Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > અર્જુન અવૉર્ડ મળવાનો મને ગર્વ છે : આકાશદીપ

અર્જુન અવૉર્ડ મળવાનો મને ગર્વ છે : આકાશદીપ

28 August, 2020 11:24 AM IST | Mumbai
Agencies

અર્જુન અવૉર્ડ મળવાનો મને ગર્વ છે : આકાશદીપ

આકાશદીપ સિંહ

આકાશદીપ સિંહ


ઇન્ડિયન મેન્સ હૉકી ટીમના ફૉર્વર્ડ પ્લેયર આકાશ સિંહને આ વર્ષે અર્જુન અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ટીમ માટે તે ૧૯૪ ગેમ રમ્યો છે. અર્જુન અવૉર્ડ મળવા બદલ રાજીપો વ્યક્ત કરતાં આકાશદીપે કહ્યું કે ‘હું અર્જુન અવૉર્ડ માટે ખરેખર ખૂબ ભાગ્યશાળી અને ગૌરવ અનુભવું છું. આ અવૉર્ડ માટે હું હૉકી ઇન્ડિયાનો આભારી છું કે તેમણે મારી કરીઅરમાં મને ઘણો સપોર્ટ કર્યો છે. હૉકી ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને એમવાયએએસે અમને સારી એવી સુવિધા આપી છે અને દરેક મૅચ માટે એક પ્લૅટફૉર્મ ઊભું કરી આપ્યું છે. ડિસેમ્બર ૨૦૧૨થી ખૂબ સારા પ્લેયર સાથે મળીને પોતાની ટીમ માટે રમવાનું સદ્ભાગ્ય મળ્યું છે. જો મને તેમનો સપોર્ટ ન મળ્યો હોત તો હું કદાચ આ અવૉર્ડ પ્રાપ્ત ન કરી શકત. મારા પરિવારનો પણ સપોર્ટ બદલ હું આભાર માનું છું. અર્જુન અવૉર્ડ મળવાના સમાચાર જ્યારે તેમને મળ્યા ત્યારે તેઓ ઘણા ભાવુક બન્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2020 11:24 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK