માર્કેટમાં અત્યારે 3D સ્વિચ-કવર આવ્યાં છે જે તમારાં બધાં જ સ્વિચબોર્ડને વધુ આકર્ષક બનાવી રહ્યાં છે
સાધારણ સ્વિચબોર્ડને આપો ડ્રામૅટિક લુક
સામાન્યપણે આપણે ઘરની દીવાલો, લાઇટિંગ્સ અને ફર્નિચર પર ધ્યાન આપીએ છીએ; પણ સ્વિચબોર્ડ સાદાં અને બોરિંગ રહી જતાં હોય છે. જો તમારા સ્વિચબોર્ડને કૂલ અને યુનિક ટચ આપવા માગતા હો તો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલાં ક્રીએટિવ 3D પ્રિન્ટેડ સ્વિચબોર્ડ કવર છે જે પ્રખ્યાત કાર્ટૂન પાત્રો સ્પન્જબૉબ અને સ્ક્વિડવૉર્ડની થીમ પર તૈયાર કરવામાં આવ્યાં છે. આ કવર માત્ર સ્વિચની શોભા જ નથી વધારતાં, સ્વિચ ચાલુ-બંધ કરવાની રીતને પણ વધુ મનોરંજક બનાવી દે છે.
આ કવરની સૌથી ખાસ વાત એ છે કે એના પર બનેલી આંખો સ્વિચની પોઝિશન સાથે કનેક્ટેડ હોય છે. તમે જ્યારે સ્વિચ ઑન કરો છો ત્યારે કવર પર રહેલી આંખો ખૂલી જાય છે અને જેવી તમે સ્વિચ બંધ કરો છો એ આંખો બંધ કરી દે છે.
ઉપયોગ અને ફાયદા
ADVERTISEMENT
બાળકોને આવાં કાર્ટૂન કૅરૅક્ટર્સ ખૂબ ગમે છે. તેમના રૂમના સ્વિચબોર્ડ પર આ કવર લગાવવાથી રૂમનો લુક એકદમ કલરફુલ અને મનોરંજક બની જાય છે. ઘણી વાર આપણને દૂરથી ખબર નથી પડતી કે સ્વિચ ઑન છે કે ઑફ. આ કવરમાં આંખો ખુલ્લી હોય તો તરત જ ખ્યાલ આવી જાય છે કે સ્વિચ ચાલુ છે. આ એક ઇન્ટરૅક્ટિવ રિમાઇન્ડર તરીકે કામ કરે છે જેથી વીજળી બચે છે. હજી એક ખાસ વાત એ છે કે આવા કવરને ઇન્સ્ટૉલ કરવા માટે કોઈ ભારે વાયરિંગ કે ઇલેક્ટ્રિશિયનની જરૂર પડતી નથી. એ તમારા હાલના સ્વિચબોર્ડ પર સરળતાથી ફિટ થઈ જાય છે. લિવિંગરૂમ, ગેમિંગરૂમ કે સ્ટડી એરિયા માટે આ એક ઉત્તમ ડેકોર આઇટમ છે. આ ઉપરાંત હોમવૉર્મિંગ કે બર્થ-ડે ગિફ્ટ આપવા માટે પણ અનોખો વિકલ્પ છે.
