Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > બ્રિટિશ ચેસ ચૅમ્પિયનશિપમાં ભારતીય મૂળના ટીનેજરોએ ડંકો વગાડ્યો

બ્રિટિશ ચેસ ચૅમ્પિયનશિપમાં ભારતીય મૂળના ટીનેજરોએ ડંકો વગાડ્યો

Published : 12 August, 2026 05:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોધના શિવાનંદન ૮૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડીને યંગેસ્ટ મહિલા ચૅમ્પિયન બની, ઓપન ટાઇટલ જીતીને શ્રેયસ રૉયલે ૩૭ વર્ષ પહેલાંનો રેકૉર્ડ તોડ્યો

 બોધન શિવાનંદન અને શ્રેયસ રોયલ

બોધન શિવાનંદન અને શ્રેયસ રોયલ


બ્રિટિશ ચેસ ચૅમ્પિયનશિપ 2026માં ભારતીય મૂળના ટીનેજરોએ ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. બ્રિટિશ ચેસ ચૅમ્પિયનશિપમાં આ વખતે સૌથી વધુ ૧૭૫૦ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા હતા. ૧૧ વર્ષની બોધના શિવાનંદન બ્રિટનની સૌથી નાની વયની મહિલા ચેસ ચૅમ્પિયન બની અને ૧૭ વર્ષના શ્રેયસ રૉયલે ટુર્નામેન્ટનું ઓપન ટાઇટલ જીતીને સૌનું ધ્યાન ખેચ્યું હતું. 
૨૦૦૫માં લંડનમાં જન્મેલી બોધના શિવાનંદને આયરલૅન્ડની ૧૪ વર્ષની હરીફને રૅપિડ પ્લેઑફ મૅચમાં હરાવીને ટાઇટલ જીત્યું હતું. ૮૭ વર્ષ પહેલાં ૧૯૩૯માં બ્રિટનની એલેઇન પ્રિચર્ડે ૧૩ વર્ષની ઉંમરે આ ટુર્નામેન્ટનું મહિલા ટાઇટલ જીત્યું હતું. 
બોધના શિવાનંદનના મમ્મી-પપ્પા ૨૦૦૭માં તામિલનાડુથી બ્રિટનમાં શિફ્ટ થયાં હતાં. ૨૦૨૦માં કોરોના મહામારીને કારણે ભારત પાછા આવી રહેલા એક કૌટુંબિક મિત્રએ તેમના સામાનમાં ચેસબોર્ડ છોડી દીધું અને એ જ ચેસબોર્ડથી બોધના શિવાનંદનની જર્ની શરૂ થઈ હતી. 
શ્રેયસ રૉયલે ૧૭ વર્ષ ૭ મહિનાની ઉંમર ઓપન ચૅમ્પિયનશિપ જીતીને યંગેસ્ટ ચૅમ્પિયન તરીકેની સિદ્ધિ મેળવી હતી. અગાઉ ૧૯૮૯માં માઇકલ ઍડમ્સે ૧૭ વર્ષ ૮ મહિનાની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો. 
૨૦૦૯માં બૅન્ગલોરમાં જન્મેલો શ્રેયસ રૉયલ ત્રણ વર્ષની ઉંમરે મમ્મી-પપ્પા સાથે બ્રિટનમાં શિફ્ટ થયો હતો. ૮ વર્ષ પહેલાં વર્કિંગ વીઝા સમાપ્ત થતાં એક સમયે બ્રિટન છોડવાનો ખતરો પણ શ્રેયસ રૉયલની ફૅમિલી સામે ઊભો થયો હતો. શ્રેયસ રૉયલ ૨૦૨૧માં બ્રિટનનો સૌથી નાનો ઇન્ટરનૅશનલ માસ્ટર અને ૨૦૨૪માં બ્રિટનનો સૌથી નાનો ગ્રૅન્ડમાસ્ટર બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK