Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મૉરોક્કો સામેની અપસેટ હાર બાદ બેલ્જિયમ, નેધરલૅન્ડ્સમાં હુલ્લડ

મૉરોક્કો સામેની અપસેટ હાર બાદ બેલ્જિયમ, નેધરલૅન્ડ્સમાં હુલ્લડ

29 November, 2022 12:28 PM IST | Amsterdam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે કુલ ૧૨ જણને અટકમાં લીધા હતા. બ્રસેલ્સમાં પોલીસે તોફાનીઓને વિખેરવા અશ્રુવાયુ છોડવો પડ્યો હતો.

બેલ્જિયમના બ્રસેલ્સમાં રવિવારે મૉરોક્કો સામેના બેલ્જિયમના શૉકિંગ પરાજયને પગલે કેટલાક તોફાનીઓએ કરેલી ધમાલમાં વાહનો અને કેટલીક જાહેર ચીજોને નુકસાન પહોંચાડવામાં આવ્યું એટલે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. તસવીર એ.એફ.પી. FIFA World Cup

બેલ્જિયમના બ્રસેલ્સમાં રવિવારે મૉરોક્કો સામેના બેલ્જિયમના શૉકિંગ પરાજયને પગલે કેટલાક તોફાનીઓએ કરેલી ધમાલમાં વાહનો અને કેટલીક જાહેર ચીજોને નુકસાન પહોંચાડવામાં આવ્યું એટલે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. તસવીર એ.એફ.પી.


બ્રસેલ્સથી ગઈ કાલે મળેલા એ.પી.ના સંદેશા મુજબ રવિવારે વર્લ્ડ નંબર-ટૂ બેલ્જિયમને બાવીસમા ક્રમના મૉરોક્કોએ ૨-૦થી હરાવીને અપસેટ સરજ્યો એને પગલે ઉશ્કેરાયેલા કહેવાતા બેલ્જિયમતરફી લોકો અને મૉરોક્કોના ફૅન્સ વચ્ચે બેલ્જિયમનાં અને નેધરલૅન્ડ્સનનાં કેટલાંક શહેરોમાં તોફાન ફાટી નીકળ્યાં હતાં. પોલીસે કુલ ૧૨ જણને અટકમાં લીધા હતા. બ્રસેલ્સમાં પોલીસે તોફાનીઓને વિખેરવા અશ્રુવાયુ છોડવો પડ્યો હતો. બેલ્જિયમના ઍન્ટવર્પ અને લિજમાં પણ તંગદિલી હતી. બ્રસેલ્સના મેયર ફિલિપ ક્લોઝે આડકતરી રીતે બેલ્જિયમતરફી લોકોનાં તોફાનો સંદર્ભે કહ્યું હતું કે ‘તેઓ કંઈ ફૅન્સ નથી, તોફાનીઓ છે અને ખાસ હેતુથી ધમાલ કરી રહ્યા છે. હા, મૉરોક્કોના ફૅન્સ માટે સેલિબ્રેશનનો સમય છે અને તેઓ સેલિબ્રેટ કરી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 12:28 PM IST | Amsterdam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK