° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પર સૌથી પાવરફુલ પ્લેયર

21 September, 2022 12:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોર્ટુગલના સુપરસ્ટારના ૪૮ કરોડ ફૉલોઅર્સ : વર્લ્ડ કપ પહેલાં ફ્રાન્સની ટીમ સૌથી વધુ લોકપ્રિય

ક્રિસ્ટિઆનો રોનાલ્ડો

ક્રિસ્ટિઆનો રોનાલ્ડો

૨૦ નવેમ્બરે કતારમાં શરૂ થનારા ફિફા મેન્સ વર્લ્ડ કપમાં રમનારા ખેલાડીઓમાંથી પોર્ટુગલનો ફુટબોલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો સૌથી પાવરફુલ છે એવું તમામ પ્લેયર્સના ફૉલોઅર્સની સંખ્યા, ફૉલોઅર્સની સંખ્યાની વૃદ્ધિ તથા ઍવરેજ બ્રૅન્ડ વૅલ્યુના આંકડા પરથી જાહેર કરાયું છે. છેલ્લા એક વર્ષમાં તેના ફૉલોઅર્સમાં ૪૮ ટકાનો વધારો થયો હતો. મીડિયા વૅલ્યુની બાબતમાં પોસ્ટદીઠ રોનાલ્ડોની ઍવરેજ ૩૫ લાખ ડૉલર છે, જે હાઇએસ્ટ હોવાનું વિશ્લેષક નિલ્સન ગ્રેસનોટે જણાવ્યું છે.

ગઈ કાલે bbc.comના અહેવાલ મુજબ ઇન્સ્ટાગ્રામ પર રોનાલ્ડોના કુલ ફૉલોઅર્સની સંખ્યા ૪૮ કરોડ છે. એ પછી આર્જેન્ટિનાના લિયોનેલ મેસીનો નંબર છે. મેસીના ૩૬ કરોડ ફૉલોઅર્સ છે અને છેલ્લા એક વર્ષમાં તેના ફૉલોઅર્સની સંખ્યામાં ૩૮ ટકાનો વધારો થયો છે. મીડિયા વૅલ્યુમાં મેસીની ઍવરેજ ૨૬ લાખ ડૉલર છે. મેસી પછી પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ના જ ખેલાડીઓ નેમાર અને કીલિયાન ઍમ્બપ્પે અનુક્રમે ત્રીજા તથા ચોથા નંબરે છે.

થોડા સમય પહેલાં ચૅમ્પિયન્સ લીગની લિવરપુલ સામેની ફાઇનલમાં રિયલ મૅડ્રિડ વતી વિનિંગ ગોલ કરનાર બ્રાઝિલના વિનિસિયસ જુનિયરના ફૉલોઅર્સમાં સૌથી વધુ ૯૦ ટકાની વૃદ્ધિ થઈ છે.
વર્લ્ડ કપમાં રમનારી ટીમોની બાબતમાં ફ્રાન્સ સોશ્યલ મીડિયા પર સૌથી પાવરફુલ બની રહેશે એવી ધારણા છે. ફ્રાન્સની ફુટબૉલ ટીમના ઇન્સ્ટાગ્રામ પરના સત્તાવાર પેજ પર હાલમાં હાઇએસ્ટ ૧.૧૭ કરોડ ફૉલોઅર્સ છે. બીજા નંબરની બ્રાઝિલની ટીમના ૧.૧૩ કરોડ અને ત્રીજા નંબરની પોર્ટુગલની ટીમના ૧.૦૩ ફૉલોઅર્સ છે.

બાર્સેલોનાએ ૭૮૩ કરોડ રૂપિયાનો નફો કર્યો

સ્પેનની ટોચની બાર્સેલોના ફુટબૉલ ક્લબે ગયા નાણાકીય વર્ષ દરમ્યાન કુલ ૮.૬ કરોડ પાઉન્ડ (૭૮૩ કરોડ રૂપિયા)નો નફો કર્યો હોવાનું બીબીસીની વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું. આ ક્લબ ૨૦૨૨ના વર્ષમાં ૨૪ કરોડ પાઉન્ડ (૨૨૦૦ કરોડ રૂપિયા)નો નફો કરવાની ધારણા રાખે છે. બાર્સેલોનાએ આ સીઝનમાં પોલૅન્ડના વિશ્વવિખ્યાત ફુટબોલર રૉબર્ટ લેવાન્ડોવ્સ્કીને અને બ્રાઝિલના રાફિન્હાને સાઇન કર્યા છે. લા લીગા લીગમાં બાર્સેલોના ટીમ રિયલ મૅડ્રિડ પછી બીજા નંબરે છે.

ડબલ હેડર


આર્જેન્ટિનાના પાટનગર બ્યુનસ આયરસમાં સોમવારે આર્જેન્ટિન પ્રોફેશનલ ફુટબૉલ લીગ ટુર્નામેન્ટમાં હુરેકેન્સ ક્લબની ટીમના મિડફીલ્ડર ફ્રાન્કો ક્રિસ્ટાલ્ડો (ડાબે)ના હેડર માટેના પ્રયાસ વખતે હરીફ ટીમ બોકા જુનિયર્સનો ફૅકુન્ડો રૉન્કેગ્લિયા પણ હેડરના પ્રયત્નમાં ટકરાયો હતો. ખરેખર તો ફૅકુન્ડોએ ફ્રાન્કોના ખભા પર હાથ મૂકીને બૉલ પર કબજો કરવાની કોશિશ કરી હતી. આ મૅચ ૦-૦થી ડ્રૉ ગઈ હતી.  એ.એફ.પી.

21 September, 2022 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

‘ડૉટર્સ ડે’એ ભારતીય મહિલાઓ ઘોડેસવારીની સ્પર્ધામાં જીતી ગઈ ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ

તેઓ સિલ્વર મેડલિસ્ટ ઓમાનની ટીમના ૧૪૬ પૉઇન્ટથી માત્ર ૧૦ ડગલાં પાછળ રહી ગઈ હતી

26 September, 2022 02:51 IST | Amman | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

અમદાવાદમાં આજે કબડ્ડી અને ભાવનગરમાં નેટબૉલની હરીફાઈ

બન્ને સ્થળે ગઈ કાલે સ્પર્ધક ટીમોના ખેલાડીઓએ કલાકો સુધી પ્રૅક્ટિસ કરી હતી

26 September, 2022 02:48 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

થૅન્ક યુ રૉજર

એકમેકની બાજુમાં બેસીને હાથ પકડીને સાથે રડતા રૉજર ફેડરર અને રાફેલ નડાલે લંડનની મૅચ બાદ અજાણતાં જ એક અવિસ્મરણીય ક્ષણ બનાવી હતી, જેને ભવિષ્યમાં જરૂર યાદ કરવામાં આવશે

25 September, 2022 12:00 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK