જુનિયર હૉકી એશિયા કપ 2026

મેન્સ જુનિયર હૉકી એશિયા કપ 2026


ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ચીનમાં આયોજિત મેન્સ જુનિયર હૉકી એશિયા કપ 2026માં અજેય અભિયાન જાળવી રાખીને સીધી સેમી-ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી. ૧૧ સપ્ટેમ્બરે સેમી-ફાઇનલમાં ભારતની ટક્કર મલેશિયા સામે અને પાકિસ્તાનની ટક્કર સાઉથ કોરિયા સામે ટકરાશે. 
મેન્સ ટીમ પૂલ Aની મૅચોમાં ઇન્ડોનેશિયા સામે ૧૪-૦થી, સાઉથ કોરિયા સામે ૭-૩થી જીત મેળવવાની સાથે જપાન સામે ૩-૩થી ડ્રૉ મૅચ રમી હતી. ગઈ કાલે ભારતીય મેન્સ ટીમે ચાઇનીઝ તાઇપેઇ સામે ૧૫-૦થી જીત નોંધાવીને ગ્રુપમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. મેન્સ જુનિયર હૉકી એશિયા કપમાં પરંપરાગત ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ નથી.  

આજે પાકિસ્તાન સામે ભારતીય વિમેન્સ ટીમ ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમશે



એલીટ અને ચૅલેન્જર્સ પૂલવાળા ફૉર્મેટમાં રમાઈ રહેલા વિમેન્સ જુનિયર હૉકી એશિયા કપમાં ભારતીય ટીમ આજે પાકિસ્તાન સામે ક્વૉર્ટર ફાઇનલમાં ટકરાશે. એલીટ ગ્રુપમાં ભારતે ૪ મૅચમાંથી ૩ જીત અને એક ડ્રૉ મૅચ સાથે પહેલું સ્થાન મેળવ્યું છે. ભારતની મહિલા ટીમે સાઉથ કોરિયા સામે ૪-૧, મલેશિયા સામે ૧૧-૧, જપાન સામે ૭-૦થી જીત નોંધાવી હતી. ગઈ કાલે ચીન સામેની અંતિમ મૅચ ૦-૦થી ડ્રૉ રહી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 12:50 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK